Watch FIFA World Cup 2026™ LIVE, FREE and EXCLUSIVE

ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈનું ફરી એકવખત સુંદર પ્રદર્શન

કોમનવેલ્થ ટેબલ ટેનિસ રમતોમાં ગુજરાતના હરમીત દેસાઈની વિવિધ કેટેગરીમાં વિજય કૂચ જારી છે.

Harmeet Desai

Source: Harmeet Desai FB

કોમનવેલ્થ ટેબલ ટેનિસ રમતોમાં ગુજરાતના  હરમીત દેસાઈ પુરુષોની  સિંગલ, ડબલ અને મિક્સ વિભાગમાં રમી રહ્યો છે.

ભારતીય પુરુષોની ડબલ્સમાં હરમીત દેસાઈ અને  સનિલ શેટ્ટીની ટીમે ગયાનાના શેમર બ્રિટ્ટોન અને ક્રિસ્ટોફર ફ્રેન્કલીન સામે 3-0 થી  જીત મેળવી હતી.  જયારે સિંગલ્સમાં પાપા ન્યુંગીનીના ગેઑફરે  લો સામે હરમીત 0-4 થી જીત્યો હતો.

તો મિક્સ ડબલ્સમાં મલેશિયા સામે હરમીત દેસાઈ અને પૂજા સહસ્ત્રબુદ્ધેની ટિમ  3-1 થી હારી હતી.

Result
Source: Commonwealth Website

આ ઉપરાંત ભારતીય શૂટરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ડ્રીમ રન જારી રાખતાં  વધુ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતની શ્રેયસી સિંઘે ડબલ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઓમ મીઠારવાલ અને અંકુર મિત્તલે અનુક્રમે ૫૦ મીટર પિસ્તોલની અને ડબલ ટ્રેપ શૂટિંગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીતી ચુકેલા ભારતના જીતુ રાઈ ફાઈનલમાં મેડલ જીતી શક્યો નહતો. ઓમ મીઠારવાલનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે. તેણે અગાઉ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.

આ સાથે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૧૨ ગોલ્ડ મેડલ થઈ ગયા છે. ભારત આ ઉપરાંત ચાર સિલ્વર અને ૮ બ્રોન્ઝ એમ કુલ મળીને ૨૪ મેડલ જીતીને મેડલ ટેબલમાં ત્રીજા ક્રમે છે.

Result
Source: commonwealth games website


1 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now