ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર મહિનો ઉન્માદ અથવા સ્મૃતિભ્રંશ એટલે કે ડિમેન્શિયા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, વર્ષ 2030 સુધી ડિમેન્શિયાના દર્દીઓની સંખ્યા 75.6 મિલિયન થવાની સંભાવના છે. ડિમેન્શિયાના નિદાન અને તેની અસરકારક સારવાર માટે વધુ રિસર્ચની જરૂર છે.
ડિમેન્શિયા એક માનસિક બીમારી છે, જેના વિષે જાણતા હોવા છતાંય આપણે ખાસ જાણતા નથી. ડિમેન્શિયાએ માનસિક બીમારી છે - લક્ષણોનો સમૂહ છે. ૧૦૦થી વધારે એવા માનસિક રોગ કે માનસિક લક્ષણો છે જેના કારણે ડિમેન્શિયા થઈ શકે છે. ભારતીય સમુદાયમાં આ માનસિક બીમારીને સ્ટીગ્મા માનવામાં આવે છે.
ગુજરાતમાં વડીલોના માનસિક સ્વાસ્થ્ય માટે કાર્યરત નોન પ્રોફાઈલ સંસ્થા વરિષ્ઠ દ્વારા ડિમેન્શિયાના લક્ષણો શું હોઈ તે વિષે ગુજરાતીમાં થોડી પ્રારંભિક જાણકારી આપતો એક વિડિઓ બનાવવામાં આવ્યો છે.
Alzheimer’s Australia ( Demntia Australia) દ્વારા ડિમેન્શિયાને લગતી મહત્વની માહિતી 43 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ અંગે વિગતે જણાવતા અલ્ઝાઇમર ઓસ્ટ્રેલિયાના સેવા અને શિક્ષણ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુઝાન મેકાર્થી જણાવે છે કે, " ડિમેન્શિયા ઓસ્ટ્રેલિયાભરમાં એક ગંભીર સમસ્યા છે. એક અંદાજ મુજબ 425,000 જેટલા લોકો ડિમેન્શિયાથી પીડિત છે. જેમ તમે જાણો છો તેમ ઓસ્ટ્રલિયા એક બહુસાંસ્કૃતિક દેશ છે, આથી આ સમસ્યાનો સામનો ઘણા અંશે ભારતીય સમુદાય પણ કરી રહ્યું છે. આ એક વીકરતી જતી સમસ્યા છે. આથી અમે જેટલો અને તેટલો વધુ સપોર્ટ આપવા પ્રયત્નશીલ છીએ."
સુઝાન ઉમેરે છે કે, "અમે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ડિમેન્શિયા અને અલ્ઝાઈમરથી પીડિત વ્યક્તિની સૌથી મોટી સમસ્યા સામાજિક અલગાવ છે, ભારતીય સમુદાયમાં મોટાભાગે પરિવારજન જ દર્દીની સંભાળ લેતું હોય છે. આથી, સામાજિક અલગાવનો શિકાર તે પણ બને છે. તેઓ ધીમે ધીમે સામાજિક મેળાવડા, સામાજિક પ્રવૃત્તિઓથી દૂર થાય છે. આટલું જ નહિ, સમુદાય તરફથી પણ તેમની સાથે સંબંધો ઓછા કરી નાખવામાં આવે છે જેથી આ બીમારી અને તેને લગતી સમસ્યા વધુ ગંભીર બને છે. ડિમેન્શિયાના દર્દી અને તેની સંભાળ રાખનારના સામાજિક સમ્પર્કો ચાલુ રહે તે ખૂબ જરૂરી છે. આથી અલ્ઝાઈર ઓસ્ટ્રેલિયા ડિમેન્શિયા અંગેની ગેરમાન્યતાઓ તોડવા સતત પ્રાયનશીલ છે. "
"અમે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ડિમેન્શિયા અને અલ્ઝાઈમરથી પીડિત વ્યક્તિની સૌથી મોટી સમસ્યા સામાજિક અલગાવ છે, ભારતીય સમુદાયમાં મોટાભાગે પરિવારજન જ દર્દીની સંભાળ લેતું હોય છે. આથી, સામાજિક અલગાવનો શિકાર તે પણ બને છે. તેઓ ધીમે ધીમે સામાજિક મેળાવડા, સામાજિક પ્રવૃત્તિઓથી દૂર થાય છે. આટલું જ નહિ, સમુદાય તરફથી પણ તેમની સાથે સંબંધો ઓછા કરી નાખવામાં આવે છે જેથી આ બીમારી અને તેને લગતી સમસ્યા વધુ ગંભીર બને છે. ડિમેન્શિયાના દર્દી અને તેની સંભાળ રાખનારના સામાજિક સમ્પર્કો ચાલુ રહે તે ખૂબ જરૂરી છે. આથી અલ્ઝાઈર ઓસ્ટ્રેલિયા ડિમેન્શિયા અંગેની ગેરમાન્યતાઓ તોડવા સતત પ્રાયનશીલ છે. "-અલ્ઝાઇમર ઓસ્ટ્રેલિયાના સેવા અને શિક્ષણ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુઝાન મેકાર્થી
આ બીમારી અંગે વિગતે વાત કરતા ડો. પ્રફુલ્લચંદ્ર વાલાનજુ જણાવે છે કે જો સરળ ભાષામાં ડિમેન્શિયાની વ્યાખ્યા કરીએ તો, ડિમેન્શિયા એક એવી બીમારી છે કે જે થવા પાછળના અનેક કારણો છે. ડિમેન્શિયા થાવ પાછળ જે કારણો જવાબદાર હોય, તે મુજબ તેના લક્ષણો અને પ્રકારમાં થોડો થોડો બદલાવ જોઈ શકાય છે. ભારતીય સમુદાયના લોકો એ સ્વીકારવું રહ્યું કે આ એક માનસિક બીમારી છે અને અન્ય બીમારીની માફક આ બીમારીને પણ સારવારની જરૂરત છે.
ડિમેન્શિયાના પ્રકાર
ડો. પ્રફુલ્લચંદ્ર વાલાનજુ જણાવે છે કે, ડિમેન્શિયાની બીમારીનો ખુબ સામાન્ય પ્રકાર છે સેનાઈલ ડિમેન્શિયા. આ ડિમેન્શિયા સામાન્ય રીતે વૃદ્ધવસ્થામાં થાય છે. ઘણા સંજોગોમાં બધું પડતી દવાઓ (Over-medication) અથવા ડિહાઈડ્રેશનના કારણે વ્યક્તિમાં સેનાઈલ ડિમેન્શિયાના લક્ષણો જોવા મળે છે. કેટલાક સંજોગોમાં તેનું નિદાન અલ્ઝાઇમર તરીકે પણ કરવામાં આવે છે.
બીજો પ્રકાર છે વાસ્ક્યુલર ડિમેન્શિયા, જે થવા પાછળના કારણોમાં મગજના કોષોને લોહી ઓછું પહોંચવું છે. પૂરતું લોહી ન પહોંચવાના કારણે મગજના કોષોને ઓક્સિજન પુરતું મળતું નથી અને તે કોશ નાશ પામે છે. આ ઉપરાંત ઘણા સંજોગોમાં માથામાં ગંભીર ઇજા થવાથી કે ટ્રોમાના કારણે પણ યાદશક્તિને અસર થાય છે અને વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બની શકે છે.
ત્રીજો બીજો પ્રકાર છે- લુઈ બોડી ડિમેન્શિયા, જે મગજમાં પ્રોટીનના અસંતુલન થવાથી થાય છે. આ પ્રકારના ડિમેન્શિયામાં વિચારશક્તિ પર અસર પડે છે, સુવામાં તકલીફ થાય છે, આભાસ થાય છે અને સ્નાયુઓનું હલનચલન અનિયંત્રિત રીતે થાય છે.
જો વ્યક્તિમાં વિટામિન બી 12 કે વિટામિન ડીની ઉણપ હોય તો તેમને ડિમેન્શિયાની બીમારીનો ખતરો વધી જાય છે.
ભારતીય સમુદાયમાં સામાન્ય રીતે જોવા મળતી ડાયાબિટીસની બીમારી પણ એક પ્રમુખ કારણ છે.
ડિમેન્શિયાના લક્ષણો
જો ડિમેન્શિયાના લક્ષણોની વાત કરીએ તો એ વાતની નોંધ લેવી જરૂરી છે કે ડિમેન્શિયા કોઈ નિશ્ચિત રીતે વિકસતો નથી. ડો. પ્રફુલ્લચંદ્ર વાલાનજુ જણાવે છે કે દરેક વ્યક્તિમાં તેના લક્ષણો જુદા જુદા દેખાય છે, આથી તેને સમજવા માટે સમયની સાથે બદલાતી જતી પરિસ્થિતિઓને સરળતાપૂર્વક સમજવી જરૂરી છે. જેમકે
- યાદશક્તિ ઓછી થઇ જવી કે ગુમાવવી
- કાર્ય-પ્રવૃત્તિઓ અને ઉત્પાદકતા મર્યાદિત થવી
- કન્ફ્યુઝન થવું- કોન્સ્યસનેસ (જાગૃતિ ) ઓછી થઇ જવી
- નામ યાદ રાખવામાં તફલીફ થવી અથવા નામ ભૂલી જવા
- વાતચીત કરવામાં મુશ્કેલી પડવી
- એક ને એક પ્રશ્નો વારંવાર પુછવા
- વારંવાર મૂડ બદલાતા રહેવા
આ ઉપરાંત જયારે આ બીમારી ખુબ ગંભીર બને છે ત્યારે વ્યક્તિ પરતંત્રત બને છે, વ્યક્તિ સમય અને સ્થળ બાબતની સભાનતા ગુમાવી દે છે,
પરિવારજનો - સગાવહાલા- મીત્રોને ઓળખી શકતી નથી, તેમની વાતો અર્થસભર નથી હોતી અને દૈનિક પ્રાથમિક કાર્યો- નાહવું, ખાવું વગેરે માટે પણ આધારિત થઇ જાય છે.
જેમ અન્ય શારીરિક બીમારી કે તકલીફો અંગે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે છે, તેવી જ રીતે ડિમેન્શિયાના ઉપર્યુક્ત કોઈપણ લક્ષણો જણાતા ડોક્ટરનો સંપર્ક કરવો. આ બીમારીનું જેટલું જલ્દી નિદાન થાય, તેટલું દર્દી માટે લાભદાયી છે.
સારવાર
સામાન્ય રીતે ડિમેન્શિયાનો કોઈ ઈલાજ નથી. ડો. પ્રફુલ્લચંદ્ર વાલાનજુ જણાવે છે કે ડિમેન્શિયા વિવિધ પ્રકારના હોય છે, જેમકે વાસ્ક્યુલર બીમારી કે રોગના કારણે થયેલ ડિમેન્શિયા કે મેટાબોલિક કારણોથી થયેલ ડિમેન્શિયા, તેના કારણો આધારિત ઉપચાર કરવાના લીધે ડિમેન્શિયાનો ઈલાજ પણ સંભવ બને છે. ડિમેન્શિયાનું નિદાન અને સારવાર જેટલી જલ્દી શરુ થાય તેટલું સારું પરિણામ હાંસલ કરી શકાય છે. આ ઉપરાંત કોગ્નેટિવ થેરેપી અને દવાઓ પણ છે. કોઈપણ પરિસ્થિતિમાં ડોક્ટરનો સમ્પર્ક અનિવાર્ય છે.
ડો. પ્રફુલ્લચંદ્ર વાલાનજુ સારવાર માટે સામાન્ય રીતે ધ્યાનમાં રાખવા લાયક બાબત કેટલાક સરળ પગલાં સૂચવતા જણાવે છે કે
- શાંત વાતાવરણ બનાવવું
- વર્તનનું કારણ ઓળખવું અને વ્યક્તિને અનુકૂળ બને તેવા ફેરફાર કરવાનો પ્રયાસ કરવો
- વ્યક્તિને ભૂખ- તરસ વિષે, મૂત્રાશય ભરાઈ ગયું નથી, અથવા કબજિયાત નથી તે અંગે સાવધ રહેવું
- કસરત કરવા માટેની તક આપવી
- દલીલ અથવા વાદ વિવાદ કરવાના બદલે વ્યક્તિનું ધ્યાન બીજી દિશામાં દોરવું
- વ્યક્તિને યાદ અપાવવા માટે વસ્તુઓ ઉપર લેબલ લગાડવું
ભારતીય સમુદાયનો અભિગમ
ડો.પ્રફુલ્લચંદ્ર વાલાનજુ જણાવે છે કે મોટાભાગના ભારતીયોમાં ડિમેન્શિયાને લઈને સ્પષ્ટ સમજનો અભાવ છે. તેઓ જણાવે છે કે તેમના અનુભવ પ્રમાણે ઘણા ભારતીયો માને છે કે, જો તેમના પરિવારમાં કોઈને ડિમેન્શિયા હોય તો તે તેમના માટે લાંછન સમાન છે. તેઓ જણાવે છે કે જયારે તેઓ તેમના દર્દીના પરિવારને સમજાવે છે કે ડિમેન્શિયાથી કોઈપણ જાતની શરમ કે નીચા જોવાનું અનુભવવું ન જોઈએ, આ બીમારી અન્ય શારીરિક બીમારીઓ જેવી જ છે. પરિવારમાં એકને આ બીમારી થઇ આથી બીજાને કે આવનાર પેઢીને પણ આ બીમારી થશે જ એ જરૂરી નથી, ત્યારે તેઓ આ બાબતે થોડો સકારાત્મક અભિગમ દાખવે છે. પણ, હા આ અંગે જાગૃતિની ખુબ જરૂર છે.
અન્ય ઉપયોગી માહિતી
રાષ્ટ્રીય ડિમેન્શિયા હેલ્પલાઇન પર કાઉન્સેલિંગ સપોર્ટ મેળવી શકાય છે. આ માટે ફોન નમ્બર છે 1800 100 500.
જો આ સેવાનો લાભ લેવા દુભાષિયા સેવાની જરૂર હોય તો ટેલિફોન ઇન્ટરપ્રિટિંગ સર્વિસ 131 450 મારફતે રાષ્ટ્રીય ડિમેન્શિયા હેલ્પલાઇન નો સમ્પર્ક કરવો
ડિમેન્શિયા ઓસ્ટ્રેલિયા સાતેહસવયંસેવક તરીકે જોડાવા : Australia go to: www.dementia.org.au/volunteering
Share

