તુર્કી માં સેના ના સત્તા પરિવર્તન કરવાના પ્રયત્ન માં ઈસ્તાનબુલ માં ઉપસ્થિત ભીડ પર ગોળીબારી કરવામાં આવી. આ ઘટના માં ઘણા લોકો ને અસર કે ઇજા થઈ હોવાની સંભાવના છે. આ હુમલા માં અંકારા ના બાહરી વિસ્તાર માં સ્થિત વિશેષ પોલીસ દળ ના મુખ્યાલય પર ના હુમલા માં 17 પોલીસ કર્મચારીઓ માર્યા છે.
સમાચાર સંસ્થા એ એફ પી એ જણાવ્યું છે કે સત્તા પરિવર્તન ના હુમલા માટે વપરાયેલ હેલીકૉપટર ને એફ -16 વિમાન વડે તોડી પડયું છે.
આ વચ્ચે શુક્રવારે સેના નું કહેવું હતું કે તુર્કી માં લોક તાંત્રિક વ્યવસ્થા જાળવી રાખવા અને માનવાધિકારો ના રક્ષણ માટે તેઓએ સત્તા પોતાના હાથ માં લઈ લીધી છે. દેશ પર હવે સેના નો કબજો છે. તુર્કી ના પ્રધાનમંત્રી નું એન ડી ટીવી કહેવું છે કે આ કોશિશ નાકામ કરી દેવાઈ છે. તુર્કી ના રાષ્ટ્રપતિ એંડ્રૉગાન સલામત છે. તેઓએ ફેસટાઈમ ના માધ્યમ થી લોકો ને રસ્તા પર ઉતરી આવવા ની અપીલ કરી હતી
અતાતુક એરપોર્ટ ને બંધ કરી દેવાયું છે. ઓસ્ટ્રેલિયનો એ પોતાના પરિજનો ની સલામતી માટે સૌ પ્રથમ તેમનો સંપર્ક કરી જોવો પણ તેમ ન થતા તુર્કી ની ઓસ્ટ્રેલિયન એમ્બેસી નો સંપર્ક સાધી શકાય છે
અંત માં જે જાણવા મળ્યું છે તે મુજબ :
1) દેશભર માં સત્તા પરિવર્તન ના પ્રયત્ન માર્શલ લો લાદી દેવાયો છે અને કર્ફ્યુ લડી દેવાયો છે
2) તુર્કી ના સૈન્ય એ કહ્યું છે કે દેશ ની બંધારણીય વ્યવસ્થા જાળવવા અને માનવ અધિકારો ની જાણવણી માટે આ પગલું લેવાયું છે.
3) સૈન્ય ના હવાઈજહાજો રાજધાની અંકારા પર ઉડતા જોવા મળ્યા હતા અને ગોળીબારી પણ જોવા મળી હતી.

