રંગોના તહેવાર હોળીનું ભારત દેશમાં અનોખું મહત્વ છે અને વિવિધ રાજ્યોના લોકો આ તહેવાર અલગ અલગ રીતથી ઉજવે છે. ઉત્તર પ્રદેશમાં લઠ્ઠમાર હોળી પ્રખ્યાત છે તો, મથુરા અને વૃંદાવનમાં પારંપરિક હોળી ઉજવવાની મહત્વ છે. રાજસ્થાનમાં રોયલ હોળીની શાનદાર રીતે ઉવજણી કરાય છે તો મુંબઇના ધારાવી વિસ્તારની હોળી પણ ખૂબ જ પ્રખ્યાત છે.
ભારતમાં તો વિવિધ રાજ્યોમાં પારંપરિક રીતે હોળી ઉજવવાનું મહત્વ રહેલું જ છે પરંતુ ભારત બહાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો પણ આ તહેવાર ઘણી ઘામધૂમથી ઉજવે છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં આ વર્ષે પણ સામૂહિક રીતે હોળી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Source: AAP Image/Avishek Das / SOPA Images/Sipa USA
તો આવો જાણીએ, આગામી અઠવાડિયા દરમિયાન ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં તમે ક્યારે હોળીની મજા લઇ શકો છો...
ડાર્વિન
હોળીકા દહન
તારીખ 20 માર્ચ 2019
સમય રાત્રે 9.15થી 10 વાગ્યા સુધી
રેપીડ ક્રિક, ફૂટબ્રિજ, નોધર્ન ટેરીટરી - 0810
ધૂળેટી
તારીખ 23 માર્ચ 2019
સમય સાંજે 4 વાગ્યાથી
જીંગલી વોટર ગાર્ડન, ફ્રેશવોટર રોડ, નોધર્ન ટેરીટરી
પર્થ
હોળીકા દહન
તારીખ 20 માર્ચ 2019
સમય સાંજે 4થી રાત્રે 8
પર્થમાં હોળીના પર્વ દરમિયાન હોળીકા દહન યોજાશે. જેમાં વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ્સ તથા બાળકો માટે વિવિધ ફન એક્ટિવીટીનું આયોજન કરવામાં આવ્યું છે.
Image
એડિલેડ
તારીખ: 23 માર્ચ 2019
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
સ્થળ: સેમાપોર બિચ, એડિલેડ
સિડની
તારીખ: 24 માર્ચ 2019
સમય: સવારે 10 વાગ્યાથી
સ્થળ: સિવીક પાર્ક, પેન્ડલ હિલ, ન્યૂ સાઉથ વેલ્સ 2145
સિડનીમાં હોળીની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડીજે મ્યુઝીક, ડાન્સની સાથે વિવિધ પ્રકારની ભારતીય વાનગીઓ માણી શકાશે.
મેલ્બર્ન
તારીખ: 24 માર્ચ 2019
સમય: સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી
સ્થળ: મોનાશ યુનિવર્સિટી ક્લેટન
મેલ્બર્નમાં હોળીની ઉજવણી દરમિયાન બાળકો માટે વિવિધ ફન એક્ટિવીટી, ડીજે, ડાન્સ તથા લાઇવ પર્ફોર્મન્સ પ્રસ્તુત કરાશે.
Image
બ્રિસબેન
તારીખ: 24 માર્ચ 2019
સમય: સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી
સ્થળ: ડેન્ઝી બુચાનન પાર્ક, 2/16 કિન્સેલાસ રોડ, મેન્ગો હિલ, ક્વિન્સલેન્ડ 4509
બ્રિસબેન હોળી ફેસ્ટિવલમાં રેન ડાન્સ, વોટર પૂલ્સ - સ્લાઇડ્સની સાથે વિવિધ વાનગીઓની માણી શકાશે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની હોળી નિમિત્તે શુભકામના
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને હોળી નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "હોળી તમામ સંસ્કૃતિના લોકોને ભેગા કરીને ઉજવાતો તહેવાર છે."

Source: SBS Gujarati
"હું તમામ લોકોને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવું છું," તેમ સ્કોટ મોરિસને ઉમેર્યું હતું.
રેય વિલિયમ્સ, બહુસાંસ્કૃતિક મંત્રી, ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સના બહુસાંસ્કૃતિક મંત્રી રેય વિલિયમ્સે હોળીના તહેવારની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, "ન્યૂ સાઉથ વેલ્સમાં વિવિધ સમાજના લોકો હોળીનો તહેવાર ઉજવી શાંતિ તથા સદભાવના સ્થાપિત કરે છે. ન્યૂ સાઉથ વેલ્સમાં ભારતીય મૂળના 210,000 જેટલા લોકો રહે છે અને તેઓ રાજ્યના આર્થિક તથા સાંસ્કૃતિક વિકાસમાં પોતાનો ફાળો આપે છે."
"હું ભારતીય સંસ્કૃતિની જાળવણી તથા તેનો વિકાસ કરવામાં પોતાનું યોગદાન આપનારા તમામ સ્વયંસેવકો તથા નાગરિકોને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવું છું," તેમ રેય વિલિયમ્સે જણાવ્યું હતું.
Share

