જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝા સહિતની હસ્તીઓ યોગ કરતી જોવા મળી હતી.

આ પ્રસંગે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને વર્લ્ડ રેકોર્ડ બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૧ જૂન-૨૦૧૫માં આયુષ મંત્રાલય આયોજિત યોગ કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે ૩૫,૯૮૫ લોકો દ્વારા એક સાથે એક જ સ્થળે યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો.

આ ઉપરાંત સમાચાર માધ્યમો વડે મળતી વિગતો મુજબ કેટલાક સાર્વજનિક અને વ્યક્તિગત વિશ્વ વિક્રમો જુદી જુદી કેટેગરીમાં નોંધાયા છે.
જેમાં નીચેના રિકોર્ડનો સમાવેશ થાય છે :
- એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડ
- એક શહેરમાં અલગ-અલગ સ્થળોએ એક સાથે યોગનો વર્લ્ડ રેકોર્ડ
- શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ
- યોગનો વિશ્વ રેકોર્ડ
- સૂર્ય નમસ્કાર
- નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ
- સતત સૂર્ય નમસ્કારનો રેકોર્ડ
- શીર્ષાસન (મહિલા વર્ગ)


