મોરિસન સરકાર દ્વારા લાંબા સમયથી કરવામાં આવેલ વાયદા પ્રમાણે કરવામાં આવેલ ઓસ્ટ્રેલિયન વિસા ક્ષેત્રના બદલાવ આજે જાહેર થશે, જે મુજબ આવનાર માઇગ્રન્ટ્સને વધુ વર્ષો પ્રાદેશિક વિસ્તારમાં ગાળવા ફરજીયાત બનશે.
આ પગલું લેવા પાછળનું કારણ શહેરોમાં વધતી ગીચતાને ઓછી કરવા અને પ્રાદેશિક વિસ્તારોની કર્મચારીઓની માંગને સંતોષવાનું છે. આ પગલાં માટે નેશનલ્સ અને ફાર્મર્સ ફેડરેશન જેવા લોબી જૂથોનું દબાણ પણ જવાબદાર છે.
મોરિસન સરકારના પોપ્યુલેશન અને સિટિસ મંત્રી એલન તુજ આજે મેલ્બર્ન ખાતે વિગતવાર આ યોજના અંગે વિગતો આપશે.
વર્તમાન પ્રાદેશિક વિસા વાર્ષિક કાયમી ઇન્ટેકમાંના 5000ને જ આકર્ષી શકે છે, આથી નવી યોજના પ્રમાણે લગભગ અડધા જેટલા નવા માઇગ્રન્ટ્સને "પ્રોત્સાહન અને કેટલીક શરતો" ના સંયુક્ત આયોજન હેઠળ પ્રાદેશિક વિસ્તારોમાં સ્થાયી થવા ફરજ પાડવામાં આવશે. આ માટેની સમય મર્યાદા પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. આ વિસા શરતોને ભંગ કરવા બદલ કેટલીક સજાની જોગવાઈ પણ હશે.
વર્તમાન પ્રાદેશિક વિસા વાર્ષિક કાયમી ઇન્ટેકમાંના 5000ને જ આકર્ષી શકે છે, આથી નવી યોજના પ્રમાણે લગભગ અડધા જેટલા નવા માઇગ્રન્ટ્સને "પ્રોત્સાહન અને કેટલીક શરતો" ના સંયુક્ત આયોજન હેઠળ પ્રાદેશિક વિસ્તારોમાં સ્થાયી થવા ફરજ પાડવામાં આવશે. આ માટે ની સમય મર્યાદા પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. આ વિસા શરતોને ભંગ કરવા બદલ કેટલીક સજાની જોગવાઈ પણ હશે.
શ્રી તુજે જણાવ્યું હતું કે આ બદલાવના કારણે એમ્પ્લોયર સ્પોન્સર વિસા પર આવતા 25 ટકા માઇગ્રન્ટ્સ અને અંદાજિત પારિવારિક વિસા પર આવતા 30 ટકા જેટલા લોકોને ખાસ અસર નહિ થાય.
ગૃહ વિભાગના ડેટા પ્રમાણે પ્રાદેશિક વિસ્તારમાં સ્થાયી થવાની શરતો સાથેના વિસા સાથે આવેલ 10 માઇગ્રન્ટ્સ માંથી 1 માઈગ્રન્ટ 18 મહિનાના સમયગાળામાં શહેરોમાં સ્થાનાંતર કરે છે.
વર્ષ 2016-2017માં 4,766 જેટલા સ્કિલ્સ વિસા ધારકોને પ્રાદેશિક વિસ્તારોમાં આવકારવામાં આવ્યા, પણ તેમના મોટાભાગના પર્થમાં સ્થાયી થયા છે.
સરકારની "પ્રાદેશિક" વિસ્તારની વ્યાખ્યામાંથી ગત નવેમ્બરમાં પર્થને બાકાત કરવામાં આવ્યું હતું, પણ આ યાદીમાં ડાર્વિન, કેનબેરા, એડીલેઈડ અને હોબર્ટ જેવા શહેરોનો સમાવેશ છે.
વિરોધ પક્ષનું કહેવું છે કે, જયારે વર્તમાન સરકારી પક્ષ વિરોધપક્ષમાં હતી ત્યારે તેઓએ લેબર દ્વારા પ્રસ્તાવિત સમાન યોજનાને અવાસ્તવિક ગણાવી તેનો વિરોધ કર્યો હતો.