SKIP TO MAIN CONTENT

Victorian police find body of missing Melbourne man Poshik Sharma

Victorian police find body of missing Melbourne man Poshik Sharma

Poshik Sharma.
Poshik Sharma. Source: Supplied

2 min read

Published

Updated

By SBS News

Source: SBS



Skip to article content

21 વર્ષીય ભારતીય મૂળનો પોશિક શર્મા, મેલ્બર્નના વેરિબીમાં રહેતો હતો અને ગુરુવારે વિક્ટોરિયાના મેરિસવિલ ટાઉનમાંથી ગુમ થયો.

પોશિકને છેલ્લે ગુરુવારે સાંજે ડક ઇન પબમાં જોવામાં આવ્યો ત્યારે તેને મિત્રો સાથે મતભેદ થતા તે એકલો પબમાંથી નીકળી ગયો હતો. પોશિકે લાલ રંગના બુટ અને સ્કાર્ફ અને કળા રંગનું જેકેટ અને બીની પહેર્યા હતા.  

 

ત્યારથી પોશિક શર્મા વિશે કોઈ માહિતી મળી નહોતી. વિક્ટોરિયન પોલીસ ઇન્સ્પેક્ટર ડેવિડ રાયને જણાવ્યું હતું કે પોશકિન ફોન પર અથવા સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ નહોતો. પાંચ દિવસમાં તેણે બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ કર્યો નહોતો.

પોલીસના જણાવ્યા અનુસાર, એક સાક્ષીની જૂબાની પરથી લાગે છે કે પોશિક પસાર થતા કોઈ વાહન પાસે લિફ્ટ માંગીને મેલ્બર્ન પરત ફરવાનો પ્રયાસ કર્યો હશે.

Search efforts have focused on the walking tracks around Marysville and its waterways.
تمرکز عملیات جست‌وجو بر پیاده‌روها و آب‌روها بود. Source: SBS

ત્યારબાદ પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે, મેરિસવિલ ખાતે ડક ઇન પબમાંથી કોઈને લીફ્ટ લેતા જોયો હોય , લીફ્ટ આપતા વાહન વિશે જાણકારી હોય કે પોતે લીફ્ટ આપી હોય તો પોલીસનો સંપર્ક કરે.

દરમિયાન સ્વયંસેવકોની મદદથી નજીકના ડેમ અને આસપાસના જંગલનું નિરીક્ષણ કર્યું હતું. અને સવારે અગિયાર વાગ્યે મેરિસવિલ પાસેથી મળેલો મૃતદેહ પોશિક શર્માનો હોવાનું મનાય છે.

પોશિકના મોતને કોઈ શંકાસ્પદ ઘટના ગણવામાં નથી આવી કારણકે પોલીસે કહ્યું હતું કે જો પોશિકે આટલા દિવસ ખુલ્લામાં વિતાવ્યા હશે તો ઠંડીને કારણે તે ખુબ બીમાર હોવાની શક્યતા છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now