કોરોનાવાઇરસના કારણે પ્રત્યક્ષ રીતે મેળાવડા યોજવાની પરવાનગી ન હોવાથી આ વર્ષે આદિજાતી સમુદાય માટેના રીકન્સિલિયેશન વીકની પરંપરાગત ઉજવણીને અસર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના એબઓરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સમુદાયના સમર્થનમાં યોજાયેલા ઐતિહાસિક બ્રિજ વોકને આજે બે દાયકા પૂરા થયા છે ત્યારે તેના ઇતિહાસ અને કોરોનાવાઇરસના કારણે ઉજવણી પર પડનારી અસર વિશે એક અહેવાલ.
Corroboree એ ઓસ્ટ્રેલિયન એબઓરિજીનલ ડાન્સ કાર્યક્રમ છે જે પવિત્ર વિધીના અથવા સામાન્ય મેળાવડાના રૂપમાં થઇ શકે છે Corroboree 2000 એ સિડની હાર્બર બ્રિજ પર રેલી દ્વારા યોજવામાં આવે છે.
કાઉન્સિલ ફોર એબઓરિજીનલ રીકન્સિલિયેશનના નિર્ણય પ્રમાણે હજારો આદિજાતીના લોકો બ્રિજના એક છેડે ભેગા થશે જ્યારે તેટલી જ સંખ્યામાં બિન- આદિજાતીના લોકો બીજા છેડે ભેગા થશે.
ત્યાર બાદ તેઓ પોતપોતાના છેડેથી ચાલવાનું શરૂ કરે અને બ્રિજની મધ્યમાં એકબીજાને મળશે. જોકે તેમાંથી ઘણા લોકો આ પ્રકારે ભાગ લેનારા લોકોના બે ભાગ કરવામાં અસમર્થતા દર્શાવી હતી.
ત્યાર બાદ કાઇન્સિલના ત્રિમાસિક જરનલમાં જ તેનો ઉકેલ આપવામાં આવ્યો – ‘વોકિંગ ટુગેધર’. તેમણે બ્રિજના ઉત્તર ભાગમાંથી ચાલવાની શરૂઆત કરવી અને ત્યાર બાદ ડાર્લિંગ હાર્બરની દિશામાં આગળ વધવું જ્યાં મફતમાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવે.
કાર્યક્રમના કેટલાક દિવસ અગાઉ, ધ કાઉન્સિલ ફોર એબઓરિજીનલ રીકન્સિલિયેશનને ઓછા લોકો ભેગા થશે તેવી આશા હતી. પરંતુ લગભગ 250,000 આદિજાતી તથા બિન-આદિજાતીના લોકોએ 28મી મે 2000 ના રોજ યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો.
જ્યારે હવામાં ઉડી રહેલા વિમાન દ્વારા હાર્બર પરના આકાશમાં ‘Sorry’ લખવામાં આવ્યું ત્યારે રેલીમાં ભાગ લેનારા લોકોએ તેને વધાવી લીધું હતું.
બ્રિજ વોક અને ઓસ્ટ્રેલિયામાં થયેલા આ પ્રકારના ઘણા કાર્યક્રમો દ્વારા એ નક્કી થયું કે સમાધાનની પ્રક્રિયાને જનતાનું સમર્થન છે. ભલે, આ કાર્યક્રમ એબઓરિજીનલ લોકો દ્વારા યોજવામાં આવ્યો હતો પરંતુ તેમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.






