Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નવી શૈલીનું સંગીત રજૂ કરતા કવિરાજ

Gujarati singer Jignesh Kaviraj

Gujarati singer Jignesh Kaviraj. Source: Jignesh Kaviraj

ઓસ્ટ્રેલિયામાં હાલમાં ગરબાના એક કાર્યક્રમમાં આવેલા ગુજરાતી લોકગાયક જીગ્નેશ કવિરાજે SBS Gujarati સાથે પોતાના સંઘર્ષ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં એક જુદા જ પ્રકારના ગીતો દ્વારા મેળવેલી લોકપ્રિયતા અંગે પોતાના અનુભવો રજૂ કર્યા.


Published

Updated

By Vatsal Patel

Source: SBS



Share this with family and friends


ઓસ્ટ્રેલિયામાં હાલમાં ગરબાના એક કાર્યક્રમમાં આવેલા ગુજરાતી લોકગાયક જીગ્નેશ કવિરાજે SBS Gujarati સાથે પોતાના સંઘર્ષ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં એક જુદા જ પ્રકારના ગીતો દ્વારા મેળવેલી લોકપ્રિયતા અંગે પોતાના અનુભવો રજૂ કર્યા.


ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ઘણા લોકગાયક આવ્યા અને તેમણે પોતાના એક અલગ છાપ છોડી, પોતાનો એક અનોખો ચાહક વર્ગ ઉભો કર્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ગીતોની દુનિયામાં જીગ્નેશ કવિરાજ એક લોકપ્રિય ગાયક તરીકે બહાર આવ્યા છે. તો આવો જાણીએ લોકપ્રિયતા મેળવવા સુધી કારકિર્દીના તેમના શરૂઆતના દિવસો દરમિયાનનો સંઘર્ષ, મહેનત અને અન્ય રસપ્રદ માહિતી.

જિગ્નેશ કવિરાજના ગીત સામાન્ય ફિલ્મી ગીતોથી થોડા અલગ અંદાજના હોય છે અને તે અંગે વાત કરતા જિગ્નેશે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "લોકોને વિવિધ પ્રકારના ગીતો સાંભળવાનો રસ હોય છે, કોઇ ગરબાનું શોખીન હોય છે જ્યારે કોઇને ગીતો અથવા કોઇને અન્ય ફિલ્મી ગીતો પસંદ હોય છે. અત્યારની પેઢીને હિન્દી ફિલ્મોમાં "બેવફા" ના ગીતો વધુ પસંદ આવે છે તેથી મેં એવા ગીત ગુજરાતીમાં ગાવાનું શરૂ કર્યું અને તેમાં ઘણી લોકપ્રિયતા મેળવી."

ઉત્તર ગુજરાતના ખેરાલું ગામના વતની જિગ્નેશના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારમાં તેમના પિતા તથા મોટાભાઇ બંને લોકગીતો સાથેના વ્યવસાયમાં જોડાયેલા હતા. તેથી જિગ્નેશને પણ નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો. ગાયક તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં પ્રવેશ અંગે જિગ્નેશે જણાવ્યું હતું કે, નાનપણમાં પરિવારના સભ્યો સાથે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સમાં જતા હતા અને ત્યારથી જ તેમને સિંગર બનવાની ઇચ્છા થઇ હતી.

ગુજરાતી લોકગીતોના લોકપ્રિય ગાયક એવા મણીરાજ બારોટ પાસેથી પ્રેરણા મેળવ્યા બાદ એક લગ્ન દરમિયાન તેમને ગીત ગાવાની તક મળી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો હતો. તેમ જિગ્નેશે જણાવ્યું હતું.

જિગ્નેશ કવિરાજે અત્યારે સુધીમાં 200થી વધારે આલ્બમ્સમાં ગીતો ગાયા છે જ્યારે 10 જેટલી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી છે.

Follow SBS Gujarati on FACEBOOK


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now