ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે વીકેન્ડ દરમિયાન સિડનીમાં યોજાનારી રેલીને શુક્રવારે મોડી સાંજે મંજૂરી આપી નહોતી. રાજ્યની પોલિસે કોરોનાવાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને રેલીના આયોજકો સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને જેનો કોર્ટે ચૂકાદો આપ્યો હતો.
અઠવાડિયાની શરૂઆતમાં રેલીને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 10 હજારથી પણ વધુ લોકોએ રેલીમાં ભાગ લેવાની તૈયારી દર્શાવતા લોકોના આરોગ્ય પર ખતરો પેદા થાય તેવી શક્યતા સર્જાઇ હતી. તેથી, પોલિસે આયોજકો વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. જેનો જસ્ટિસ ડેસમંડ ફેગને ચૂકાદો આપી તેને રદ કરવા જણાવ્યું હતું.