આગામી 29મી સપ્ટેમ્બર 2019થી શરૂ થઇ રહેલી નવરાત્રી અગાઉ ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટિકલ્ચરલ અફેર્સ મંત્રી ડેવિડ કોલમેને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયના લોકોને શુભકામના પાઠવી હતી.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિાયમાં લગભગ 440,000 હિન્દુઓ વસે છે અને તેઓ દેશના સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. નવરાત્રીના પ્રસંગે અસત્ય પર સત્યના વિજય માટે હું તેમને શુભકામનાઓ પાઠવું છું.

Source: David Coleman/Press Release