ટેક્સ કનેક્ટ એકાઉન્ટટ અમિત ભૂટા જણાવે છે, આગામી ત્રિમાસીક બિઝનેસ એક્ટિવિટી સ્ટેટમેન્ટ (BAS) તૈયાર કરતી વખતે આ બાર સામાન્ય ભૂલોથી બચો.
1. સુપર / સેલેરી દરમિયાન ખોટી રીતે જીએસટી ક્રેડિટનો દાવો કરવો.
BAS ભરતી વખતે વેતન તથા સુપરએન્યુએશનની વિગતો G11માં ન ભરવી. BASમાં વેતનની વિગતો W1માં ભરવી કારણ કે તે G11માં સમાવી શકાય તેવો ખર્ચો નથી. સુપરએન્યુએશન W1માં કુલ વેતન તરીકે સમાવવું જરૂરી નથી.
2. તમામ રોકડ ખરીદી તથા વેચાણનો ઉલ્લેખ કરવાનું ભૂલી જવું.
3. એકાઉન્ટ્સના ચાર્ટમાં ખોટા ટેક્સ કોડ હોવા
ઓનલાઇન એકાઉન્ટીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા પહેલા BAS એજન્ટની મદદથી તમારા ટેક્સ કોડ સેટ કરવા અથવા તમારા એકાઉન્ટટ પાસેથી એકાઉન્ટનો ચાર્ટ માંગવો હિતાવહ છે.
4.તમામ ખર્ચા સામે GSTનો દાવો કરવો
• મોટર વ્હિકલ રજીસ્ટ્રેશન
• બેન્ક ચાર્જીસ
• ASIC ફી
• Paypal વ્યવહારની ફી
• ગૂગલ એડવર્ડ્સ
5. રોજિંદા ખાદ્યપદાર્થો, આરોગ્ય સાથે સંકળાયેલી સર્વિસ અને નિકાસ જેવી GST ફ્રી વસ્તુઓની ખરીદીમાં ખોટો દાવો કરવો. આરોગ્ય સાથે સંકળાયેલી કેટલીક સર્વિસ તથા વસ્તુઓમાં GST સામેલ થતું નથી. માનવીઓ માટેના રોજિંદા ખાદ્યપદાર્થોમાં પણ GSTનો સમાવેશ થતો નથી.
6. GSTનો સમાવેશ કરતી કેટલીક સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ લીધા બાદ GSTનો ઉલ્લેખ ન કરવો.
7. લક્ઝરી કારની નક્કી કરેલી લિમિટ વટાવીને ખરીદાયેલી કાર માટે ક્રેડીટનો દાવો કરવો (GSTનો મહત્તમ દાવો તેની નક્કી કરાયેલી લિમિટ પર જ કરી શકાય), તેની ઉપર ચૂકવાયેલો GST ક્રેડીટ થઇ શકે નહીં.
8.વ્યક્તિગત ખરીદી પર GSTનો દાવો કરવો
વ્યક્તિગત લોન, ડિરેક્ટરની ફી તથા અન્ય કોઇ ખરીદી કે જે વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવી હોય તેને BAS ભરતી વખતે GSTમાં ક્રેડિટ ન કરી શકાય.
9. મૂડી વેચાણને G1 (કુલ વેચાણ) માં ન મૂકવું. તેમાં મોટર વ્હિકલ અને ઓફિસના સામાનના વેચાણનો સમાવેશ થાય છે.
10. યોગ્ય ટેક્સ ઇનવોઇસ ન હોવા છતાં પણ ક્રેડિટનો દાવો કરવો. BAS ભરતી વખતે તમામ ડોક્ટુમેન્ટ્સ હોવા જરૂરી છે તેથી વેપારી પાસેથી નકલી બિલ પણ લેવું હિતાવહ છે.
11. ઇન્સ્યોરન્સ પોલિસીની કુલ રકમ પર ક્રેડિટનો દાવો કરવો ખોટું છે. પ્રિમિયમમાં સ્ટેમ્પ ડ્યુટીનો એક અલગ વિભાગ છે તેને GST લાગુ પડતું નથી (જોકે રીન્યુઅલ ફોર્મમાં GSTનો ઉલ્લેખ કરવો હિતાવહ છે).
12. બિઝનેસે FBTના ઉદ્દેશ્યથી 50/50 ભાગની પદ્ધતિ નક્કી કરી હોવા છતાં પણ મનોરંજનના ખર્ચા પર પૂરી ક્રેડિટનો દાવો કરવો (તે ફક્ત 50% ઇનપુટ ક્રેડિટને મંજૂરી આપે છે).