પ્રાદેશિક વિસ્તાર તરીકેની ઓળખ મેળવવા ગોલ્ડ કોસ્ટનું અભિયાન

નવેમ્બર ૨૦૧૯થી અમલમાં આવી રહેલા રીજનલ વિસાનો લાભ મેળવવા ગોલ્ડ કોસ્ટ પોતાને પ્રાદેશિક વિસ્તારની ઓળખ આપવા માંગે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ માઇગ્રન્ટ્સને ગોલ્ડ કોસ્ટ તરફ આકર્ષવા એક નવું અભિયાન ચાલી રહ્યું છે.

Rural Australia

Avustralya'nın kırsal bögleleri nitelikli göçmen arıyor. Source: SBS

નવેમ્બરથી, પ્રાદેશિક યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ થનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વધારાના એક વર્ષ માટે કામ કરી શકશે.

પ્રાદેશિક ક્ષેત્રોમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે દર વર્ષે 15,000 ડોલરની 1,000 સ્કોલરશીપ પણ મળશે.

જે તે શહેર કે ગામ માટે પ્રાદેશિક વિસ્તાર તરીકે ઓળખાવું ફક્ત વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સ્કિલ્ડ માઇગ્રન્ટ આકર્ષવામાં પણ મદદ કરે છે.

બે નવા પ્રાદેશિક વિઝા હેઠળ 23,000 કુશળ કામદારોને ખેંચી લાવવામાં પણ મદદ કરશે અને આ કામદારો જો ઓછામાં ઓછા ત્રણ વર્ષ પ્રાદેશિક વિસ્તારમાં રહે છે અને કાર્ય કરે છે, તો તેઓ પર્મનન્ટ રેસીડન્સી માટે અરજી કરી શકશે , જે મોટા ભાગના સ્થળાંતરીઓનું અંતિમ લક્ષ્ય હોય છે.

પરંતુ ગોલ્ડ કોસ્ટને આ નવા વિઝા અને નવી યોજનાઓથી કોઈ ફાયદો નહીં થાય કારણ કે સિડની, મેલબોર્ન, બ્રિસ્બેન અને પર્થની સાથે ગોલ્ડ કોસ્ટને એક મોટું વિકસિત શહેર એટલે મેટ્રોપોલિટન ગણવામાં આવે છે.

દરિયાકિનારાઓ પર ઊંચા ઊંચા મકાનો, પહોળા પાકા રસ્તા અને મોટા મોટા મોલ સાથે ગોલ્ડ કોસ્ટ પ્રાદેશિક ઓસ્ટ્રેલિયાની પરંપરાગત છબી સાથે બંધબેસતુ નથી.
Coolangatta at dusk, on Queensland's Gold Coast
Coolangatta at dusk, on Queensland's Gold Coast Source: SBS
વળી ગોલ્ડ કોસ્ટની વસ્તી છે ૬,૦૦,૦૦૦ જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહી છે, અને ગયા વર્ષે ૨.6 ટકાનો વધારો નોંધાયો છે.

ફેડરલ ઇમિગ્રેશન પ્રધાન ડેવિડ કોલમેન કહે છે કે ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં સરેરાશમાં 1.6 ટકાનો વધારો છે ત્યાં ગોલ્ડ કોસ્ટ તો અન્ય મોટા શહેરોને પણ પાછળ પાડી રહ્યું છે.

ગોલ્ડ કોસ્ટની શૈક્ષણિક સંસ્થાઓના એક જુથે દલીલ કરી છે કે આ આંકડા એક અલગ ચિત્ર રજૂ કરે છે.

સ્ટડી ગોલ્ડ કોસ્ટ સંસ્થાએ શહેરના વર્ગીકરણને બદલીને  તેને  પ્રાદેશિક વિસ્તાર કહેવામાં આવે તેવી અપીલ કેન્દ્ર સરકારને કરી છે.
આ ફેરફાર વિના ગોલ્ડ કોસ્ટને આવતા મહિને અમલમાં આવનાર નવા વિઝા અને યોજનાઓનો લાભ નહીં મળે, કારણ કે સ્થળાંતર કરનારા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રાદેશિક ક્ષેત્રે જવા પ્રોત્સાહિત કરતી વખતે તેમાંથી ગોલ્ડ કોસ્ટ બાકાત રહેશે.

સ્ટડી ગોલ્ડ કોસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ આલ્ફ્રેડ સ્લોગ્રોવ કહે છે કે ગોલ્ડ કોસ્ટ માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી માર્કેટમાં ચાર ટકા આકર્ષે છે, જે એડિલેડ જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પણ ઓછું છે.

ગોલ્ડ કોસ્ટ આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા દેશના અન્ય પ્રાદેશિક વિસ્તારો જેટલી જ છે પરંતુ ગોલ્ડ કોસ્ટને મેલબોર્ન અને સિડનીની કેટેગરીમાં મૂકવામાં આવે છે જ્યાં લગભગ 85 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જવાનું પસંદ કરે છે.

સ્ટડી ગોલ્ડ કોસ્ટ, દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ શહેરમાં સ્થાયી થયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કુશળ સ્થળાંતરકારોની સંખ્યાને વધારવાના પ્રયાસમાં ફેડરલ સરકારને શહેરનું વર્ગીકરણ પ્રાદેશિકમાં બદલવા માટે દબાણ કરી રહ્યું છે.
93 per cent of international students suffering poor mental health due to no on-campus study, survey finds
Australia's intake of international students continues to grow. Source: AAP
પ્રોફેસર હેલ્સી, જેમણે 2017 માં કેન્દ્ર સરકાર માટે પ્રાદેશિક, ગ્રામીણ અને દૂરસ્થ શિક્ષણની સમીક્ષા કરી હતી, તેમનું કહેવું છે કે રીજનલ વિસાનો ઉદેશ્ય મોટા શહેરો તરફ થતો ધસારો ઓછો કરવા ઉપરાંત આર્થિક રીતે દેશના નબળા પ્રદેશોને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કુશળ સ્થળાંતરીઓની મદદથી ઉત્તેજીત કરવાનો છે.

પ્રાદેશિક ઓસ્ટ્રેલિયા સંસ્થાના સહ-સચિવ કિમ હ્ફ્ટન ગોલ્ડ કોસ્ટના પ્રાદેશિક ક્ષેત્ર તરીકે ઓળખાવાના અભિયાનને ટેકો આપી રહ્યા છે

તેમણે સૂચન આપ્યું કે સરકાર પ્રાદેશિક વિસ્તારની પરિભાષામાં અન્ય આંકડા પણ ધ્યાનમાં લેવા જોઈએ, જેમ કે ઊંચા વેતન વાળી નોકરીઓની સંખ્યા, મકાનોના ભાવો અને વેતન.

 

 


Share

Published

Updated

By Rosemary Bolger
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service