દરવર્ષે ઓસ્ટ્રેલિયા આવવા હજારો અરજીઓ ઓસ્ટ્રેલિયન સરકારને મળે છે. જેમની કેટલીક સફળ થાય છે. પણ ઘણી અરજીઓ ખોટો વિગતો ના કારણે કે નિર્દોષ ભૂલોના કારણે નકારવામાં આવે છે. ઇમિગ્રેશન અંગે ઓસ્ટ્રેલિયન સરકાર ખુબ જાગૃત છે અને કડક છે આથી સરળ અરજી માટે આ રહી કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો
1 –આધાર -પુરાવા મહત્વના છે.
રોજગારકે પારિવારિક કે વ્યવસાય કોઈપણ શ્રેણીમાં વિસાની અરજી કરવામાં આવે તો પણ આધાર પુરાવા રજુ કરવા જરૂરી છે.
જેમકે સાચી રિલેશનશિપ ની માહિતી, નિકરી રોજગાર અંગે જરૂરી લાયકાત અને અનુભવનો પુરાવો અને વ્યવસાય વિસા માટે સંપત્તિનો પુરાવો જરૂરી છે.
આ ઉપરાંત પાર્ટનર વિસા માટે દમ્પત્તિનું સંયુક્ત બેન્ક એકાઉન્ટ, કામકાજની યોગ્ય વહેંચણી ના પુરાવા, આર્થિક જવાબદારીઓ અંગેના પુરાવા મુખ્ય છે જયારે વ્યવસાયિક વિસા માટે જણાવવામાં આવેલ તમામ સંપત્તિ વ્યક્તિના નામે હોવી જોઈએ નહિ કે કમ્પની કે ટ્રસ્ટના નામે.
અમુક વ્યાવસાયિકો માટે કમ્પની કે ટ્રસ્ટના કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરથી તકલીફ ઉભી થઇ શકે છે.

It's important to provide evidence to back up all of your claims. Source: Public Domain
આપે અરજીમાં આપેલ તમામ વિગતોને ડિપાર્ટમેન્ટ વડે ક્રોસ ચેક કરવામાં આવે છે. આથી અરજીમાં જણાવેલ દરેક વિગતો હકીકત સાથે સુસંગત હોવી જોઈએ જો કોઈ વિગતો અસંગત પ્રાપ્ત થાય તો તેને અપ્રમાણિકતા ગણવામાં આવે છે અને આપની અરજી રદ પણ થઇ શકે છે.
3 - ચોક્કસ રહો
તમામ તજજ્ઞો ચોક્કસાઈને ખુબ મહત્વ આપે છે. અરજદાર ને એજન્ટ બંને માટે ચોક્કસાઈ ખુબ જરૂરી છે. આપે અરજીમાં જણાવેલ વિગતો સાચી છે અને તેને ક્રોસ ચેક કરેલ છે તેની ચોક્કસાઈ કરવી જરૂરી છે જેથી અરજીનો ખર્ચ અને પ્રક્રિયા સમય બચાવી શકાય.
4 – પ્રમાણીક બનો
અપ્રમાણિકvigto સાથે અરજી કરનારે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે. અમુક કેસમાં આપને ભવિષ્યમાં અરજી કરવા પર જ પ્રતિબંધ લાગી શકે છે. આપે આપેલ વિગતો કેટલી સાચી છે તેની ખરાઈ કરવા સરકાર વિવિધ રીતો અપનાવી શકે છે. આથી કોઈ વાત છુપાવીને આપ આપનુંજ નુકસાન કરો છો 

It's important to be honest in all your visa applications, experts told us. Source: Public Domain
5 –આયોજનબદ્ધ રહો
આપની અરજી જરૂરી ફોર્મ સાથે નિયમબધ્ધ, ક્રમબદ્ધ દસ્તાવેજો અને પુરાવા સાથે હોવી જોઈએ જેથી અરજીની ચકાસણી ની પ્રક્રિયામાં સરળતા રહે. જરૂર લાગે તો આપ મહત્વની વિગતોને હૈ લાઈટ કરી શકો છો.
જો આપ ઓનલાઇન અરજી કરતા હોવ તો દરેક દસ્તાવેજ ને જે -તે નામ સાથે જ અપલોડ કરવા.
આપના માટે જરૂરી છે કે જે દસ્તાવેજનું ભાષાંતર કરાવવામાં આવ્યું હોય તેની અસલ અને ભાષાંતરની એમ બંને કોપી મુકવી.

Good organisation and clear labeling will assist your case officer and your application. Source: AAP
6 – Be aware of inconsistent public records and social media profiles
આપની અરજીની ખરાઈ કરવા ડિપાર્ટમેન્ટ આપના જાહેર રેકોર્ડ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલને ચકાસી શકે છે અને જો કોઈ અસંગતતા જણાય તો આપણી અરજી નકારાઈ શકાય છે. અમુક કિસ્સાઓમાં શક્ય છે કે સામાજિક કે વ્યક્તિગત કારણોસર આપે અમુક બાબતો સોશિયલ મીડિયા પર ન જણાવી હોય, તો આપે તે અંગે અરજીમાં જરૂર વર્ણન કરવું. ડિપાર્ટમેન્ટ વિવિધ રીતે આપની અરજીની ખાસયિ કરી શકે છે.

Information on public social media profiles which is inconsistent with information in your application could cause headaches. Source: Public Domain
7 – સમયસીમા અંગે જાગૃત રહો
વિવિધ વિસા અરજીઓ માટે સરકાર વડે જરૂરી સમય આપવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં થોડી છૂટ પણ અપાય છે. પણ , આપના માટે સમયસીમાનું પાલન કરવું અનિવાર્ય છે. જેમકે અમુક વિસા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાનું પરિણામ અમુક સમયમાંજ સબમિટ કરવું, મેડિકલ રિપોર્ટ નિયત સમયમાં દાખલ કરવા વગેરે .
8 –અટેંશન ટુ ડિટેઇલ
ઝીણી ઝીણી વિગતો ને જો ધ્યાન માં લેવામાં ન આવે તો ઘણી વાર વિગતો ગેરમાર્ગે દોરનાર બને છે અને વિસાની અરજી નકારાઈ શકે છે આથી અટેંશન ટુ ડિટેઇલ ખુબ જ જરૂરી છે.
9 – સાચી વિસા શ્રેણી હેઠળ અરજી કરો
આ વાત ખુબ જ પ્રાથમિક જરૂરતો લાગે છે પણ ઘણા લોકો સાચી વિસા શ્રેણી જાણવામાં થાપ ખાઈ જાય છે. જેમકે આપ જો લમ્બો સમય ઓસ્ટ્રેલિયામાં રહેવા ઇચ્છતા હોવ તો આપ એવા વિસા સાથે આવો કે જે આપણે બ્રીજીંગ વિસાનો વિકલ્પ આપે, જો આપ કાયમી નિવાસી બનવા ઇચ્છતા હોવ તો ટુરિસ્ટ વિસા પર ન આવવું.
દરેક વિસા શ્રેણીના નિયમો અલગ અલગ છે જેનો પૂરો અભ્યાસ કાર્ય બાદ જ અરજી કરવી
10 – માઈગ્રેશન એજન્ટની મદદ લેવી
આપ જે માઈગ્રેશન એજન્ટની મદદ લેવા ઇચ્છતા હોવ તે રજીસ્ટર એજન્ટ હોવો જરૂરી છે. એજન્ટની મદદ થી અરજીની પ્રક્રિયા માટે સલાહ , માર્ગદર્શન મળે છે અને આખી પ્રક્રિયા ખુબ સરળ બને છે. પણ આ જરૂરત નથી, વ્યક્તિ વ્યક્તિગત રીતે પણ અરજી દાખલ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન સરકાર પાસે રજીસ્ટર એજન્ટની યાદી છે જેઓ કોડ ઓફ કન્ડક્ટ થી બંધાયેલ છે. જો તેમનો વ્યવયાર નિયમોનુસાર ન હોય તો તેમના વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી શકાય છે.