ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયન સરકારે 1લી જુલાઈ 2017 થી નવી હંગામી સ્પોન્સર્ડ વાલી વિસા શ્રેણી અમલમાં મુકવાની જાહેરાત કરી છે. સરકારનું માનવું છે કે આ નવી શ્રેણી એ વર્તમાન જોગવાઈઓ સામે યોગ્ય વિકલ્પ પૂરો પડી શકશે.
હાલમાં ઓસ્ટ્રેલિયામાં વાલી વિસા માટે બે વિકલ્પો છે :1) નોન કોન્ટ્રીબ્યુટરી જેમાં વિસા ફી ઓછી છે પણ પ્રક્રિયા પુરી થવામાં 18 થી 30 વર્ષનો સમય લાગે છે. 2)કોન્ટ્રીબ્યુટરી વિસા ફી ખુબ મોંઘી છે પણ પ્રક્રિયા સમય બે વર્ષ સુધીનો જ છે.
આ ઉપરાંત સામાન્ય પ્રવાસી વિસા શ્રેણીઓ વિકલ્પ પણ વાલીઓમાટે છે જેમાં ફી ઓછી છે અને વાલીઓ 3 મહિનાથી 12 મહિના સુધી રહી શકે છે.
થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયન પ્રોડક્ટિવિટી કમિશન વડે જાહેર કરાયેલ અહેવાલમાં વાલી વિસા ફી માં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. આ અહેવાલમાં જણાવાયું છે કે વાલીઓ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં યોગદાન આપી શકતા નથી અને સરકારી લાભો લે છે.
આ અહેવાલની વિગતો અંગે વિવિધ સમુદાયોએ ઘેર પ્રતિભાવ આપ્યા છે.
સરકાર હવે એવો રસ્તો શોધી રહી છે જેથી બંને પક્ષોની દલીલો વચ્ચે સંતુલન સાધી શકાય. વળી, વાલીઓ માટે નવી વિસા શ્રેણી અંગે સરકારે ચૂંટણી દરમિયાન વચન પણ આપ્યું હતું .
આ વીસ શ્રેણીના અમલીકરણની વિગતો નક્કી કરવા માટે સરકાર સૂચનો મંગાવી રહી છે.
નવા વાલી વિસા અંગે જાણવા જેવા કેટલાક મહત્વના પ્રસ્તાવો:
1. આ વિસા "વાજબી" હશે અને આ શ્રેણી હેઠળ વધુમાં વધુ 5 વર્ષ સુધી રહી શકાશે
આ વિસા હંગામી રહેશે અને ઓસ્ટ્રેલિયાના કાયમી સ્થાનાંતર કાર્યક્રમ સાથે તેને જોડવામાં નહિ આવે. આ શ્રેણીના વિસાધારક વધુમાં વધુ 5 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે . આ વિસા રીન્યુ કરાવી શકાશે.
આ વિસા શ્રેણી અંગેના ચર્ચા પત્રમાં જણાવાયું છે કે , વાલીઓને વ્યક્તિગત ક્ષમતા આધારિત 1,3 કે 5 વર્ષના વિસા આપવામાં આવશે. કેટલી અવધિના વિસા આપવા તે નક્કી કરવા સંતાનોની સ્પોન્સર કરવાની ક્ષમતા , વાલીઓની ઉંમર અને તંદુરસ્તી અને કેટલો સમય રહેવાની અરજ કરવામાં આવી છે જેવા પાસાઓ મુખ્ય રહેશે .
આ વિસા શ્રેણીની ફી હજુ નક્કી નથી કરવામાં આવી પણ સરકારનું કહેવું છે કે તે વ્યાજબી હશે.
2 - કાયમી સ્થળાંતર માટે અરજી કરવાની કોઈ જરૂર નથી
આ વિસા હંગામી રહેશે અને ઓસ્ટ્રેલિયાના કાયમી સ્થાનાંતર કાર્યક્રમ સાથે તેને જોડવામાં નહિ આવે.
3 - વિસાધારક કોઈપણ આરોગ્ય કે કલ્યાણકારી યોજનાઓનો લાભ નહિ લઇ શકે
આ શ્રેણીના વિસાધારકો કોઈપણ સરકારી કલ્યાણની કે આરોગ્યની સેવાઓનો લાભ નહિ લઇ શકે. આ શ્રેણી હેઠળના વિસાનો એકમાત્ર ઉદેશ વાલીઓ પોતાના સંતાનો સાથે રહી શકે અને સરકારને વધારાનો બોજો ન આવે તેવો છે.
4- વિસાધારક માટે ખાનગી સ્વાસ્થ્ય વીમો ફરજીયાત રહેશે
સરકારનું માનવું છે કે ઓસ્ટ્રેલિયન કંપનીઓ ઓસ્ટ્રેલિયાની સ્વાથ્ય જરૂરતોથી વાકેફ છે આથી આ શ્રેણીના વિસાધારકે ઓસ્ટ્રેલિયન ખાનગી કંપની પાસેથી ઓસ્ટ્રેલિયા આવતા પહેલા સ્વાસ્થ્ય વીમો એવો ફરજીયાત રહેશે .
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના અન્ય વિસા જેમાં 6 મહિનાથી વધુ રોકાણની જોગવાઈમાં મેડિકલ તપાસ જરૂરી છે, તે જોગવાઈ આ શ્રેણી હેઠળ પણ અમલમાં આવી શકે.
સ્વાસ્થ્યને લગતી જોગવાઈઓ અને તેના અમલીકરણ માટે સરકાર મંતવ્યો મંગાવી રહી છે.
5 - સંતાનોએ ફરજીયાત વાલીઓને સ્પોન્સર કરવા રહેશે
આ નવી વિસા શ્રેણી હેઠળ સંતાનોએ વાલીને સ્પોન્સર કરવા ફરજીયાત છે.
સ્પોન્સર કરનારે તેઓ ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને અહીંના અર્થતંત્રમાં તેમનું યોગદાન છે તેવા પુરાવા આપવા તેવો પ્રસ્તાવ છે. આ પુરાવામાં આવકનો દાખલો, મિલ્કતની માલિકીના પ્રમાણ આપી શકાય.
આ ઉપરાંત સ્પોન્સર તેમના વાલીઓને સપોર્ટ કરી શકશે અને તેઓનો કે અરજદારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી તેની પણ તપાસ કરાય તેવી યોજના છે.
ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં લાંબા સમયથી યોગદાન આપનારને પ્રાથમિકતા આપવામાં આવશે.
6 - વિઝા મેળવવા માટે બોન્ડ ચૂકવવાપાત્ર હોઈ શકે છે
આ વિસાશ્રેણી હેઠળ આકસ્મિક ખર્ચ સામે સલામતી તરીકે બોન્ડ ભરવો પડી શકે છે. આ બોન્ડ કેટલી રકમનો હશે અને કેવી રીતે ભરવાનો રહેશે તે અંગે નિર્ણય નથી લેવાયો.
7 – અંગ્રેજીભાષાનું જ્ઞાન એક જરૂરત તરીકે રાખી શકાય
ઓસ્ટ્રેલિયન સમુદાય સાથે ભળવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે અને આથી જ ભાષાને લગતી જોગવાઈ આ નવી શ્રેણી હેઠળ મૂકી શકાય છે.
8- કામ કરવાના હક્ક અંગે હજુ નિર્ણય નથી લેવાયો
આ વિસા શ્રેણી અંગેના ચર્ચાપત્રમાં વિવિધ વિષયો પર ખાસ જોગવાઈઓની દરખાસ્ત છે પણ અહીં આવનાર વાલીઓના કામ કરવાના એટલે કે રોજગારીને લગતા હક્ક અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
9 - તે અમર્યાદિત હોઈ શકે છે
આ શ્રેણી અંગેના ચર્ચાપત્રમાં, કેટલા વાર્ષિક વિસા મજુર કરવા તે અંગે પણ કંઈજ જણાવાયું નથી. હાલમાં અંદાજે 8000 જેટલા વાર્ષિક વાલી વિસા મંજુર કરવામાં આવે છે. જોકે આ અંગેની માંગ ખુબ જ છે. સાથે લાંબો સમય રાહ ન જોવી પડે તેવી જોગવાઈઓ કરવાની માંગ પણ છે.
આ ચર્ચાપત્રમાં લોકો પાસે મત માંગવામાં આવ્યો છે કે વાર્ષિક કેટલા વિસા મજુર કરવા.
10 - વય મર્યાદા લાગુ થઈ શકે છે
આ શ્રેણી અંગેના ચર્ચાપત્રમાં પૂછવામાં આવ્યું છે કે આ શ્રેણી હેઠળshu કોઈ વય મર્યાદા રાખવી જોઈએ? અને જો હા તો તે શું રાખવી? વય મર્યાદા નિર્ધારિત કરવાના લાભ અને નુકસાન બંને છે.
11 - આ બાબત ગૂંચવણભરી થઇ શકે છે
કેટલાક ગુંચવણભર્યા પ્રશ્નો અંગે સરકાર અભિપ્રાયો માંગી રહી છે જેમાં - જો વાલીઓને સ્પોન્સર કરનાર સંતાનનું વાલીઓના રોકાણ દરમિયાન મૃત્યુ થાય તો શું કરવું? શું માઇનોર બાળકના બદલામાં વાલીઓ સ્પોન્સરર બની શકે ? જો હા તો તેમની શું ફરજો અને જવાબદારીઓ હોય?
12 - તમે તમારો અભિપ્રાય કહો
આ શ્રેણી અંગે સરકાર લોકો પાસેથી સૂચનો, મંતવ્યો, અભિપ્રાયો મંગાવી રહી છે, જે 31 ઓક્ટોબર 2016 (AEDT) સુધીમાં મોકલવાના રહેશે.
ઇમિગ્રેશન અને સીમાસુરક્ષા વિભાગનું કહેવું છે કે અભિપ્રાયો - સૂચનો મળશે તેને વહેલી તકે સાર્વજનિક કરાશે. જોકે તેમાં સૂચન કરનારની વ્યક્તિગત માહિતી કે ઓળખ જાહેર કરવામાં અહીં આવે.