દક્ષિણ ભારત ના બેંગ્લોર શહેર માં સવારે 3 વાગ્યા નો સમય , અને હજારો લોકો એક મોટા રસોડામાં કામે લાગ્યા છે !! શા માટે જાણો છો ? કેમકે થોડા જ કલાકો માં તો 100,000 જેટલા સ્વાસ્થ્યવર્ધક અને ગરમ ભોજન શાળા ના બાળકો માટે તૈયાર કરી દેવાનું છે.
અક્ષારપત્ર સંસ્થા ના આ રસોડા માં દાળ, શાકભાજી અને મસાલાઓ ને એક મોટા વાસણ માં ભેગા કરી સંભાર બનાવાય છે અને સાથે સેકડો કિલોગ્રામ ભાત પણ રંધાય છે.
આ પ્રકાર ના રસોડા આ સંસ્થા ભારત ના વિવિધ10 જેટલા રાજ્યો માં ચલાવે છે .
શાળા ના દરેક ચાલુ દિવસે સરકારી કે અન્ય સહાય વડે આ સંસ્થા 1,500,000 બાળકો ને ભોજન પૂરું પડે છે .
સંસ્થા ના અને ઇસ્કોન મંદિર બેંગ્લોર ના પ્રમુખ મધુ પંડિત દાસ કે જણાવે છે કે તેઓએ1500 બાળકો થી જયારે શરૂઆત કરી હતી ત્યારે તેમને આ કાર્યક્રમ માં 1,500,000 ને આવરી લેવાશે તેની ખાત્રી ન હતી. તેઓ માને છે કે આ કાર્યક્રમ નો હેતુ જ મહત્વ નો છે અને ભગવાન આ માટે શક્તિ આપે છે.
જોકે આ હેતુ સાધવા તેઓએ ભારતીય ટેકનોલોજી કંપનીઓ ના કેટલાક તેજસ્વી લોકો ને પુરવઠો પૂરો પડવો, નવીનતા લાવવી અને લોજીસ્ટીક્સ જેવા વિષયો માટે ઉપયોગ માં લીધા છે જેથી ટેકનોલોજી ની મદદ થી વધુ માં વધુ બાળકોને ભોજન પૂરું પડી શકાય .
ચીફ પ્રોજેક્ટ ઓફિસર આર. મદન જણાવે છે કે અહી કરુણા અને કોર્પોરેટ કાર્ય ક્ષમતા ના સમન્વય થી સફળતા હાસિલ કરાય છે.
સવારે 8 વાગતા તો હીટ ઇન્સુલેટેડ ટ્રક માં ભોજન વિવિધ શાળાઓ તરફ જવા તૈયાર છે. ટાઇમ મેનેજમેન્ટ ખુબ જ મહત્વ નું પાસું છે આ યોજના નું અને જે હાવર્ડ યુનીવર્સીટી ખાતે અભ્યાસ નો એક વિષય રહ્યો છે. જેવી ભોજન ની ટ્રક વિતરણ માટે નીકળે કે તરત જ બનાવાયેલ ભોજન ના એક ભાગ ને સેમ્પલ તરીકે લેબોરેટરી ખાતે પરિક્ષણ માટે મોકલવામાં આવે છે, જેથી ભોજન સુરક્ષિત છે તેની ખાતરી કરી શકાય .
યશવંતપુરમ ની સરકારી શાળા ના શિક્ષક જણાવે છે કે અક્ષયપાત્ર ભોજન યોજના થી બાળકો શાળા એ નિયમિત આવે છે, કુપોષણ ધરાવતા બાળકો નું વજન વધ્યું છે અને તેઓ અભ્યાસ માં ધ્યાન આપી શકે છે. આ ઉપરાંત શાળા છોડવાના દર માં પણ ઘટાડો જોવા મળ્યો છે.
અક્ષયપાત્ર એટલે જેમાંથી અવિરત ભોજન મળે . તો અહી બાળકો જેટલું ઈચ્છે તેટલું ખાઈ શકે છે. બગાડ કરવાની મનાઈ છે.
વર્ષ 2001 માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરેલો કે દરેક સરકારી અને સરકારી સાથે સહભાગી થયેલ પ્રાથમિક શાળાઓ માં બાળકો ને રાંધેલું મધ્યાહ્ન ભોજન મળવું જોઈએ . જેમાટે 120,000,000 બાળકો લાયક છે. આ ક્ષેત્રે જુદી જુદી બિનસરકારી સંસ્થાઓ વડે આપવામાં આવતા ભોજન ની ગુણવત્તા અલગ અલગ છે.
આ ક્ષેત્રે અક્ષરપાત્ર સંસ્થા વિકાસ કરવા માંગે છે જેથી સમગ્ર ભારત ને આ યોજના માં આવરી શકાય . વર્ષ 2020 સુધી માં સંસ્થા નો ધ્યેય પ્રતિ દિવસ 5000,000 બાળકો ને ભોજન કરાવવાનો છે . સંસ્થા ના પ્રમુખ મધુ પંડિત દાસ ને આ કાર્ય માટે ભારત ના સર્વોચ્ચ નાગરિક સન્માન માંના એક પુરસ્કાર થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
મંદિર
Share

