વેસ્ટ ઇન્ડીઝે ભારત ને 7 વિકેટે હરાવી ને ભારત ને વર્લ્ડ કપ થી બહાર ફેંકી દીધું છે. અને ફાઈનલ માં પોતાની જગ્યા બનાવી છે
ભારત સામે 193 રન સુધી પહોચવાની શરૂઆત તો વેસ્ટ ઇન્ડીઝ ની સારી ન હતી. શરૂઆત માં જ ક્રીસ ગેલ ની મહત્વ ની વિકેટ ગુમાવી , ત્યાર બાદ પારી સાંભળી ચાર્લ્સ (52) અને સિમોન્સ (82*) ની જોડી એ , અને તેમાં ઉમેરો કર્યો રસેલ ના 43 રને. અને તેઓ જાણે ફરી રમત માં પરત ફર્યા
ભારતના હાલ ના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ના અણનમ 89 રન બરબાદ થયા , કેમકે વેસ્ટ ઇન્ડીઝે ભારત ને 7 વિકેટે હરાવ્યું અને રવિવારે તે ઈંગ્લેડ સામે ફાઈનલ મેચ રમશે
ભારતીય બલ્લેબાજો એ પોતાની જવાબદારી પૂરી નિભાવી છતાં રમત માં હાર નો સામનો કરવો પડ્યો . આ રહી 3 મોટી ભૂલો
ભૂલ 1 : જોહ્ન્સન ચાર્લ્સ અને લેન્ડલ સિમોન્સ ની ભાગીદારી ન તોડી શકવી
ભારતીય બોલરો ની નિષ્ફળતા ના લીધે મજબુત જોડી ચાર્લ્સ અને સિમોન ને ન તોડી શકાઈ . સિમોન તો બબ્બે વખત આઉટ થયો પણ, તે "નો બોલ " હતા. પછી તો તેણે જીત ના રન નો પીછો પોતાની બાઉન્ડ્રી વડે આસાની થી કર્યો
ભૂલ 2 : બોલરો ની નિષ્ફળતા
નબળી બોલિંગ ના લીધે કેરેબિયન બલ્લેબાજો ને આસાની થઇ ગઈ, જુઓ આ અંકો :
ભૂલ 3 : ભારત ના 192 રન

ભારતે ટોસ હાર્યો અને મેચ ના બીજા ભાગ માં પીચ સ્પીન બોલરો ની તરફેણ માં ન હતી. આ કારનો થી 30-35 રન ઓછા બનાવાયા હતા. અજીન્ક્ય રાણે ની ગતી ના લીધે પણ ધીમા પડયું હતું. તેનો સ્ટ્રીક રેટ 114.90 રહ્યો હતો. ભારત ને 220-230 જેટલા રન ની જરૂર હતી, આ વાત કપ્તાન ધોની એ પણ પાછળ થી સ્વીકારેલ
આ હાર બાદ સચિન તેન્ડુલકર ની ટ્વીટ:
રવિવારે ફાઈનલ માં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝ નો મુકાબલો છે. વિજેતા ટીમે ભારત સામે ના વિજય ને "ચેમ્પિયન " ડાન્સ વડે ઉજવી
#WI do the #Champion dance straight after sealing their spot in the #WT20 Final! #INDvWI pic.twitter.com/56vDC9Afe7 — ICC (@ICC) March 31, 2016