SKIP TO MAIN CONTENT

7 વર્ષીય ટોય રીવ્યૂઅર યૂ-ટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરતો વ્યક્તિ

રાયનના 17 મિલિયનથી વધારે ફોલોઅર્સ, 26 બિલિયન વખત તેની ચેનલ જોવામાં આવી.

Ryan tries out a new toy.
Ryan tries out a new toy. Source: YouTube - Ryan ToysReview

2 min read

Published

Presented by Vatsal Patel


Skip to article content

7 વર્ષીય ટોય રીવ્યૂઅર યૂ-ટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરતો વ્યક્તિ બની ગયો છે. તેણે એક વર્ષમાં 29.8 મિલિયન ડોલરની કમાણી કરી છે.

તાજેતરમાં જ ફોર્બ્સે યૂ-ટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરતા વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી. તેમાં રાયન ટોય્સ રીવ્યૂને પ્રથમ સ્થાન મળ્યું હતું.

2015માં ચેનલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં તેના 17 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે અને 26 બિલિયન જેટલા વ્યૂ મળ્યા છે.ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, ચેનલને વીડિયો અગાઉ આવતી જાહેરાતો દ્વારા કમાણી થઇ છે. વીડિયોમાં રાયન વિવિધ પ્રકારના રમકડાંનો રીવ્યૂ કરતો જોવા મળે છે. તમામ વીડિયોમાં તેનું અંતિમ નામ અને તેનું સ્થળ જાહેર કરવામાં આવતું નથી.

રાયનના પરિવારે 2015માં તે જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે આ ચેનલ શરૂ કરી હતી અને ત્યારથી દરરોજ તેઓ વીડિયો અપલોડ કરે છે.

ટેલીગ્રાફના જણાવ્યા પ્રમાણે, જ્યારે રાયન રમકડાં રમવાનું બંધ કરશે ત્યારે તેઓ આ ચેનલ બંધ કરશે. તેની કુલ કમાણીના 15 ટકા જેટલા રૂપિયા બેન્કમાં જમા કરવામાં આવે છે જે તે વયસ્ક બનશે ત્યારે કામમાં લેવાશે.

જેક પોલ ફોર્બ્સની આ યાદીમાં 29 મિલિયન ડોલરની કમાણી સાથે બીજા ક્રમે છે.

Youtuber reviews a dinosaur toy.
Ryan reviews a dinosaur toy. Source: YouTube

27 મિલિયન ડોલરની કમાણી સાથે ડ્યુડ પરફેક્ટ ત્રીજા ક્રમે, 25 મિલિયન ડોલર સાથે ડેનિયલ મિડલટન ચોથા ક્રમે અને મેક-એપ આર્ટિસ્ટ જેફ્રી સ્ટાર 24.4 મિલિયન ડોલરની કમાણી સાથે પાંચમાં ક્રમે આવે છે.

આ વર્ષની શરૂઆતમાં, રાયને પોતાની રમકડાંની ચેઇન વોલમાર્ટ શરૂ કરી હતી. તેની વિવિધ પ્રકારની વસ્તુઓ અમેરિકામાં વોલમાર્ટના 2500થી વધારે સ્ટોરમાં ઉપલબ્ધ છે.

ફોર્બ્સ જૂન 1, 2017થી જૂન 1, 2018 સુધી ટેક્સ, એજન્ટ, મેનેજરની ફી કાપ્યા અગાઉની કમાણીના આધારે યાદી બહાર પાડે છે.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now