કેન્દ્ર સરકાર વડે ચુકવણી સાથેની પેરેન્ટલ લિવ સીમિત કરવાની યોજના

કેન્દ્ર સરકાર વડે ચુકવણી સાથેની પિતૃત્વની રજામાં ઘટાડો કરતા નિર્ણયથી હજારો ગર્ભવતી મહિલાઓને આર્થિક રીતે અસર થશે.

A woamn seven months into her pregnancy holds her stomach

A woamn seven months into her pregnancy holds her stomach Source: Press Association

ચુકવણી સાથેની પેરેન્ટલ લિવ સીમિત કરવાની યોજનાને કાયદો બનાવવાનો મુદ્દો  સંસદ સામે છે, જેને ઝડપથી અંતિમ રૂપ આપી જાન્યુઆરી મહિના સુધી તે અમલમાં આવશે. જેનો અર્થ એમ છે કે ગર્ભવતી મહિલાઓ કલ્યાણના લાભથી વંચિત રહેશે.

લેબર પક્ષનું કહેવું છે કે જો નવા વાલીના નોકરીદાતા તેમને ચુકવણી સાથેની રજા આપશે, તો સરકાર વડે ચુકવવામાં આવતી 18 અઠવાડિયાની રજાઓમાં ઘટાડો થશે. 

લેબર પક્ષના નેતા બિલ શોર્ટનનું કહેવું છે કે આ બાબત અસ્વીકાર્ય છે.

"નર્સ અથવા દુકાન પર મદદનીશ તરીકે કામ કરતા અથવા અન્ય લોકો જેઓએ પેઇડ પેરેંટલ લાભ મેળવવા  શરતોમાં  વાટાઘાટ કરી હોય, પગાર વધારાને જતો કર્યો હોય તેવા લોકો ન્યુનતમ ચુકવણી સાથેની પેરેન્ટલ લિવ ન મળતા અટકાઈ ગયા જેવું અનુભવશે."

ગઠબંધન સરકારનું કહેવું છે કે આ બદલાવથી ગર્ભવતી મહિલાઓ નોકરીદાતા અને સરકાર બંને પાસે આર્થિક કલ્યાણના લાભ મેળવે છે, તે રોકવા માટે જરૂરી છે.

પરંતુ શ્રી શોર્ટનનું કહેવું છે કે આ બદલાવથી માત્ર નુકસાન જ થશે.

"શું સરકાર પાસે ઓસ્ટ્રલિયાની આર્થિક સંકળામણને દૂર કરવા માટે આજ માત્ર રસ્તો છે, જેમાં એકબાજુ કામકાજી માતાઓની કામ કરવાની પરિસ્થતિમાં સમાધાન કરવું પડે તેમ છે તો બીજી બાજુ કેવી રીતે તેમની પાસે લખપતિઓને અને બહુરાષ્ટ્રીય કમ્પનીઓને ટેક્સમાં છૂટ આપવાનું પ્રાવધાન છે ?"

વિરોધપક્ષના પરિવાર બાબતોના પ્રવક્તા જેની મેક્લીનનું કહેવું છે કે હાલમાં 40 થી 50 હાજર મહિલાઓ ગર્ભવતી છે અને તેઓને અંદાજે $12,000 જેટલી રકમ ઓછી ચૂકવાઈ શકે. સુશ્રી જેની મેક્લીનનું કહેવું છે કે આ બદલાવ થી તેઓને કઠોર નિર્ણયો લેવા પડશે.

"ઓછી ચુકવણી સાથેની પેરેન્ટલ લિવના કારણે મહિલાઓએ ઝડપથી કામે જવું પડશે, કેમકે તેઓને આર્થિક પક્ષે જરૂરત હશે, અને આનો અર્થ એમ થયો કે તેઓ પોતાના બાળક સાથે ઓછો સમય વિતાવી શકશે. અથવા જો તેઓ ઘરે રહેવાનું પસંદ કરે તો તેઓને હજારો ડોલરની ખોટ થાય."

સમાજસેવા વિભાગના મંત્રી ક્રિસ્ટીઅન પોર્ટરનું કહેવું છે કે અડધાથી વધુ લગભગ 90,000 જેટલા વાલીઓ જે આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તેઓને આ બદલાવની અસર નહિ થાય. 

શ્રી પોર્ટરનું કહેવું છે કે એક વાલી જે $140,000 વાર્ષિક આવક ધરાવતા હોય તો, તેઓ સરકારી અને નોકરીદાતા તરફથી $44,000 થી વધુ આર્થિક કલ્યાણના લાભ મેળવી શકશે.

પેરેન્ટહુડ નામક હિમાયતી જૂથના વકીલ સુશ્રી જો બ્રિસકીએ શકાય ન્યુઝને જણાવ્યું કે સરકારનો પ્રસ્તાવ પરિવારો પર કારણવગર દબાણ લાવશે

"આ બદલાવ થી મહિલાઓને તેઓની આશા કરતા ખુબ વહેલા, તેમની તૈયારી કરતા ખુબ વહેલા કામ પર જવા દબાણ કરશે . આ પગલાંથી પરિવારો પર આર્થિક દબાણ વધશે, ખાસ કરીને તેઓએ ચાઈલ્ડ કેરની શોધ કરવી પડશે જો તેઓએ કામ પર ફરી જવું હોય તો , અને આ માટે તેઓએ કોઈ યોજના ન બનાવી હોય તો. આ બદલાવમાં કઈ જ સારી વાત નથી."


લેબર પક્ષનું કહેવું છે કે સેનેટના ક્રોસબેન્ચર આ પહેલનો વિરોધ કરશે.







Share

Published

Updated

By Harita Mehta, Sonja Heydeman

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service