Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારત - ઇઝરાયેલ સંબંધોમાં નવો અધ્યાય

ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાનની વિશેષ આગતા સ્વાગતા

Indian PM in Israel
Indian Prime Minister Narendra Modi, (L), and Israeli Prime Minister Benjamin Netanyahu, (R), embrace at the end of making joint statements to the press. Source: AAP

"આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત" હિન્દીમાં આ શબ્દો ઉચ્ચારી, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો, એ સાથેજ બંને દેશ વચ્ચેના સંબંધોનો એક નવો અધ્યાય શરુ થયો.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ઇઝરાયેલના પાટનગર તેલ અવીવ પહોંચ્યા ત્યારે ઇઝરાયેલ સરકારે એમના સ્વાગતમાં અનેક શિષ્ટાચાર પડતા મુખ્ય હતા. વડાપ્રધાન નેતન્યાહુ મોદીને આવકારવા પોતે વિમાનમથકે હાજર રહ્યા અને એરપોર્ટ નજીક જ મોદીના માનમાં લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું . મોદીના આ સ્વાગત સમારંભ માં ઇઝરાયેલ સરકારના અનેક આગેવાનો તથા લશ્કરી અધિકારીઓ હાજર હતા. આ તમામ સાથે મોદીનો પરિચય કરાવવા માં આવ્યો.

આને આરબ રાષ્ટ્રો સાથેના સંબંધની અસર કહો કે બીજું કઈ 1992 માં ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ સ્થપાયા પછી પણ અત્યાર સુધી ભારતના કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન ઇઝરાયેલની મુલાકાતે ગયા નથી. જો કે મોદી એ વડાપ્રધાન બન્યા પછી તરત જ ઇઝરાયેલ સાથેના સંબંધ વિકસાવવા પર જોર આપ્યું હતું.

મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ખાસ તો ડ્રિપ ઇરીગેશન સહીત ખેતીની વિવિધ પદ્ધતિની જાણકારી માટે એમણે ઇઝરાયેલની મુલાકાત લીધી હતી. એ પછી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઇઝરાયેલી ટેક્નિક થી ખેતી શરૂ થઇ છે.

મોદી અને નેતન્યાહુએ તેમના સંયુક્ત ઉચ્ચારણ માં ઇઝરાયેલી ટેક્નોલોજી અને ભારતીય ટેલેન્ટના સંયોજનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો

ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભરાતીય વડાપ્રધાન તરીકે મોદીની મુલાકાતને આજીવન યાદ રાખવા નેતન્યાહુ એ ક્રિસેન્થમમ ફૂલની સ્થાનિક પ્રજાતિને નરેન્દ્ર મોદીનું નામ આપવાનું જાહેર કર્યું હતું.

મોદીના આ ઇઝરાયેલ રોકાણ દરમ્યાન બંને દેશ વચ્ચે સુરક્ષા અને કૃષિ ટેક્નોલોજીને લગતા કરાર થવાના છે. આ ઔપચારિકતા પહેલા બંને દેશના વડાપ્રધાને ત્રાસવાદને સૌથી મોટો દુશ્મન ગણવી સંયુક્તપણે એનો સામનો કરવાની હાકલ કરી.

મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ભારત અને યહૂદી પ્રજા વચ્ચે નો સંબંધ એક હાજર વર્ષ પુરાણો છે. ઇઝરાયેલમાં મળેલા અદ્વિતીય આવકારથી મોદી રીતસર ગળગળા થઇ ગયા હોવાનું દેખાતું હતું .

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ મોદીના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન સતત તેમની સાથે રહેવાના છે. આવું માન ઇઝરાયેલ સામાન્ય રીતે કેથોલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ એટલે પૉપ તથા અમેરિકાના પ્રમુખને જ આપે છે.

મોટેભાગે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે કોઈ એક નો પક્ષ ન લેવા માંગતા નેતાઓ બંને દેશોની મુલાકાત એક સાથે લેતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેદ્ન્ર મોદી પેલેસ્ટાઇનના કોઈ નેતાને આ પ્રવાસ દરમ્યાન નહિ મળે તે વાત થી વિવાદ પણ ઉભો થયો છે.

આવતીકાલે મોદી ઇઝરાયેલથી જર્મનીના હેમ્બર્ગ શહેર માટે રાવના થશે.

 


2 min read

Published

By Hiren Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now