પાંચ ડોલર મા તમે શું ખરીદી શકો ?
"એક કોફી."
"તમે મોજાં ખરીદી શકો છો."
"નાનું ચિપ્સનું પેક"
સિડનીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ માં ફળો નો વ્યાપાર કરતા ટોની કોકીન્ગ્સ જણાવે છે કે તેમની દુકાન માં મોટાભાગ ની વસ્તુઓનો ભાવ પાંચ ડોલર છે.
"ચલણી નાણાંનો ઉપયોગ ખુબ ઝડપથી ઘટી રહ્યો છે. કાર્ડની સુવિધા અને ટેપના ફીચર થી વસ્તુઓના પાંચ ડોલર અને પચાસ સેન્ટ એકદમ કિંમત ચૂકવી શકાય છે આથી લોકોને હવે છુટ્ટા પૈસા રાખવામાં કે છુટ્ટા પૈસા કાઢવામાં રસ રહ્યો નથી. વળી, આ સુવિધા ઝડપી પણ છે "
શ્રી કોકીન્ગ્સને હવે થી અલગ રીતે દેખાતા "પાંચ " પર નજર રાખવી પડશે.
રિઝર્વ બેન્ક વડે 170 મિલિયન નવી પાંચ ડોલર ની નોટ બહાર પાડવામાં આવી છે, જે વર્તમાન માં મોજુદ પાંચ ડોલરની નોટને બદલવા માટે પુરતી છે.
પરંતુ, રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર મિશેલ બુલોક ના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ માટે તરત જ બદલાવને નહિ જોઈ (જાણી ) શકે.
"નિશ્ચિત રીતે જૂની ચલણી નોટ કાનૂની રીતે વપરાશ માટે માન્ય છે અને જેમ તે સામાન્ય પ્રક્રિયા રૂપે અમારી પાસે પરત આવશે, તેમ સામાન્ય પ્રક્રિયા થી અમે તેનો નાશ કરીશું. પણ , ત્યાંસુધી દરેક વ્યક્તિને એ વિશ્વાસ હોવો જોઈએ કે તેઓ (જૂની નોટ ) હજુ પણ સલામત છે."
મિશેલ બુલોકના જણાવ્યા મુજબ પાંચ ડોલરની નોટના નવા અવતાર માં રાણીનો ફોટો યથાવત છે, કલર સ્કીમ પણ સમાન જ રહેશે. પણ, સુરક્ષા માટેના કેટલાક ખાસ ફીચર આ અવતાર માં છે.
"ઉપર થી નીચે આ નોટ જોતા એક બારી (પટ્ટી ) જેવું દેખાશે, આ ભાગ માં સુરક્ષા ફીચર છે. જો લોકો આ નોટને ખાસ રીતે વાળશે તો તેઓને એનિમેટેડ ફીચર દેખાશે. તેઓને ફ્લેપિંગ પક્ષી દેખાશે. તેઓને ફેડરેશન પેવેલિયનમાં એક નંબર વિપરીત જોવા મળશે. એક ખૂણા માં રોલિંગ કલર ઈફેક્ટ દેખાશે , અને જો આ ભાગને વાળવામાં આવે તો લોકો ત્યાં રંગ બદલતાં જોઈ શકશે. અને અંતમાં જે ફીચર મને ખુબ ગમે છે, જે જુના સોના સમાન છે તે છે નોટ પર ની માઇક્રોપ્રિન્ટ. અને જો સંસદ ભવનવાળી બાજુ થી જોવામાં આવે તો, બિલોરી કાંચ વડે તો તમને ખુબ જ નાની પ્રિન્ટ દેખાશે જે સંસદ ભવન ના પગથિયાં પર લખેલા સંવિધાનના શબ્દો છે અને આ સાથે પક્ષી જે ડાળ પર બેઠું છે તે પણ જોઈ શકાશે."
નાયબ ગવર્નર જણાવે છે કે આ બધાજ પગલાં દેશના ચલણને સલામત રાખવા લેવાયા છે.
" ઓસ્ટ્રેલિયા માં નકલી નોટો નું ચલણ ખુબ ઓછું છે, પણ આ વધી રહ્યું છે અને વિકસતી જતી ટેક્નોલોજી આમ કરવા સક્ષમ છે. તો અમે ખરેખર ચલણી નોટોની સુરક્ષાને એક ખાસ નવા સ્તર પર લઇ જઈએ છીએ. જે નકલી નોટો બનાવવનાર થી દૂર છે અને ભવિષ્ય માં પણ આ ચાળણીનોટો ને સુરક્ષિત રાખશે."
સુરદાસ લોકો (દ્રષ્ટિહીન) માટે સ્પર્શના ફીચરથી નોટો વચ્ચે નો ભેદ જાણી શકાશે.
જ્યાં ટેપ એન્ડ ગો જેવા ફીચર થી કાર્ડની લોકપ્રિયતા વધી રહી છે, તેવામાં સુશ્રી બુલોકનું કહેવું છે કે વાસ્તવિકતામાં કેશ (નાણાં)ની હજુ પણ બોલબાલા છે.
" ક્યાંય પણ જશો તો જોશો કે લોકો ચલણીનાણાંનો ઉપયોગ કરે છે, દર વર્ષે ચાળણીનોટો ના વપરાશ માં 6 ટકા ના દરે વૃદ્ધિ થઇ રહી છે. તો, લોકો હાજી પણ ચલણીનાણાં વાપરે છે. અને લોકો વાપરે છે તેથી અમે તેને જેટલું બને તેટલું સુરક્ષિત બનાવવા માંગીએ છીએ."
ઓસ્ટ્રેલિયન રેટાઈલર્સ એસોસિએશનના એક્સીક્યુટીવ ડાયરેક્ટર રસેલ ઝિમ્મરમાનના કહેવા મુજબ ઉદ્યોગોએ એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેઓ પાંચ ડોલરની નોટના નવા અવતાર માટે તૈયાર છે.
"નાના છૂટક વ્યાપારીઓ માટે એ જાણવું જરૂરી છે કે પાંચ ડોલરની નવી નોટો વપરાશ માં છે, તેમના સ્ટાફને પણ જાણ કરવી જોઈએ જેથી તેઓ કોઈની નવી નોટ ને અસ્વીકાર ન કરે કે ગ્રાહકને પરત ન આપી દે. મોટા વ્યવસાયો માટે અમલીકરણ જરૂરી છે. નોટ કાઉન્ટિંગ મશીન, નોટ વેઇટિંગ મશીન આસપાસ ની કામગીરી છે. કેટલાક છૂટક વ્યાપારીઓ પાસે એવી તિજોરી હોય છે જે પૈસા ગણીને બેન્કને માહિતી પહોંચાડે છે. આ બધીજ મશીનોને ફરી સેટ કરી દેવી જોઈએ."
આગામી વર્ષોમાં ઓસ્ટ્રેલિયાની નવી ચલણીનોટો એ બધું બદલશે તેવી યોજના છે. જેમાં વિવિધ ઓસ્ટ્રેલિયન ફૂલો અને મૂળ પક્ષીઓને વર્ણવામાં આવશે.
Share

