ન્યુ સાઉથ વેલ્સમાં લાગેલી ભીષણ આગને પગેલ સત્તાવાર રીતે રાજ્યભરમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
અગ્નિશામક દળો નોર્થ કોસ્ટમાં 60 થી વધુ બુશફાયર્સ સામે લડી રહ્યા છે તેમાંથી, અડધાથી વધુ આગ બેકાબૂ છે.
બુશ ફાયરમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે અને ઓછામાં ઓછા 150 ઘરોનો નાશ થયો હતો.
આજે ૪૦ જેટલી શાળાઓ બંધ રાખવામાં આવી છે. અને સોમવાર અને મંગળવાર માટે રાજ્યમાં ટોટલ ફાયર બેન જાહેર થયો છે. ખુલ્લી જગ્યાઓમાં કે પોતાના ઘરના બેક યાર્ડ કે આંગણમાં પણ કોઈ વસ્તુ બાળવી નહિ અને કોઈ પણ પ્રકારની આગ પેટાવવી નહિ.
મંગળવારે સિડની, બ્લુ માઉન્ટન્સ, હન્ટર અને દક્ષિણ કોસ્ટની ૩૫૦થી વધુ શાળાઓ અને TAFE કેમ્પસ બંધ રહેશે. NSW શિક્ષણ વિભાગે બંધ રહેનાર ૩૬૭ શિક્ષણ સંસ્થાની સૂચિ પ્રકાશિત કરી છે.
ન્યુ સાઉથ વેલ્સ રૂરલ ફાયર સર્વિસ કમિશનર શેન ફિટ્ઝિમ્મન્સ કહે છે કે આગથી જીવન માટેનું જોખમ ખુબ જ ગંભીર છે.
અમે દરેક ઘરે ફાયર ટ્રકની બાંહેધરી આપી શકતા નથી. જ્યારે તમારા ઘર કે મિલકતને આગ લાગે ત્યારે અગ્નિ શામક વિમાનો પહોંચી શકશે તેવી પણ બાંહેધરી આપી શકતા નથી. પરંતુ જોખમ વિષે આગોતરી જાણ કરવા ચેતવણી સંદેશા મોકલવાની ખાતરી આપીએ છીએ તેથી સાવચેતીના પગલા પર તાત્કાલિક અમલ કરવો.
ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડીઝ બેરેજિકલિઅન કહે છે કે કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો નિર્ણયન હળવાશથી લેવામાં આવ્યો નથી. NSW માં અભૂતપૂર્વ અને ભીષણ આગ લાગેલી છે તેથી જાન માલને આટલું જોખમ પહેલા ક્યારેય નહોતું.
"આગ ક્યાંથી ક્યાં જશે તેની કોઈ ખાતરી આપી શકાય તેમ નથી પરંતુ રાજ્યમાં જ્યાં 38 ડિગ્રી તાપમાન અને તોફાની પવનની સરેરાશ સ્થિતિ હોય તે તરફ જવું નહિ અને ત્યાંના સ્થાનિક રહીશો એ સાવચેતી રાખવી પડશે."
અધિકારીઓએ મંગળવારે બ્લૂ માઉન્ટનન્સ અને હન્ટર સહિતના ગ્રેટર સિડની પ્રદેશ માટે "આપત્તિજનક" અગ્નિના ભયની પણ જાહેરાત કરી છે.

An Aircrane water bombing helicopter drops water on a bushfires in Harrington. Source: AAP
આગનું જોખમ દર્શાવતા સ્તરનું આ સૌથી ભયજનક રેટિંગ છે અને પાછલા ૧૦ વર્ષમાં પહેલી વાર આવી ચેતવણી આપવામાં આવી છે.
ગ્રામીણ અગ્નિ શામક દળના પ્રવક્તા એન્થોની ક્લાર્કે કહ્યું, "આપત્તિજનક સ્તરનું જોખમ જાહેર થયું હોય ત્યારે ઘરો કે મકાનો આવી આગમાં બચી શકતા નથી તેથી મિલકત બચાવવા જતા કોઈએ જીવ જોખમમાં મુકવો નહિ.”
"જે વિસ્તારોમાં કૅટેસ્ટ્રોફિક ફાયર ડેન્જર જાહેર થયું છે તે મોટી વસ્તી ધરાવતા વિસ્તારો છે તેથી જોખમ ખૂબ વાસ્તવિક છે."

A resident watches the progress of bushfires near houses in Old Bar, NSW, Saturday 0 November, 2019. Source: AAP
રાજ્યના શિક્ષણ પ્રધાન સારા મિશેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓ આજે બારમાં ધોરણની પરીક્ષા આપવાના હોય તેમણે શાળાનો સંપર્ક કરી સુરક્ષા વ્યવસ્થા વિષે પહેલા તપાસ કરવી અને પરીક્ષા લેશે કે કેમ તેની ખાતરી કરવી.
ન્યુ સાઉથ વેલ્સમાં નેશનલ પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ સર્વિસ દ્વારા આગામી સૂચના સુધી રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ રાખવામાં આવશે.
દરમિયાન, ન્યુ સાઉથ વેલ્સમાં બુશફાયરમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકોની ઓળખ કરવામાં આવી છે, અને ગુમ થયા હોવાની આશંકા વાળા તમામ લોકોને પણ શોધી કાઢવામાં આવ્યા છે.
વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે તારીના એક સ્થળાંતર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
જો કોઈને કંઇપણ શંકાસ્પદ કે અયોગ્ય લાગે છે, તો તેની જાણ કરવામાં અચકાશો નહીં.
નવીનતમ અપડેટ્સ અને વર્તમાન ચેતવણી સ્તર માટે, કૃપા કરીને એનએસડબલ્યુ રૂરલ ફાયર સર્વિસ વેબસાઇટની મુલાકાત લો.
More stories on SBS Gujarati

૧૧,૦૦૦ વૈજ્ઞાનિકોએ જાહેર કરી 'ક્લાઇમેટ ઇમર્જન્સી'