૧૧૯ વર્ષ જૂના ફોજદારી કાયદાના અધિકારક્ષેત્રમાંથી ગર્ભપાતને દૂર કરતું બિલ રાજ્ય સંસદના બંને ગૃહોમાં પસાર કરાયું હતું.
૪0 કલાકથી વધુ વિચાર-વિમર્શ પછી, સંસદના ઉપલા ગૃહે બુધવારે રાત્રે આ ખરડો પસાર કર્યો. ત્યારબાદ આજે સવારે સંસદના નીચલા ગૃહમાં ઉપલા ગૃહ દ્વારા સુધારા સાથે પસાર કરાયેલા બિલને ફરીથી રજૂ કરવામાં આવ્યું.
રાજ્યના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કાયદો સ્વતંત્ર સાંસદ એલેક્સ ગ્રીનીચ દ્વારા રજૂ કરાયેલ ખાનગી બિલ છે.
પ્રીમિયર ગ્લેડીઝ બેરેજક્લીયનના સમર્થનથી આ ખરડો પસાર કરાયો હતો.

New South Wales Premier Gladys Berejiklian Source: AAP
કાયદાની મુખ્ય શરતો
કાયદો સૂચવે છે કે રજિસ્ટર્ડ ડોક્ટર ગર્ભાવસ્થાના પહેલા ૨૨ અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકે છે.
જો તમે ૨૨ અઠવાડિયા પછી ગર્ભપાત કરવા માંગો છો, તો તમારે બે ડોકટરો સાથે તપાસ કરવાની જરૂર છે.
બિલમાં એક મોટી સુધારણા એ છે કે ૨૨ અઠવાડિયા પછી ગર્ભપાત કરનારા ડોકટરો હોસ્પિટલની સલાહકાર સમિતિ અથવા નિષ્ણાત પેનલની સલાહ લઈ શકે છે.
બિલમાં એક સુધારો એવો પણ શામેલ છે કે જો ગર્ભપાતનો પ્રયાસ કર્યા પછી પણ બાળકનો જન્મ થયો હોય તો બાળકની સંભાળ માટે ડોકટરો જવાબદાર છે.
આ કાયદામાં બાળકના લિંગ પરીક્ષણ પછી થતા ગર્ભપાતને મંજૂરી આપવી જોઈએ નહીં એ વિવાદાસ્પદ સુધારાને ગૃહ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો.
બિલના વિરોધીઓએ દલીલ કરી હતી કે તેનાથી ભારતીય સમાજમાં સ્ત્રીભ્રૂણ હત્યાના બનાવો વધી જશે પરંતુ આ દલીલને જાતિ આધારિત ભેદભાવ કહી દલીલ નકારી કાઢવામાં આવી છે.
સંસદના ઉપલા ગૃહ દ્વારા આ સુધારો નામંજૂર કરવામાં આવ્યો હતો.
ઉપલા ગૃહમાં ૪0 કલાકની ચર્ચા દરમિયાન, ૧00 થી વધુ સુધારા સૂચવવામાં આવ્યા હતા. આ ચર્ચા NSW સંસદના ઈતિહાસમાં ત્રીજી સૌથી લાંબી ચર્ચા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બાર્નાબી જોયસ સહિત કેટલાય રાજકીય નેતાઓ જાહેરમાં આ બિલની વિરુદ્ધ બહાર આવ્યા છે.
બિલના વિરોધ અને સમર્થન માટે હજારો લોકોએ સિડનીમાં રેલીઓ કરી હતી.

Protestors are seen holding placards at an anti-abortion rally on Saturday. Source: AAP
Share


