SKIP TO MAIN CONTENT

ACTની સ્કીલ માઇગ્રેશનની યાદી જાહેર, 600 નવા વિસા અપાશે

ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરીટરી (ACT) એ નવું સ્કીલ માઇગ્રેશન લિસ્ટ બહાર પાડ્યું, જેમાં વધુ 600 જગ્યાઓ ઉપલબ્ધ થશે

Old Parliament House and Parliament House are seen from Mount Ainslie in Canberra, Wednesday, May 3, 2017.
Old Parliament House and Parliament House Source: AAP

2 min read

Published

Updated

Presented by Vatsal Patel


Skip to article content

ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરીટરીએ જૂન મહિનામાં સ્કીલ માઇગ્રેશનનો એક પ્રોગ્રામ બંધ કરતા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેમને પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી કરવા માટે કેનબેરા સ્થળાંતરીત થવું પડ્યું હતું તેમના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થયા હતા.

જોકે, નવી બહાર પડેલી સ્કીલ માઇગ્રેશનની યાદી પ્રમાણે તેમાં 600 જગ્યા વધુ ઉમેરવામાં આવી છે.

અગાઉ ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના સ્કીલ માઇગ્રેશન પ્રોગ્રામમાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મંગાવાતી હતી. જોકે, હવે નવી સ્કીમ અંતર્ગત, અરજીઓ મેરિટના આધારે મંગાવાશે.

પ્રોગ્રામની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે, આ ફેરફાર ક્ષેત્રમાં વ્યવસાયની માંગ તથા તેની આપૂર્તિને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત SBS Spanish સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની સરકારે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે તેઓ વર્ષ 2018-19 માટે વધુ નવી 600 અરજીઓ મંગાવશે અને જૂન 2018માં થયેલા સુધારાથી પ્રભાવિત થયેલા લોકો ઉપરાંત યોગ્ય સ્કીલ ધરાવતા ઉમેદવારોને તેનો લાભ થશે.

ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરીટરીના સ્કીલ માઇગ્રેશનમાં થયેલા સુધારા અંતર્ગત માઇગ્રન્ટ્સે પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી કર્યા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીરટીમાં રહેવું પડશે.

જો, તેઓ અગાઉથી જ કેનબેરામાં રહેતા હશે તો આ સમય એક વર્ષનો થઇ જશે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી પોલીસી જે-તે વ્યવસાયની અહીં માંગ છે કે કેમ તે ચકાસ્યા ઉપરાંત, અરજીકર્તાની કેનબેરામાં સ્થાયી થવાની ઇચ્છા તથા તેમના દ્વારા અહીંના અર્થતંત્રમાં અપાતા ફાળા જેવી વિગતોની ચકાસણી કરશે.

ટેરીટરીમાં અથવા તેની બહાર રહેતા હોય તેવા ઉમેદવારો આ વિસા શ્રેણી અંતર્ગત અરજી કરી શકે છે. 

કેનબેરા મેટ્રીક્સ દ્વારા ઉમેદવારનું અંગ્રેજીનું જ્ઞાન, ડીગ્રી તથા અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવે છે. સુધારા બાદ, અરજીકર્તાએ કેનબેરા મેટ્રીક્સની આ તમામ ચકાસણીમાંથી પસાર થઇને સ્કીલ માઇગ્રેશન માટે અરજી કરવાની રહેશે.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now