આપ જનગણના માં ઓનલાઇન અથવા પેપર ફોર્મ દ્વારા પોતાની વિગતો નોંધી કે નોંધાવી શકો છો. આપ જનગણના ની વિગતો કેવી રીતે ભરશો જે જાણવા ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સેટેસ્ટિક્સ વડે આ વિડીયો જાહેર કરાયેલ આ વિડીયો :
આજે યોજાનાર ઓસ્ટ્રેલિયન જનગણના માં ભાગ લેવો ફરજીયાત છે. આપ નાગરિક હોવ કે વિદ્યાર્થી, પ્રવાસી કે ટેમ્પરરી વિસાધારક આપની સાચી વિગતો ભરી જનગણના માં ભાગ લેવો દરેક માટે ફરજીયાત છે.
સેન્સસ ની વિગતો માં આપણું નામ, સરનામું , ભાષા , રહેણી કહેણી , ઘર ની આવક અંગે ના સવાલ પૂછવામાં આવ્યા છે. જેના સાચા જવાબ ભરી સરકાર ને ભાવિ યોજનાઓ બનાવવા માટે અને તેના અમલીકરણ માટે આપણે મદદરૂપ થઇ શકીએ છીએ.
આપને જનગણના માં ભાગ લેવા અંગે કોઈ પણ મદદ ની જરૂર હોય તો 1300 214 531 નંબર પર ફોન કરી આપ મદદ મેળવી શકો છો.
Share

