ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ માટેની પરીક્ષા ફક્ત નાગરિકશાસ્ત્રના વૈક્લ્પિય પ્રશ્નો પૂરતી જ સીમિત ન રહે અને ભાવિ નાગરિક બનવા ઇચ્છનાર વ્યક્તિ ઓસ્ટ્રેલિયન જીવનશૈલી, ઓસ્ટ્રેલિયન મૂલ્યો અને કાનૂન વ્યવસ્થા પ્રત્યે જાગૃત રહે અને તેના વિચારોનો પડઘો ઝીલી શકાય માટે આ પરીક્ષામાં જરૂરી બદલાવ લાવવા સરકાર પ્રયત્નશીલ હતી.
વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે આ બદલાવ અંગે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે," અમે જે કરી રહ્યા છીએ તે બહુસંસ્કુતિક સમાજને મજબૂત કરવા અને ઓસ્ટ્રેલિયન મૂલ્યોને બળ આપવાની અમારી પ્રતિબદ્ધતા છે."
ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ માટેની પરીક્ષામાં આવનાર બદલાવના મુખ્ય પોઈન્ટ્સ :
- હવે થી આ પરીક્ષાના ઉમેદવારોએ ઓસ્ટ્રેલિયન સમાજમાં એકીકૃત થવા અને સામાજિક ક્ષેત્રે કેટલું યોગદાન આપ્યું તે જણાવવાનું રહેશે દા.ત આપ ક્યાં નોકરી કરો છો, કોઈ સામુદાયિક સંસ્થાના સભ્ય છો, બાળકો શાળાએ જાય છે કે નહિ વગેરે.
- ઓસ્ટ્રેલિયન નાગરિક્ત્વની પરીક્ષાના પ્રશ્નો ફક્ત ભૂગોળ અને નાગરિક શાસ્ત્રના મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો નહિ હોય. નવી પદ્ધતિ પ્રમાણે પુછાનાર પ્રશ્નોના ઉદાહરણ આપતા ડેઇલી ટેલીગ્રાફમાં જણાવ્યું છે કે
- ઓસ્ટ્રેલિયન મૂલ્ય ફ્રીડમ ઓફ રિલિજન હેઠળ શું કોઈ પરિસ્થિતિમાં બાળલગ્ન કે જબરદસ્તીથી કરવામાં આવતા બાળલગ્નને મજૂરી આપી શકાય?
- કઈ પરિસ્થિતિમાં છોકરીઓને શિક્ષણ થી વંચિત રાખવી યોગ્ય ગણાય?
- શું આપ આપની પત્નીને (જીવનસાથીને) મારી શકો?
- હવેથી નાગરિક્ત્વની પરીક્ષાના ભાગરૂપે અંગ્રેજી ભાષાની પરીક્ષા અમલમાં મુકવામાં આવશે જેમાં અંગ્રેજી વાંચવું, લખવું અને સાંભળવું જેવી ક્ષમતાઓ ચકસવામાં આવશે. 16 વર્ષના કે તેથી નાની વયના યુવકો માટે થોડી છૂટછાટ રહેશે .
- કાયમી નિવાસી (પરમેનન્ટ રેસિડન્ટ) વીસ ધારકોએ નાગરિક્ત્વની પરીક્ષાની અરજી કરવા ચાર વર્ષની રાહ જોવાની રહેશે . આ અવધિ અત્યારસુધી એક વર્ષની હતી.
- જો વ્યક્તિ ત્રણ વખત નાગરિક્ત્વની પરીક્ષામાં નાપાસ થશે તો ફરી પરીક્ષા આપવા વ્યક્તિએ બે વર્ષ રાહ જોવી પડશે.
અંતિમ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ 210 દેશોમાંથી 136,572 લોકો જૂન 2015 માં પૂર્ણ થતા બાર મહિનામાં ઓસ્ટ્રેલિયન નાગરિક બન્યા હતા.
જેમાં 17.5 ટકા થી વધુ (24,236) લોકો ભારતીય હતા.
વર્તમાન પરીક્ષા પદ્ધતિ મુજબ આ પરીક્ષામાં બેસનાર મોટાભગના ઉમેદવારો 1.2 પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી લે છે.