ભારતીયમૂળના લોકો વિશ્વમાં જ્યાં પણ વસે છે તે દેશમાં પણ પોતાની સંસ્કૃતિ, તહેવાર અને પરંપરાને ભૂલતા નથી. અને, વિવિધ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવે છે.
આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં દિવાળીની સામૂહિક ઉજવણી કરવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન જો તમે ઓસ્ટ્રેલિયામાં હોય તો વિવિધ શહેરોમાં યોજાનારા દિવાળી ફેસ્ટિવલની મુલાકાત લઇ શકો છો.
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં યોજાનારા દિવાળીના તહેવાર પર એક નજર...
એડિલેડ
તારીખ – 19 ઓક્ટોબર 2019
સમય – 1pm થી 10pm સુધી
સ્થળ – એડિલેડ શોગ્રાઉન્ડ, 20 ગૂડવૂડ રોડ, વેયવિલ, સાઉથ ઓસ્ટ્રેલિયા.
આકર્ષણ – એડિલેડ ખાતે યોજનારા દિવાળીના તહેવારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં ડાન્સ, મ્યુઝીક, સ્ટેજ પર્ફોર્મન્સ ઉપરાંત બાળકો માટેની વિવિધ સ્પર્ધા, ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. રંગોળી વર્ક બાદ ફટાકડા ફોડવામાં આવશે.

Women lighting earthern lamps to mark the festival of lights. Source: Khokarahman [CC BY-SA 4.0 (https://creativecommons.org/licenses/by-sa/4.0)]
બ્રિસબેન
ક્વિન્સલેન્ડના બ્રિસબેન શહેરમાં બ્રિસબેન સિટી કાઉન્સિલ દ્વારા દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ – 25 ઓક્ટોબર 2019
સમય – સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી
સ્થળ – કિંગ જ્યોર્જ સ્ક્વેયર, 100 એડિલેડ સ્ટ્રીટ, બ્રિસબેન
આકર્ષણ – બ્રિસબેન સિટી કાઉન્સિલ દ્વારા યોજાનારા દિવાળી ફેસ્ટિવલ 2019માં બોલીવૂડના ગીતો પર ડાન્સ, મ્યુઝીક ઉપરાંત મહેંદી, આર્ટ તથા ક્રાફ્ટવર્ક્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ વાનગીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. કાર્યક્રમમાં ફાયરવર્ક્સ પણ કરાશે.

Indian Family celebrating Diwali festival with fire crackers Source: iStockphoto
કેનબેરા
હિન્દુ કાઉન્સિલ ઓફ કેનબેરા દ્વારા પાર્લમેન્ટ હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ – 21 ઓક્ટોબર 2019
સમય – 12થી 5 વાગ્યા સુધી – સાંસ્કૃતિક કાર્યક્રમો (આમંત્રિતો માટે)
5.45થી 8.30 વાગ્યા સુધી – સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંબોધન
સ્થળ – ગ્રેટ હોલ ઓફ પાર્લામેન્ટ હાઉસ, કેનબેરા, 2600
મેલ્બર્ન
મેલ્બર્નમાં ફેડરેશન સ્ક્વેયર ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે.
તારીખ – 19મી ઓક્ટોબર 2019
સમય – સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી
સ્થળ – ફેડરેશન સ્ક્વેયર, મેલ્બર્ન
આકર્ષણ – મેલ્બર્ન ખાતે યોજાનારા દિવાળીના તહેવારની ઉવજણીમાં વિવિધ સાંસ્કૃતિક મ્યુઝીક ઉપરાંત, ભારતીય સિનેમાનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ડાન્સ, ક્રાફ્ટ અને યોગાના વર્કશોપ પણ હાથ ધરાશે. મહેંદી ઉપરાંત વિવિધ પ્રકારની ભારતીય વાનગીઓ પણ માણી શકાશે.
ફેસ્ટિવલમાં આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો લેવાની તક પણ મળશે.

Source: Pixabay
સિડની
ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેરમાં પણ ભારતીય તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દ્વારા યોજવામાં આવનારી ઉજવણીમાં સિડની ઓપેરા હાઉસને દિવાળીની રોશનીથી સજાવવામાં આવશે.
તારીખ – 21મી ઓક્ટોબર 2019
સમય – સાંજે 7.30થી 9.30 વાગ્યા સુધી
સ્થળ – મ્યુઝીયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ, લેવલ 4, સ્કલ્પચર ટેરેસ.
કાર્યક્રમ – ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લીય્ન તથા એક્ટીગ મિનિસ્ટર ફોર મલ્ટીકલ્ચરીઝમ ડો. જ્યોફ લી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધશે અને ત્યાર બાદ સિડની ઓપેરા હાઉસને રોશનીથી સજાવવામાં આવશે.
પર્થ

Source: Supplied
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પાર્લમેન્ટ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રીમિયર માર્ક મેકગોવેન, લીઝા હાર્વે, યાઝ મુબારકાઇ સહિતની વિવિધ રાજકિય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં ઇન્ડિયન સોસાયટી, ગુજરાતી સમાજ, બંગાળી સમાજ, પંજાબી, મલયાલમ સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.
દિવાળીની ઉજવણી પ્રસંગે અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.