કોવિડ-19 રસી તથા બૂસ્ટર ડોઝ વિશે તમામ માહિતી

જયારે એક તરફ ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન પ્રકારના કોવિડ-19 ચેપની સંખ્યા વધી રહી છે, ત્યારે લોકોને રસીના બૂસ્ટર શૉટ લેવા માટે જોરશોરથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. બૂસ્ટર ડોઝ વિશેની તમામ માહિતી...

The Coordinator General of Operation COVID Shield Lieutenant General John Frewen receives his COVID-19 vaccination booster dose at Erindale Pharmacy in Canberra, Tuesday, December 14, 2021. (AAP Image/Lukas Coch) NO ARCHIVING

The Coordinator General of Operation COVID Shield Lieutenant General John Frewen receives his COVID-19 vaccination booster dose in Canberra. Source: AAPAAP Image/Lukas Coch

ઊંચા રસીકરણના લક્ષ્યાંકો પાર પાડયા બાદ દેશના રાજ્ય અને ટેરીટરીની સરહદો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખુલી ગઇ છે અને આંતરિક નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે.

જેથી કરી હવે કેસની સંખ્યા વધે તેવું અનુમાન છે. આ ઉપરાંત, ઓમીક્રોન અને ડેલ્ટા પ્રકારના ચેપને પગલે સરકાર લોકોને બુસ્ટર શૉટ લેવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

બુસ્ટર શૉટ પહેલા અને બીજા ડોઝની જેમ જ લેવાનો હોય છે. 

ગૃહ ખાતાના સેક્રેટરી, બ્રેન્ડન મર્ફીએ ડિસેમ્બરમાં કહ્યું, "વિશ્વભરમાં ઓમીક્રોનના ચેપના પગલે કુલ ચેપોની સંખ્યા વધવાની શક્યતા છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા બુસ્ટર શૉટ જરૂરી છે."

બુસ્ટર અભિયાન

ડિસેમ્બરમાં તહેવારો શરુ થતા પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે દેશ આખામાં બુસ્ટર શૉટને પ્રોત્સાહન આપવા અભિયાન શરુ કર્યા છે. બન્ને રસી પ્રાપ્ત કરેલા લોકોને ઓમિક્રોનના ચેપનો ભય છે જેથી કરી બધાએ વહેલામાં વહેલી તકે બુસ્ટર શૉટ લેવા જોઈએ.

એના પગલે, Australian Technical Advisory Group on Immunisation (ATAGI) હવે બુસ્ટર શૉટ માટે સમયરેખા મુખ્ય રસીકરણ પછી છ મહિનાની બદલે પાંચ મહિનાની કરી છે.

હવે પંદર લાખ જેટલા ઓસ્ટ્રેલિયાવાસીઓ તાત્કાલિક બુસ્ટર શૉટ લઈ શકે છે.

બુસ્ટર માટે ATAGI દ્વારા Pfizer સાથે Modernaની રસીને પણ યોગ્યતા અપાઈ છે.

લોકોને બુસ્ટર માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

વયોવૃદ્ધ માટે બુસ્ટર શૉટ

સરકારની સલાહ પ્રમાણે 70 અને વધુ ઉંમરના, 65થી વધુ વયના જેઓને અગાઉથી બીમારીઓ છે તથા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા, અને એબોરિજિનલ તથા ટોરેસ સ્ટ્રેટસ આઇલેન્ડના અગાઉથી જ બીમારી ધરાવતા 50થી વધુ ઉંમરના લોકોને કોરનોના ચેપ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2020થી 1,910 લોકોએ કોવિડને કારણે જીવ ગુમાવ્યા છે.
PM Morrison received his COVID-19 booster vaccination with elderly Jane Malysiak in NSW.
PM Scott Morrison received his COVID-19 booster vaccination alongside Jane Malysiak in NSW. Source: SMH POOL
ડેલ્ટા અને ઓમીક્રોન ના પગલે ચેપ લાગવાની શક્યતા વધુ છે પણ રસીકરણથી બીમારીની ગંભીરતા અને જીવ ગુમાવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

બુસ્ટરની શરૂઆત થતા દેશભરમાં વયોવૃધ્ધ ઑસ્ટ્રેલિયાવાસીઓને સૌપ્રથમ રસી અપાઇ હતી.

18 વર્ષથી વધુના ઑસ્ટ્રેલિયાવાસીઓ બેમાંથી કોઈ પણ કંપનીના બુસ્ટર શૉટ લઇ શકે છે.

Aged Careના રહેવાસીઓ એમના પ્રાથમિક બુસ્ટર શૉટ કોઈ પણ સરકારી દવાખાનેથી મેળવી શકે છે.

રહેવાસી સંસ્થાઓ એમની ત્યાં રહેતા રહેવાસીઓ અથવા એમના પ્રતિનિધિઓ સાથે દવાખાનાની મુલાકાત વિષે ચર્ચા કરશે.

રેસીડેન્સિયલ એજ કેરના રહેવાસીઓના રસીકરણ માટેની માહિતી અહીંથી મેળવો અથવા બૂસ્ટર શોટ અહીંથી બુક કરાવો.

બાળકો માટે રસીકરણ

5 થી 11 વર્ષના બાળકો માટે Therapeutic Goods Administration અને ATAGIએ Pfizer રસીઓને વચગાળાની પરવાનગી આપી છે.

ATAGIએ એક નિવેદનમાં જણાવ્યું કે વચગાળાની પરવાનગી તાજેતરમાં કરાયેલા પરીક્ષણોના પરિણામો જોયા પછી આપવામાં આવી છે, અને આ રસી ટૂંકાગાળાની ઓછામાં ઓછી આડઅસરો સાથે અસરકારક સાબિત થઇ છે.

આ રસી લેવા માટે મુલાકાતના સમય માટે નોંધણી શરુ થઇ ગઈ છે અને જાન્યુઆરી 10, 2022થી રસીકરણ શરુ કરવામાં આવશે.

GPના દવાખાના, એબોરીજનલ હેલ્થ સર્વિસ, ફાર્મસી અને રાજ્ય તથા ટેરીટરીના સરકારી દવખાનાઓથી રસીકરણ કરવામાં આવશે.
child vaccinated
Vaccinating children can help reduce community transmission and prevent them passing the virus onto the wider community. Source: Getty Images
ATAGIએ બે રસીઓ વચ્ચે 8 અઠવાડિયાનો સમયગાળો રાખવા ભલામણ કરી છે પણ કેસની સંખ્યા વધે તેવા સંજોગોમાં એ સમયગાળો 3 અઠવાડિયાનો પણ રાખી શકાય છે.

ગંભીર બીમારીના જોખમવાળા 5થી 11 વર્ષના બાળકો, એબઓરીજનલ તથા ટોરેસ સ્ટ્રેટસ આઇલેન્ડના બાળકો, ગીચ વસ્તીમાં રહેતા અને જ્યાં કેસની સંખ્યા વધી છે એવા વિસ્તારના બાળકો માટે આ રસી ઘણી ઉપયોગી બનશે.

આ વયજુથના બાળકો પૈકી કોઈને સંક્રમણનો ચેપ લાગ્યો હોયતો પૂરેપૂરી સારવાર મેળવ્યા પછી રસી લઇ શકાય છે.

રસીની માત્રા આ વયજૂથ માટે 10 માઇક્રોગ્રામ રહેશે જયારે 12થી વધુ વય માટે માત્રા 30 માઇક્રોગ્રામ હોય છે.

પ્રથમ રસી મેળવ્યા પછી બાળક 12 વર્ષનું થાય ત્યારે ફાઇઝરની adolscent અથવા વયસ્ક માટેની રસી મેળવી પ્રાથમિક રસીકરણની પ્રક્રિયા પુરી કરી શકાય છે.

વધુ મદદની જરૂર છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઓમીક્રોન ને 'ચિંતાજનક પ્રકાર' તરીકે ઓળખાવતા કેન્દ્ર સરકરે બુસ્ટર માટેના જાગૃતિ અભિયાનને વેગ આપ્યો છે.
International students return to Australia
Booster doses provide an added layer of protection. Source: AAPAAP Image/Bianca De Marchi
ડૉ લુકાસ ડી ટોકા, જેઓ Covid-19 Primary Care Response ફર્સ્ટ Assistant Secretary છે, જણાવે છે કે કેમ વધુ સારવારના વિકલ્પો હોવા છતાં બુસ્ટર શૉટ મહત્વના છે.

"દુર્ભાગ્યે કોવીડ-19 માટે કોઈ સચોટ ઈલાજ નથી."

પ્રાથમિક રસીકરણની બીજી રસી લીધાના 5 મહિના પછી બુસ્ટર શૉટ લઇ શકાય છે, અને એની તારીખ વ્યક્તિગત Digital Vaccination Certificate પર ઉબલબ્ધ રહેશે.

Vaccine Clinic Finder પર બાળકો અને બીજા વયજુથ માટે 15 ડિસેમ્બરથી મુલાકાત માટે નોંધણી શરુ કરવામાં આવી છે.

હાલના નિયંત્રણો restriction checker થી જાણી શકાય છે.

તમારી ભાષામાં કોવીડ-19 વિષે વધુ માહિતી સંદર્ભે અનુવાદકની સેવા માટે Australian Translating and Interpreting Services (ATIS), સાથે 1800 131 450 પર સંપર્ક કરો .

કોવિડ-19 વિષે અને નિયંત્રણો વિષે માહિતી માટે National Coronavirus Helpline નો સંપર્ક ક્રમાંક છે 1800 020 080.

કોવિડ-19 વિષે માહિતી મેળવવા તમારા ડૉક્ટર કે આરોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી.

રસી વિશે માહિતી સતત બદલાતી રહે છે તેથી જ તમારી ભાષામાં તાજી માહિતી મેળવવા SBS Coronavirus Portal ની મુલાકાત લો.


Share

Published

By Vrishali Jain
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service