કાળાનાણાં પર અંકુશ મેળળવાના હેતુથી ભારતમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ કરવામાં આવી છે.
જૂની નોટો આપી નવી નોટો મેળવવા માટે 50 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 30 મી ડિસેમ્બર અંતિમ તારીખ આપવામાં આવી છે જૂની નોટો જમા કરાવવા માટે.
આર બી આઈ નેનો જી પી એસ સિસ્ટમ સાથેની નવી નોટો ચલણમાં મુકાશે.
જો આપ વિદેશમાં વસતા હોવ અને આપણી પાસે ભારતીય ચલણ ની 500 કે 1000 ની નોટ હોય તો, તરત જ ભારતીય બેંકમાં કે આર બી આઈ પાસે જમા કરાવવી.
ભારતીય રિઝર્વ બેન્ક વડે ટૂંક સમયમાંજ ₹ 2000 ની નવી નોટો ચલણમાં મુકવામાં આવશે. જેમાં મહાત્મા ગાંધીના ફોટા સાથે નવી સિરીઝ શરુ કરશે, જેમાં કોઈ અક્ષર નહિ હોય અને રિઝર્વ બેન્કના ગવર્નરની સહી હશે, વર્ષ "2016 " પ્રિન્ટ કરાયેલ હશે. બીજીબાજુ મંગલાયનનું ચિહ્નન હશે. આ નોટ નો રંગ મજેન્ટા હશે.


₹ 2000ની બૅન્કનોટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે હશે:
બૅન્કનોટનો મુખભાગ (આગળ)
1. રજિસ્ટર મારફતે જુઓ લખેલું 2000
2. જમણીબાજુ છુપાયેલ 2000
3. દેવનાગરી ભાષામાં લખેલ 2000
4. કેન્દ્રમાં મહાત્મા ગાંધીની છબી
5. ડાબી બાજુ પર સૂક્ષ્મ અક્ષરોમાં લખેલ આરબીઆઈ 'અને' 2000 'banknote
6. જયારે નોટને વાળવામાં આવે ત્યારે ત્યારે સુરક્ષામાટે લખાયેલ ‘भारत’, RBI અને 2000નો રંગ લીલા માંથી બ્લ્યુ થશે
7. જમણી તરફગેરંટી કલમ, વચન કલમ અને આરબીઆઇ પ્રતીક સાથે ગવર્નર સહી
8. જમણીબાજુ નીચે લખાયેલ ₹2000 નો રંગ બદલશે
9. મહાત્મા ગાંધીના ફોટા ની જમણી બાજુમાં અશોકસ્તંભ અને વૉટરમાર્ક્સ
10.નમ્બર પેનલમાં ચડતાક્રમમાં નંબર ડાબીબાજુ ઉપર અને જમણીબાજુ નીચે. આ ઉપરાંત મહાત્મા ગાંધી, અશોક સ્તંભની ઉપસાવેલ પ્રિન્ટ જેથી પ્રજ્ઞાચક્ષુઓને સરળતા રહે.
11. આડા લંબચોરસમાં ₹2000 ની ઉપસાવેલ પ્રિન્ટ
12. સપ્તકોણીય બ્લીડ લાઇન્સ ડાબી અને જમણી બાજુ
રિવર્સ (પાછળ)
13. ડાબી બાજુ પર મુદ્રિત પ્રિન્ટીંગ વર્ષ
14. સ્વચ્છ ભારત લોગો સાથે સૂત્ર
15. કેન્દ્ર માં 15 ભાષા
16. મંગલાયનની છબી
17. દેવનાગરી ભાષામાં લખેલ 2000
રંગ, માપ , થીમ અને સુરક્ષાની દ્રષ્ટિએ નવી 500 રૂપિયાણીનોટ તદ્દન અલગ જ હશે.
₹ 500ની બૅન્કનોટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે હશે:


- માપ 66mm x150mm
- રંગ સ્ટોન ગ્રે
- ભારતીય તિરંગા સાથે લાલકિલ્લાની છબી
- આ સાથે ₹2000ની નોટમાં જેટલા પણ સુરક્ષાના અને પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રાવધાન છે તે તમામ.
Share

