કેન્દ્રીય ઇન્ડસ્ટ્રીયલ સુરક્ષા બળ (CISF) ના ડિરેક્ટર જનરલ ઓ પી સિંઘના જણાવ્યા મુજબ, " તા. 1 એપ્રિલ 2017થી આ સાત હવાઈમથકો પર અમલમાં રહેલ હેન્ડ બેગેજ પર ટેગ મુકવાની પ્રથા સમાપ્ત કરવામાં આવશે."
આ સાત હવાઈમથકોમાં દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ નો સમાવેશ થાય છે. આ મથકો પર નવી "અપગ્રેડ" કરાયેલ સુરક્ષા પ્રણાલીના કારણે આ નિર્ણય લઇ શકાયો છે. આ નવી પ્રેક્ટિસ થી મુસાફરોને વધુ સુવિધા રહેશે તેવી આશા છે.
ડિરેક્ટર જનરલ ઓ પી સિંઘે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું હતું કે," આ સાતેય હવાઈમથકોપર બાધિત વીજળી સપોર્ટ ઉપલબ્ધ છે. કેટલાક હવાઈમથકોપર જરૂરી ગ્રે ક્ષેત્રો પર નજર રાખવા જરૂરી કેમેરા ઉપરાંત ફરતા કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. અમે સુરક્ષાની શ્રેષ્ઠ સંભવ કોશિશ સાથે મુસાફરોનો એરપોર્ટ પરનો અનુભવ સારો અને સુવિધાજનક રહે માટે આ સ્ટેમ્પિંગ પ્રક્રિયાનો અંત કરીએ છીએ."
વર્ષ 2016માં નાગરિક ઉડ્ડયન મંત્રાલય વડે CISF ને દિલ્લી , કોલકોત્તા, ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગ્લોર હવાઈમથકો પર હેન્ડ બેગેજ સ્ટેમ્પિંગ પ્રક્રિયા એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવા આદેશ આપ્યો હતો. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો ધીમે ધીમે ભારતના તમામ હવાઈમથકો પર હેન્ડ બેગેજ પર સુરક્ષા સ્ટેમ્પ બંધ કરવાનું અમલમાં મુકવાની યોજના બનાવી હતી. અને આ પગલું તેનો જ ભાગ છે.