અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે કેટલાક રાજ્યોમાં વોટીંગની પ્રક્રિયા પૂર્ણ થવા જઇ રહી છે. મતદાનના અંતિમ સમયમાં ડેમોક્રેટીક પાર્ટી તરફથી જો બાઇડન અને રીપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, બંને પક્ષના નેતાઓએ ચૂંટણીમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, પ્રમુખ ડોનાલ્ડ જણાવ્યું હતું કે જ્યાં સુધી વિજય જાહેર નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાને વિજેતા જાહેર કરશે નહીં.
અગાઉ માનવામાં આવતું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સત્તાવાર રીતે ચૂંટણીના વિજેતા નક્કી થાય તે અગાઉ જ પોતાને વિજયી જાહેર કરશે પરંતુ ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં રીપબ્લિકન પક્ષના ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની રમત રમશે નહીં.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારની રેલીમાં લોકો તરફથી તેમને ભારે સમર્થન પ્રાપ્ત થયું હોવાના કારણે તેમને વિજયનો વિશ્વાસ છે.
બીજી તરફ જો બાઇડેને ચૂંટણીમાં વિજય મેળવીને દેશમાં આરોગ્ય, ક્લાઇમેટ ચેન્જ, રેફ્યુજી, ઇમિગ્રેશન જેવી બાબતોમાં રહેલા પ્રશ્નોનો હલ લાવવાનું લોકોને આશ્વાસન આપ્યું હતું.
જો બાઇડન વિશે માહિતી
ડોનાલ્ડ ટ્રમ્પના ચાર વર્ષના કાર્યકાળની એક ઝલક
સત્તાવાર પરિણાન ન આવે ત્યાં સુધી ટ્વિટ નહીં
ટ્વિટરે સત્તાવાર વિજય જાહેર થાય નહીં ત્યાં સુધી કોઇ પણ ઉમેદવાર કે પક્ષને વિજયનો દાવો કરતી પોસ્ટ નહીં મૂકવા દે તેમ એક નિવેદનમાં જણાવ્યું હતું.
100,000 થી વધારે ફોલોઅર્સ ધરાવતી અથવા 25,000 થી વધુ લાઇક કે રિ-ટ્વિટ પોસ્ટને પણ રીપોર્ટ કરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદાર કમલા હેરિસ માટે પ્રાર્થના
અમેરિકાની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદાર કમલા હેરિસના વિજય માટે ભારત સ્થિત તેમના પૈતૃક ગામમાં પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કમલા હેરિસના પૈતૃક ગામ થુલાસેન્દ્રાપુરમ ખાતે મંદિરમાં લોકોએ ભેગા થઇને તેમનો ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ સામે વિજય થાય તે માટે ખાસ પ્રાર્થના કરી હતી.
બીજી તરફ, ભારતની રાજધાની દિલ્હી ખાતે હિન્દુ સેના દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ચૂંટણીમાં ફરીથી વિજય થાય તે માટે હવન કરવામાં આવ્યો હતો.

People ride past a billboard featuring US democratic vice presidential candidate Kamala Harris in Thulasendrapuram village, India, Tuesday, 3 November. Source: AP

An activist of Hindu Sena performs rituals as he holds a portrait of US President Donald Trump during a prayer ceremony in New Delhi, 4 November, 2020. Source: Sipa USA Amarjeet Kumar Singh / SOPA Imag