બીરપુરાની પ્રાથમિક શાળાના કર્મિષ્ઠ શિક્ષક સુરેશ બી ચાલાગરી દરરોજ બાળકોને ભણાવવા માટે પહાડ ચડીને શાળા એ પહોંચે છે.
નવ વર્ષથી પણ વધુ સમય થયો તેમને આવી રીતે શાળા એ પહોંચતા. તેઓ શાળા એ પહોંચવા માટે દરરોજ 8 કીમીનું અંતર કાપે છે. ઘણીવાર તેમની પાસે શાળાએ લઇ જવાના પુસ્તકો - સ્ટેશનરી, મધ્યાહન ભોજન માટેની સામગ્રી પણ હોય છે. સુરેશજીના અથાક પરિશ્રમના કારણેજ આજે આ પ્રાથમિક શાળા હજુ ચાલુ છે.
બીરપુરા પ્રાથમિકશાળા એ પહાડની ટોચ પર સ્થિત છે. જયારે સુરેશજીની બદલી થતા તેઓ અહીં પહેલી વખત આવ્યા ત્યારે આ શાળા ખડેર સમાન હતી. આ શાળા માં અહીં વસતી લાંબાની આદિવાસીજાતિના બાળકો ભણવા આવે છે. સુરેશજીના પ્રયત્નો બાદ અહીં દર વર્ષે 60 જેટલા વિદ્યાર્થીઓના નામ નોંધાય છે. અને અહીં 3 શિક્ષકો ભણાવે છે. હાલમાંજ સુરેશજીના પ્રયત્નોની પ્રશંસા કરતા તેમને દ્વિચક્રીવાહન આપવામાં આવ્યું છે.
"શાળા છોડીને બાળકો ન જાય તે જોવાની મારી જવાબદારી છે. શાળા પાસે ત્રણ શિક્ષકો છે પણ હુંજ મુખ્ય કર્તાહર્તા છું. હેડમાસ્તર , શિક્ષક , સફાઈકામદાર અને પ્લમ્બર જેવા વિવિધ રોલ ભજવી હું મારુ કામ કરી રહ્યો છું"- સુરેશ બી ચાલાગરી.
Share

