વ્યક્તિના જીવનમાં ક્યાંકને ક્યાંક કોઈ બાબતનો પૂર્વગ્રહ હોય છે. તો, શું આ વાત હવે જાહેર થઇ જશે? જી હા, એક કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા લોકોની બોડી લેન્ગવેજનો અભ્યાસ કરીને વ્યક્તિના પૂર્વગ્રહોના ચિન્હો જાણી શકાશે.
ઍલ્ગરિધમની મદદથી વ્યક્તિના ચહેરાના હાવભાવ કે બોલવાની રીતભાત પરથી વ્યક્તિની લાગણીઓ જાણી શકાય છે. તો, ઈટાલીના સંશોધકો આજ પદ્ધતિના ઉપયોગથી વ્યક્તિના છુપા પૂર્વગ્રહ - પક્ષપાતને જાહેર કરવા અંગે પ્રયત્ન કરી રહ્યા છે.
આ માટે તેઓએ કોલેજના 32 શ્વેત છાત્રોને બે પ્રશ્નપત્ર આપ્યા જેમના એકમાં સ્પષ્ટ પક્ષપાત - પૂર્વગ્રહ અંગે જણાવવા કહ્યું અને બીજો પ્રશ્નપત્ર એ Implicit Association Test હતી. આ પરીક્ષાનો ઉદેશએ છાત્રોના છુપાયેલ જાતીય પક્ષપાત - પૂર્વગ્રહને બહાર લાવવાનો હતો.
ત્યારબાદ, આ સંશોધનમાં ભાગ લેનાર દરેક છાત્રના બે વાર્તાલાપનું વિડીયો શુટીંગ કરવામાં આવ્યું, જેમાં એક શ્વેત વ્યક્તિ સાથે હતો અને બીજો અશ્વેત વ્યક્તિ સાથે. ત્રણ મિનિટના આ વાર્તાલાપમાં સામાન્ય વિષયોથી લઈને સંવેદનશીલ વિષયો પર વાત કરવાની હતી.
GoPro કેમેરા અને માઈક્રોસોફ્ટ કિનેક્ટની મદદથી આ વાર્તાલાપ નું શૂટિંગ કરાયું , જયારે નજીકમાં રાખેલા સેન્સર વડે તેમની ધડકન અને સ્પંદન (ચામડી વડે આપતો રિસ્પોન્સ ) જાણવામાં આવ્યા.
કમ્યુટર વડે લખાયેલા અલ્ગોરિધમ અને ભાગલેનારે પ્રશ્નપત્રમાં લખેલા જવાબ વચ્ચેના સંબંધને યુનિવર્સીટી ઓફ મોડેના એન્ડ રેજ ઈમીલીઆ ખાતે વૈજ્ઞાનિકોએ તપસ્યા, એટલે કે તેના શાબ્દિક અને અશાબ્દિક વ્યવહારનો વાર્તાલાપના સંદર્ભે અભ્યાસ કરવામાં આવ્યો. ઉદાહરણ તરીકે અભ્યાસમાં જણાયું કે જેઓ ખુબ છુપા જાતીય પક્ષપાત - પૂર્વગ્રહ ધરાવતા હતા તેઓએ પોતાના અને અશ્વેતવ્યક્તિ વચ્ચે અંતર રાખ્યું હતું, તેમનો વાર્તાલાપ વચ્ચે અટકી જતો હતો અને તેઓ પોતાના હાથ વાત કરતા ખુબ હલાવતા હતા. ત્યારબાદ, તેઓએ પોતાના કમ્યુટર પરીક્ષણો એજ ડેટાના આધારે ફરી તપાસ્યા અને 82 % જેટલી આગાહી સાચી નીકળી.
આ ટીમ વડે ફોલોઅપ પરીક્ષણો કરવાનું શરુ કર્યું છે જેમાં HIV-positive ધરાવતા લોકો પ્રત્યેના છુપા પક્ષપાત - પૂર્વગ્રહને જાણવા અને બીજું પરીક્ષણ બાળકોના વ્યવહારને લઈને છે.
આ સંશોધક ટીમના સદસ્ય અને મનોવૈજ્ઞાનિક લોરીઝનું કહેવું છે કે આ ટેક્નોલોજી એક પ્રકારની ઉત્ક્રાંતિ છે. આ ટેક્નોલોજીની મદદથી નક્કર જાણકારી મેળવવામાં મદદ મળશે અને નવી ટેક્નોલોજી કે પદ્ધતિ માટે પણ આ સોફ્ટવેર વાપરી શકાશે. વ્યક્તિના છુપા પક્ષપાત -પૂર્વગ્રહો જાણવા આ ટેક્નોલોજી અનોખી છે પણ પૂરતી નથી.
યુનિવર્સીટી ઓફ કેમ્બ્રિજના હેટિસ ગન્સ જણાવે છે કે આપણે હંમેશાથી જ પક્ષપાતી - પૂર્વગ્રાહી રહ્યા છીએ. દરેક વ્યક્તિ દીઠ આપણું વર્તન, આપણા ભાવો બદલાય છે, જેમાટે સામેવાળી વ્યક્તિનો દેખાવ, વ્યક્તિગત સંબંધ, વાતચીતનો વિષય જેવા ઘણા પરિબળો જવાબદાર છે.
Share

