Key Points
- જે લોકોને કોવિડ થયો હતો તેઓને બ્રેન ફોગની સમસ્યા સામાન્ય – નિષ્ણાતો
- આ સમસ્યા ક્ષણિક હોય છે અને તેની જાતે જ સારી થઇ જતી હોય છે
- જો આઠ અઠવાડિયાથી વધુ આ સમસ્યાની અસર હોય તો GPનો સંપર્ક કરવો જોઇએ
- જ્ઞાનાત્મક પ્રવૃતિઓથી મગજની કસરત કરવાથી જલ્દી નિદાન થશે- નિષ્ણાતો
કોવિડ-19ની આડઅસર કેવી કેવી હોય છે! સિડનીની એક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરનું કામ કરતા ડાયેન વોટને કોવિડ થયો હતો ત્યારબાદ તેઓ નોકરીએ પરત ફર્યા ત્યારે નોંધ્યુ કે તેમને અમુક શબ્દોની જોડણીઓ અને વ્યવસાયની અમુક પદ્ધતીઓ પણ ભૂલી ગયા છે..
SBSની સાથે પોતાનો અનુભવ વાગોળતા કહ્યુ કે મારે આખી પ્રક્રિયા સમજવા માટે કોઇ વ્યક્તિની જરૂર પડી હતી જે મને બેસીને સમજાવે.
ડાયેનને જૂન મહિનામાં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ તેને કોવિડ-19ની લાંબા ગાળાની અસર થઇ હોય તેવું તેમને લાગતું હતું જે સામાન્ય રીતે ત્રણ મહિનાની અંદર જોવા મળતી હોય છે.
NSWના આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું કે કોવિડની લાંબાગાળાની અસરનું કોઇ પરિક્ષણ કરવામાં આવતુ નથી. પરંતુ જો કોવિડ ફોગ જેવા સરખા હોય તો ડોક્ટરની સલાહ લઇ સારવાર મેળવી લેવી જોઇએ.
કોવિડ-19નો ચેપ લાગ્યા બાદની લાંબી અસરમાં બ્રેન ફોગ જેમાં યાદશક્તિ, ધ્યાનકેન્દ્રિત કરવામાં તકલીફ , ઊંઘમાં ખલેલ, બોલવામાં તકલીફ, હતાશા, તણાવ, એન્ગઝાઇટી જેવી સમસ્યા ઉદ્દભવી શકે છે.
જ્યારે બીજી પરિસ્થતીમાં ટૂંકા શ્વાસ અથવા શ્વાસ લેવામાં તકલીફ, કફ, છાતીમાં દુખાવો, સ્નાયુનો દુખાવો , સુંઘવાની શક્તિ અને સ્વાદ ગુમાવવો અને તાવ આવવા જેવી સમસ્યા પણ જોવા મળી છે.
Find a long COVID clinic here:
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
કોવિડ ફોગ શું છે?
કોવિડ ફોગનું નામ કોઇ તબીબી શબ્દોકોશમાં નામ નથી પરંતુ તેનો ઉપયોગ સમાન્ય રીતે કોવિડ ચેપ પછી વિચારવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિમાં જે મુશ્કેલીઓ પડે છે તેનું વર્ણન કરવા માટે વપરાય છે.
ઓસ્ટ્રેલિયાના હેલ્થ એન્ડ એજ કેર વિભાગ પાસે કોવિડ ફોગ કેસના કોઇ ચોક્કસ આંકડા નથી.
પરંતુ સિડનીની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં કોવિડ-19 ક્લિનીકના સહાયક પ્રોફેસર અને નિર્દેશક સ્ટીવન ફોક્સના જણાવ્યા અનુસાર લાંબા સમયથી કોવિડ-19નો અનુભવ કરતાં લોકોમાં કોવિડ ફોગ સામાન્ય રીતે જોવા મળે છે.
ક્લિનિકમાં આવતા લગભગ 10થી 25 ટકા દર્દીઓ કોવિડ ફોગ વિશે ફરીયાદ કરે છે. ત્યારે જ્ઞાનાત્મક મુશ્કેલી અનુભવતા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે.
શું કોવિડ ફોગનું નિદાન શક્ય છે?
સિડની સ્થિત ચિકિત્સક- વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ન્યુરોલોજીસ્ટ ડૉ. સોનુ ભાસ્કર કહે છે કે કોવિડ ફોગનું નિદાન કરવું પડકારજનક હોઇ શકે છે કારણ કે તે કોવિડ-19માંથી સાજા થયા પછી અસ્પષ્ટ અનુભવવુ અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી તે વ્યક્તિનો પોતાનો અનુભવ છે.
તેઓ વધુમાં કહે છે કે કોવિડ-19થી બચી ગયેલા લોકો પ્રમાણમાં લાંબા સમય સુધી ન્યુરોલોજીકલ અને જ્ઞાનાત્મક સમસ્યાઓ અનુભવી શકે છે.
પ્રોફેસર ફોક્સ કહે છ કે કોવિડ ફોગનું નિદાન એક ચોક્કસ પરિબળ પૂરતું મર્યાદિત ન હોઇ શકે કારણ કે ચિંતા અને થાક પણ જ્ઞાનાત્મક વિચારસરણીને અસર કરતા હોય છે.
તેઓએ કહ્યું હતું કે કોવિડ ફોગ પર કામ કરતી વખતે બીજા સંજોગો પણ ધ્યાનમાં રાખવા જોઇએ.
પ્રોફેર ફોક્સ માને છે કે જે લોકની નોકરીમાં વધુ માંગ રહેતી હોય છેે અથવા તેઓ ઘણી બધી માહિતી એકીકૃત કરવા માટે કામ કરતા હોય જેમ કે કાનૂની અને આરોગ્ય ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ, આ લોકોમાં કોવિડ ફોગની સ્થિતી વધુ પ્રભાવિત થતી હોય તેવું લાગે છે.
ફોક્સે વધુમાં ઉમેર્યુ હતું કે જે લોકોની નોકરીમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે તેમની નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે તેમના માટે કોવિડ ફોગ ગંભીર કહી શકાય છે.
તમને કોવિડ ફોગ હોય તો શું કરવું?
મોટાભાગના કિસ્સાઓમાં કોવિડ ફોગ ક્ષણિક હોય છે અને પોતાની જાતે જ સારો થઇ જતો હોય છે.
અહીં પ્રોફેસર ફોક્સ ખાત્રી આપતા જણાવે છે કે, પહેલાં તો ગભરાશો નહીં, કોવિડ ફોગ એ કંઇ કાયમી થઇ શકે તેવો રોગ નથી. તમારી જાતને સમય આપો.
ચિંતા અને તણાવ જેવી સંબંધિત સમસ્યાઓને જો ધ્યાનમાં લેશો તો કોવિડ ફોગને સુધારવામાં મદદ મળી શકે છે.
સલાહ આપતા પ્રોફેસર ફોક્સ કહે છે કે જે લોકોને ચેપ લાગ્યાના આઠ અઠવાડિયા પછી પણ લક્ષણોનો અનુભવ ચાલું રહેતો હોય તેઓએ આરોગ્ય પ્રદાતાઓ અને GPની સાથે વાત કરીને સલાહ લેવી જોઇએ.
મોટાભાગના લોકો ઘરમાં થોડું ચાલવાનું રાખીને પણ આ મટાડી શકે છે પરંતુ વધુ પડતી કસરત પણ ન કરવી જોઇએ. બસ થોડી હળવી કસરત કરો. સ્વસ્થ રહો.
ડૉ.ભાસ્કરે ઉમેર્યું કે જ્ઞાનાત્મક પ્રવૃતિમાં જોડાયેલા રહેવાથી ઘણી મદદ થઇ શકે છે જેમ કે વિડીયો ગેમ રમવી.
શ્રીમતી વોટ્સ કે જેમને એવું હતું કે તેમને બ્રેઇન ફોગ છે પરંતુ ડોક્ટરને બતાવ્યા વગર જ ધ્યાન રાખતા ગયા તો તેઓને પણ સારું થઇ રહ્યું છે.
વોટ્સ કહે છે કે, હું ધીમે ધીમે મારી કાર્યક્ષમતા પર પાછી ફરી અને મારા ખોરાક પર મેં ખાસ ધ્યાન રાખ્યું હતું. સારો ખોરાક સ્વાસ્થ્ય સુધારી શકે છે.
તેઓ યાદ કરતા કહે છે કે, ચાર અઠવાડિયા પછી ચેપના લક્ષણો ઓછા થયા અને ધીમે ધીમે બ્રેન ફોગની અસર જાણે જતી જ રહી હતી.

થોડા વધારે જાણકાર બનો
ન્યુરોલોજીકલ સિસ્ટમ સહિત શરીરની વિવિધ ક્રિયાઓ પર કોવિડ-19ની ચોક્કસ અસરને માપવા માટે વધુ સંશોધનની જરૂર છે.
પરંતુ લેન્સેટ સાયકિયાટ્રીમાં પ્રકાશિત થયેલા એક તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે કેટલાંક લોકો તેમના કોવિડ-19 ચેપના બે વર્ષ પછી પણ કોવિડ ફોગ, ગાંડપણ અને મનોવિકૃતિ સહિત ન્યુરોલોજીકલ અને માનસિક સ્થિતિઓ માટે વધુ જોખમોનો સામનો કરી રહ્યા છે.
નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત લા ટ્રોબ યુનિવર્સિટીની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે કોવિડ પછીના ચેપમાં જોવા મળતા ન્યુરોલોજીકલ લક્ષણો અલ્ઝાઇમર રોગ અને ચિત્તભ્રંશમાં જોવા મળતા લક્ષણો જેવા જ હતા.
મુખ્ય સંશોધક ડૉ. નિક રેનોલ્ડ્સ SBSને જણાવે છે કે, અલ્ઝાઇમર અને ગાંડપણની સારવાર માટે બનાવવામાં આવેલી દવાઓ ભવિષ્યમાં કોવિડ-19ના ચેપને પગલે ન્યુરોલોજીકલ લક્ષણોની સારવાર માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે.
SBS is committed to providing all COVID-19 updates to Australia’s multicultural and multilingual communities. Stay safe and stay informed by visiting regularly the SBS Coronavirus portal, with the latest in your language.

