આજ રાત થી શરુ થનારા આઈસીસી T 20 વર્લ્ડ કપ ની નાગપુર ખાતે રમાનાર પ્રથમ મેચ માં યજમાન ભારત ન્યુઝીલેન્ડ સાથે મુકાબલો કરશે .
એક જ વર્ષ માં આ બીજો ક્રિકેટ વર્લ્ડ કપ છે . બરાબર એક વર્ષ પહેલા , ઓસ્ટ્રેલીયા ના સ્ટેડિયમો ODI વર્લ્ડ કપ ના કારણે , ક્રિકેટ ના ચાહકો થી ભરચક હતા. ક્રિકેટ જગત ની અન્ય એક રોમાંચક ટુર્નામેન્ટ માટે જયારે સમગ્ર જગત ના ચાહકો ઉત્સુક છે, ત્યારે SBS રેડિયો ભાગ લેનાર ટીમ ની ઝલક રજુ કરે છે.
ગ્રુપ -1
શ્રીલંકા
ગત T 20 વર્લ્ડ કપ માં ડીફેન્ડીંગ ચેમ્પિયન રહેલ આ ટીમ નું હાલ નું પ્રદર્શન જોતા , આ વર્લ્ડ કપ માટે કઈ ખાસ આશા નથી દેખાતી. વર્ષ 2014 માં ટ્રોફી જીત્યા બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ ઘણા ખરાબ દોર થી પસાર થઇ છે , તેઓએ રમેલ 14 મેચ પૈકી ની ફક્ત 4 જ મેચ માં તેઓ જીત નોંધાવી છે . કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને જેવા ખેલાડી ની નિવૃત્તિ બાદ , કોઈપણ બલ્લેબાજ સતત વ્યવસ્થિત પ્રદર્શન કરી શક્યો નથી. હાલમાં અન્જેલો મેથ્યુ ની કપ્તાની માં રમાયેલ એશિયા કપ માં શ્રીલંકન ટીમ ને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે હાર નો સામનો કરવો પડયો હતો . પણ, આ બધી વાતો બાજુ પર મૂકી એ તો શ્રીલંકા ની ટીમ હમેશા અણધારી રહી છે , કોઇપણ ક્ષણે તે અદ્ભુત પ્રદર્શન કરી શકે છે. આ ટીમ ની બધી જ આશા ઓ પેસ બોલર લાસિત મલીંગા પર ટકી છે .
વેસ્ટ ઇન્ડીઝ
ક્રિકેટ ના અન્ય પ્રકારો માં નિષ્ફળ રહેલ આ ટીમ T 20 વર્લ્ડ કપ માટે મજબુત દાવેદાર છે . વર્ષ 2012 ની આ વિજેતા ટીમે છેલ્લા 12 મહિના દરમિયાન ફક્ત T 20 ઇન્ટરનેશનલ જ રમી છે, આથી આ ટીમ અંગે ધારણા કરવી અધરી છે . ડેરેન સામી ની કપ્તાની આ ટીમે અભ્યાસ મેચ માં શનિવારે ઓસ્ટ્રેલીયા ની ટીમે ને 3 વિકેટે અંતિમ બોલે હરાવી હતી. આ જીત ના કારણે આ ટીમ ના આત્મવિશ્વાસ માં વધારો થયો હશે. આ ટીમ માટે અનુભવ એક મૂળ મંત્ર સમાન છે, કેમકે ટીમ ના કેટલાક સફળ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા , ટીમ માં સામેલ નથી. આ ખેલાડીઓ માં કીરીયોન પોલાર્ડ , ડેરેન બ્રાવો અને સુનીલ નારીન નો સમાવેશ થાય છે. ક્રીસ ગેલ અને દ્વાયન બ્રાવો જેવા ખેલાડીઓ એ ઇન્ડીયન પ્રીમિયર લીગ ની મેચો માં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અનુક્રમે 82 અને 91 નો જુમલો નોંધાવેલ , જેથી ભારત ની ભૂમિ પર રમવાનો આત્મવિશ્વાસ અને જોશ તેમના માં ખુબ જ છે.
દક્ષિણ આફ્રિકા
ગત વર્ષે ઓસ્ટ્રેલીયા ખાતે યોજાયેલ ODI વર્લ્ડ કપ નો ઈતિહાસ જાણે ફરી રીપીટ થતો હોય, જેમાં ન્યુઝીલેન્ડ સામે ખુબ જજૂમ્યા બાદ સેમી ફાઈનલ માં હાર નો સામનો કરવો પડેલ, આવું મોટાભાગે આ ટીમ સાથે ODI કે T20 માં થતું આવ્યું છે. જોકે આ ઇવેન્ટ માં ક્રિકેટ પંડિતો માટે આ ટીમ પ્રિય ટીમો માંની એક છે. કપ્તાન ફાફ દ પ્લેસીસ ની આ ટીમ માં સુંદર સમતોલન છે - સારા બ્લ્લેબાજો એબી ડે વિલીએર્સ, હસીમ આમલા , ડેવિડ મિલર અને દ પ્લેસીસ, તો બોલર માં ડાયલ સ્ટેયન. ગત ઓક્ટોબર માં દક્ષિણ આફ્રિકા એ ભારત ને 2-0 થી હાર આપેલ, અને વોર્મ અપ મેચ માં પણ 4 રન ની જીત થી આ ટીમે પોતાની મહત્વકાંક્ષા સાફ દેખાડી છે .
ઇંગ્લેન્ડ
T20 વર્લ્ડ કપ માં ભૂતપૂર્વ વિજેતા આ ટીમ કેટલાક સારા ફટકાબાજ ને લઇ ને ભારત આવી છે. જેસન રોય , એલેક્ષ હોલ્સ, જોસ બટલર , બેન સ્ટોક્સ અને કપ્તાન ઇઓઇન મોર્ગન આ ફટકાબાજ સૂચી માં સામેલ છે. ક્રિકેટ ના પીઢ જાણકાર વીવ રીચાર્ડસે આ બેટિંગ લાઈન પર ટીપ્પણી આપતા કહ્યું કે, તેઓ આ બલ્લેબાજો ની ગુણવત્તા અને રમત ની ઊંડી સમજ થી પ્રભાવિત છે . જોકે , ભારત માં રમત ની પરિસ્થિતિ ઇંગ્લેન્ડ ના ખેલાડીઓ માટે હમેશા પડકાર રૂપ રહી છે , એમાં પણ યુવા ટીમ નો અપૂરતો અનુભવ તેમની મુશ્કેલી વધારી શકે છે .
અફઘાનિસ્તાન
ઝીમ્બાબ્વે , સ્કોટલેન્ડ અને હોંગ કોંગ ને ગ્રુપ કક્ષા એ હરાવી ને સુપર 10 માં પહોંચેલ અફઘાનિસ્તાન ટીમે પોતાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાબિત કરી દિધો છે. જયારે પણ અફઘાનિસ્તાન ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે, ત્યારે તેમના ઈરાદા અને તેમની રમત વિષે વારંવાર વાતો થાય છે. આથી આ ટીમ ને ઘણા પ્રસંશકો પણ મળ્યા છે. કપ્તાન અસઘર સ્તાનીક્ઝાઈ , મોહમ્મદ શાહ્ઝાદ અને મોહમ્મદ નાબી જેવા બલ્લેબાજો સાથે બોલિંગ માં આક્રમક પેસ ધરાવતા હમીદ હસન અને શાપુર ઝાદરાન ગ્રુપ ની કેટલીક ટીમ ને અપસેટ કરી શકે છે.
Image
ગ્રુપ -2
ભારત
T20 ક્રિકેટ ના પ્રારંભિક વિજેતા ભારતે , પોતાના ઘર આંગણે વર્ષ 2011 માં ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતેલ . આ ટીમ હાલ નું પ્રદર્શન પોતાની ઘરેલું પીચ પર તેમને સહેજ ફાયદો આપશે . વર્ષ 2016 માં રમેલ 11 T20 ક્રિકેટ માંથી ફક્ત 1 જ મેચ ભારત હાર્યું છે. ઘરેલુ પીચ , મજબુત બેટિંગ અને બોલિંગ- ભારત ની ટીમ ને મજબુત દાવેદાર બનાવે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન , યુવરાજ સિંહ , અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ તેમના પ્રદર્શન માટે જાણીતા છે, તો બોલિંગ માં અનુભવી આશિષ નેહરા અને આર.અશ્વિન સાથે યુવા ખેલાડી હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમ્રાહ, ભારત ની બોલિંગ સાઈડ મજબુત બનાવે છે.
ઓસ્ટ્રેલીયા
5 વખત ના ODI વર્લ્ડ ચેમ્પિયન અને ટેસ્ટ ક્રિકેટ માં પ્રથમ સ્થાન ધરાવતી આ ટીમ પણ એક મજબુત દાવેદાર છે, જેમના માટે આ માત્ર એક જ ટ્રોફી ની કમી છે. આ વખતે ટીમ પાસે T20 માટે અત્યાર સુધીના સૌથી સારા બલ્લેબાજો છે - ડેવિડ વોર્નર અને આરોન ફિન્ચ શરૂઆત માં , કપ્તાન સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્ષ્વેલ વચ્ચે અને જેમ્સ ફૌક્નેર અંત માં. શેન વોર્ન ના ભારતીય પીચ પર ના અનુભવ, સાથે લેગ સ્પિનર એડમ ઝમ્પા અને ડાબેરી સ્પિનર અશ્ટોન અગર આ ટીમ ને મજબુત બનાવે છે.
પાકિસ્તાન
2009 T20 ચેમ્પિયન, આ ટીમ સૌથી અણધારી ટીમ છે. પાકિસ્તાની સરકાર વડે સુરક્ષા અંગે ના પ્રશ્નો ને લઇ ને આ ટીમ નું ભારત આવવું અનિશ્ચિત હતું પણ, હવે તે આ ટુર્નામેન્ટ માં સામેલ છે. ભારત પાકિસ્તાન વચ્ચે નો મુકાબલો પણ હવે કોલકોત્તા ખસેડવામાં આવ્યો છે. આ ટીમ હાલમાં જ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે તથા એશિયા કપ માં પણ હાર સહી ચુકી છે. પાકિસ્તાન સુપર લીગ ની T20 ક્રિકેટ ના લીધે ખેલાડીઓ ને પ્રેક્ટીસ મળી છે. કપ્તાન શાહિદ આફ્રીદી અનુભવી છે, સાથે ટીમ માં મોહમ્મદ હાફીઝ, શોહેબ મલિક, અહમદ શેહ્ઝાદ અને ઉમર અકમલ ટીમ ને સફળતા તરફ દોરી જઈ શકે છે. તો બોલિંગ માં મોહમ્મદ આમીર, વાહેબ રીઆઝ અને મોહ્મ્મેદ ઈરફાન ચિંતા જન્માવે તેવા છે.
ન્યુઝીલેન્ડ
આ ટીમ માટે કપ્તાન બ્રેનડન મેકફૂલમ ની નિવૃત્તિ બાદ આ એક નવો ફેઝ છે. જરૂરી અભ્યાસ સાથે ભારત આવેલ ટીમ ના કપ્તાન વિલિયમસન માટે ભારતીય ઉપદ્વીપ માં રમવું પડકાર સમાન રહ્યું છે. પણ, ઓલરાઉન્ડર કોરી એન્ડરસન , ગ્રાન્ટ એલિયટ, મીત્ચેલ સૌન્તર અને નાથન મેકફૂલમ તેમની મજબુત બાજુ છે. તો, બોલરો ટીમ સાઉધી, ટ્રેન્ટ બોઉલ્ત અને નાથન મેકફૂલમ ચિંતા ને હળવી કરનાર છે.
બાંગ્લાદેશ
જો ઈતિહાસ નું પુરાવર્તન થાય, તો બાંગ્લાદેશે આ વર્લ્ડ કપ જીતવો જોઈએ . છેલ્લા 3 વખત થી પૂર્વ આયોજકો ત્યાર પછી ના વર્ષ નો વર્લ્ડ કપ જીતે છે જેમકે, ઇંગ્લેન્ડ , વેસ્ટ ઇન્ડીઝ અને શ્રી લંકા, તો હવે 2014 ના આયોજક બાંગ્લાદેશ નો વારો ! અને ટીમ નું પ્રદર્શન પણ આ વાત ની સાક્ષી પૂરે છે. આ ટીમ માં અનુભવીઓ અને યુવાનો નું મિશ્રણ છે - શાકિબ અલ હસન , મુશફિકર રહેમાન અને કપ્તાન માંશ્રેફ મોર્ટાઝ અનુભવી છે તો સૌમ્ય સરકાર અને શબ્બીર રહેમાન નવા છે. આ ટીમ ને જોવી વર્લ્ડ કપ માં લાહવો બની શકે
ધવન
Share

