નાણાકીય નિયમનકારે જીવન અને ગ્રાહક ધિરાણ વીમાના કોલ્ડ કોલ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
ગયા સપ્તાહે કોમનવેલ્થ બેંકની માલિકીની CommInsure વીમા કંપનીને 87 નિયમ ભંગ બદલ 7 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં CommInsure અને અન્ય કેટલીક કંપનીઓએ લોકોને બિનજરૂરી વીમા પોલીસી વેચી હતી. અમુક કિસ્સામાં વ્યક્તિએ વીમાની શરતો સમજ્યા વગર પોલીસી લીધી હોવાની વાત પણ બહાર આવી છે તેને પગલે આ પ્રતિબંધ મુકાયો છે.
ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC) દ્વારા બુધવારે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. જે 13મી જાન્યુઆરી 2020થી અમલમાં આવશે.
ASIC કમિશનર શોન હ્યુઝે જણાવ્યું હતું કે વીમા કંપનીઓ ગ્રાહકો પર દબાણ લાવવા માટે અનેક યુક્તિઓનો ઉપયોગ કરી રહી હતી. તેથી હવે ASIC નાણાકીય કંપનીઓની ચાલાકી રોકવા હસ્તક્ષેપ કરી રહી છે.
રોયલ કમીશન તપાસ પછી કોઈ મોટી બેંકને ગેનુગાર ઠેરવી થયેલો પ્રથમ ગુનાહિત દોષ છે CommInsureને થયેલો દંડ.
2010 અને 2014 વચ્ચે થયેલા ગેરકાયદેસર વેચાણ બદલ કંપનીએ આશરે 30,000 ગ્રાહકોને 12 મિલિયન ડોલરથી વધુ રિફંડ આપ્યું હતું, જ્યારે કોમનવેલ્થ બેંકે 2017 માં ખોટી રીતે વેચાયેલ ક્રેડિટ કાર્ડ અને હોમ લોન પ્રોટેક્શન વીમા માટે 10 મિલિયન ડોલરથી વધુની રકમ પરત કરી હતી.
ગયા વર્ષે ક્લીયર વ્યૂએ ફોન પર લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે દબાણ કર્યા પછી 16,000 ગ્રાહકોને 1.5 મિલિયન ડોલરથી વધુ પરત આપવા પડ્યા હતા.
અને લેટિટ્યુડ ઇન્સ્યુરન્સએ ગ્રાહક ધિરાણ વીમાનું ખોટું વેચાણ કર્યું હતું અને ખોટી રીતે દાવાઓને નકારી કાઢ્યા પછી, 2017 માં લગભગ 905 ગ્રાહકોને 1.1 મિલિયન ડોલર પાછા આપ્યા હતા.
ટેલિફોન પર જીવન અને આકસ્મિક ઇજા વીમા પોલીસી વેચવા ૧૪ ગ્રાહકોને હેરાન કરવામાં આવ્યા અને તેમને વીમો ખરીદવાનું દબાણ કરી ગેરમાર્ગે દોરવા બદલ પણ કાર્યવાહી શરૂ કરી છે. ASICએ આ છેતરામણીના કિસ્સાઓમાં નાણાકીય સેવા આપતી કંપનીના લાઈસન્સ સામે પણ ફરિયાદ નોંધાવી છે.
Share


