એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં વેચાતા સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ અમેરિકા કે બ્રિટન જેવા દેશોના પીણાં કરતાં વધુ છે.
પ્રોફેસર બ્રોનવિન કિંગવેલવેલે તાજેતરમાં જ એવા સોફ્ટ ડ્રિંક્સની સરખામણી કરી છે જે ઓસ્ટ્રેલિયામાં અને વિદેશમાં મળતા હોય જેથી બંને માર્કેટ માં વેચાતા એકજ પીણાં માં શું ફરક હોય છે તેનો અભ્યાસ કર્યો છે.
આ અભ્યાસ માં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં સોફ્ટ ડ્રિંક્સ માં વપરાતી ખાંડ શેરડી માં થી બને છે અને તેથી તેમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધારે હોય છે જયારે વિદેશમાં મળતા ઠંડા પીણાં માં ફ્રુક્ટોઝ નું પ્રમાણ વધારે હોય છે. ફ્રક્ટોઝ કુદરતી રીતેજ ફળ કે શાક માં રહેલ સાકર છે એટલે શરીર ને ઓછું નુકસાન કરે.
મેદસ્વીતા પર કાબુ મેળવવા નીતિઓ ઘડતી સંસ્થા "ઓબ્સેટી પોલિસી કોઅલીશન" એ ખાંડવાળા પીણાં પર 20 ટકા ટેક્સની ભલામણ કરી છે , અને આવો ટેક્સ લાદવામાં આવે તો તેના થી લાંબા ગાલે શું ફાયદા મળે તેના પર વિગતવાર અભ્યાસ કર્યો છે.
એવું જાણવા મળ્યું છે કે ટેક્સ 1,600 જીવન બચાવી શકે છે ...
4,400 હૃદયરોગના હુમલા અને 1,100 સ્ટ્રોક ટાળી શકાશે ...
... અને મેદસ્વીતાથી થતા વિવિધ રોગના ઉપચાર કે તેની સાથે જીવતા લોકો ને મદદ કરવા માં થતો ખર્ચ અટકાવી શકાશે , દેશની આરોગ્ય વ્યવસ્થાને $ 600 મિલિયન કરતાં વધારે ની બચત થશે.