સમગ્ર ઓસ્ટ્રેલિયાભરમાં, 26મી જાન્યુઆરીના દિવસે જાહેર રજા હોય છે અને, ઘણા સમુદાયો તે દિવસે બાર્બેક્યુ તથા ઉનાળાની રજાઓના અંતિમ દિવસની મજા માણે છે. તે દિવસે ઓસ્ટ્રેલિયાના સેંકડો નાગરિકો દેશ તથા સામુદાયિક સેવામાં યોગદાન આપવા બદલ સન્માનિત થાય છે.
પરંતુ, ઘણા ફર્સ્ટ નેશન્સના લોકો માટે તે દિવસ ઘણો અલગ સાબિત થાય છે. તેમના માટે તે દિવસ શોક તથા તેની સમીક્ષાનો કરવાનો દિવસ છે. કારણ કે તે દિવસથી જ બ્રિટીશ દ્વારા વસાહતી આક્રમણ શરૂ થયું હતું. જે ફર્સ્ટ નેશન્સના લોકો અને તેની આગામી પેઢી પર યુદ્ધ, નરસંહાર, જાતિવાદ અને અન્ય અત્યાચારમાં પરિણામ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા નવા માઇગ્રન્ટ્સ આજના દિવસે દેશની નાગરિકતા અપનાવીને દિવસની ઉજવણી કરશે.
આજના દિવસે જ પ્રથમ કાફલાનું આગમન થયું હતું અને વર્તમાન સમયમાં બહુસાંસ્કૃતિક સમુદાયના સભ્યો ઓસ્ટ્રેલિયાના ધ્વજ સમક્ષ દેશમાં એકતા સ્થાપવાની પ્રતિજ્ઞા લે છે. આ પ્રશ્નોનો બહુસાંસ્કૃતિક સમુદાયો સામનો કરી રહ્યા છે.
‘આપણે સંબંધની ભાવના કેળવવી જોઇએ’
વર્ષ 2021માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે, જન્મ સ્થાન જાહેર ન કર્યું હોય તેવા લોકોને બાદ કરતાં દેશની કુલ વસ્તીમાંથી સાત મિલિયન એટલે કે 29.3 ટકા લોકો, વિદેશમાં જન્મ્યા હતા.
સિડની સ્થિત ઇથિયોપીયન સમુદાયના અસેફા બેકેલે, આદિજાતી સમુદાય સાથે કાર્ય કરે છે અને તેમને ફર્સ્ટ નેશન્સના લોકોનો ઇતિહાસ જાણવામાં રસ છે.
તેઓ જણાવે છે કે સમુદાય કે દેશનો ભાગ હોવું તેવી ભાવના જન્માવવી મહત્વપૂર્ણ છે.
બેકેલે જણાવે છે કે દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક અને 60,000 વર્ષોથી દેશમાં રહેતા આદિજાતી ઓસ્ટ્રેલિયન્સમાં સમાજ કે સંસ્કૃતિનો ભાગ હોવાની ભાવના જન્મે તે જરૂરી છે.
અને તે માટે તમારો ઇતિહાસ, સંસ્કૃતિની જાણકારી એકબીજા સાથે વહેંચી સંસ્કૃતિ કે સમાજનો ભાગ હોવાની ભાવના વિકસાવવી જરૂરી છે.
મને તારીખ બદલવામાં કોઇ વાંધો નથી. ઓસ્ટ્રેલિયા વિકાસ કરી રહ્યું છે અને સમય બદલાઇ રહ્યો છે. લોકોએ પણ બદલાવવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિના દરેક ભાગનું સન્માન થાય તે જરૂરી છે.Asefa Bekele
આખરે, આપણે તમામ લોકોએ શાંતિ, સદ્ભાવ તથા એકતા ઇચ્છીએ છીએ.
ઉજવણી માટે ખોટો દિવસ
ગેવિન સોમર્સ, બુચુલ્લા તથા ગુબ્બી ગુબ્બી પુરુષ છે. તેઓ ગાયક તથા ગીતકાર છે. તેઓ ઓસ્ટ્રેલિયાને ઉજવવાના મહત્વને સન્માને છે. જોકે, ઓસ્ટ્રેલિયન હોવાના નાતે તેઓ ઉજવણીની તારીખ ખોટી હોવાનું જણાવે છે.
તેઓ ઉમેરે છે કે, આપણે એક એવી તારીખ નક્કી કરવી જોઇએ જેને આપણે ઓસ્ટ્રેલિયામાં વસતા અન્ય સમુદાયના લોકો સાથે પણ ઉજવી શકીએ.
આપણે એકજૂટ થઇએ અને એક તારીખ નક્કી કરીને તેની ઉજવણી કરીએ તે મહત્વપૂર્ણ છે.
ઓસ્ટ્રેલિયા ડે મુશ્કેલ પ્રશ્નો જન્માવે છે
ક્રેગ રીગ્ને ગારીન્ડજેરી તથા કૌરના પુરુષ છે. તેઓ નોન-પ્રોફિટ એબોરિજનલ સંસ્થા KWY ના સીઇઓ છે. તેઓ જણાવે છે કે ઓસ્ટ્રેલિયા ડે સતત મુશ્કેલ પ્રશ્નો પેદા કરે છે.
ઓસ્ટ્રેલિયા ડેના રોજ આપણે આપણી જાતને પૂછવું જોઇએ કે: આપણે એકબીજાને કેવી રીતે જોઇએ છીએ?Craig Rigney
શું આપણે આપણી જાતને ભાગીદારી સાથેના ભવિષ્યમાં ચિત્રમાં જોઇ રહ્યાં છીએ? તેમ તેઓ જણાવી રહ્યા છે.
મને લાગે છે કે તે આપણી નિયતી, આપણું ભવિષ્ય તથા એકબીજા સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ તે નક્કી કરશે.

ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોમાં સ્થાનિક કાઉન્સિલ્સે 26 જાન્યુઆરીના દિવસે નાગરિકતા આપવાના કાર્યક્રમો નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેમાં મેલ્બર્નના ઉત્તર ભાગમાં આવેલી મેરી-બેક કાઉન્સિલનો સમાવેશ થાય છે. આ કાઉન્સિલ કુલિન નેશનના વરુન્જરી વોય-વરુંગ લોકોની ભૂમિ પર આવેલી છે.
કાઉન્સિલના મેયર એગ્લિસા પાનોપોલોઉસે જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરીનો દિવસ ફર્સ્ટ નેશન્સના લોકોના સદીઓથી ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલો છે.
વર્ષ 1788માં આજના દિવસે, આર્થર ફિલીપ (અને પ્રથમ કાફલો) ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. અને, ત્યાર બાદથી નરસંહારનો પ્રારંભ થયો હતો.
સત્ય એ છે કે વસાહતીકરણના કારણે પેઢીઓથી ચાલી આવતા આઘાત, પ્રણાલિગત જાતિવાદ તથા ફોજદારી ન્યાય પ્રણાલી સાથે આપણને મુશ્કેલી છે.
અને જ્યારે ફર્સ્ટ નેશન્સના લોકો દ્વારા અમને કહેવામાં આવ્યું કે 26મી જાન્યુઆરી ઉજવણનો દિવસ નથી ત્યારે અમે તેમની વાત સાંભળીએ તે મહત્વપૂર્ણ છે.

રીગ્ને આ વિચારને સમર્થન આપે છે, આપણી પાસે સમુદાય તથા દેશ તરીકે શીખવાની તથા સાંભળવાની તક રહેલી છે.
સમુદાયના ભાગ તરીકે, દેશના ભાગ તરીકે, મને લાગે છે કે આપણે એકબીજાને તથા ઓસ્ટ્રેલિયા દેશને સ્વીકારવાનું શીખીશું, સન્માન આપીશું.
જોકે, તેમણે જણાવ્યું હતું કે, કઇ તારીખે ઓસ્ટ્રેલિયન્સે ઉજવણી કરવી જોઇએ તે લોકોને ગેરમાર્ગે દોરે છે તથા વિભાજીત કરે છે.
26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા ડેની વર્તમાન પ્રણાલી નવી છે અને તે દેશમાં વર્ષ 1994થી જ વ્યાપી થઇ છે.




