સેનેટ દ્વારા સરકાર વડે રજુ કરાયેલ મહત્વ ના ઉદ્યોગિક ખરડા નો 36 (વિરુદ્ધ)-34 (તરફેણ) ના મત થી બીજી વખત અસ્વીકાર કરવામાં આવ્યો, જેના કારણે વડાપ્રધાન પાસે ઐતિહાસિક ડબલ -ડીસોલ્યુશન માટે નો માર્ગ મોકળો થઇ ગયો છે.
શ્રી ટર્નબુલની વિનંતી ને કારણે, ગવર્નર -જનરલ પીટર કોસગ્રો દ્વારા સાંસદો અને સેનેટરોને બે મહત્વ ના ખરડા પર ચર્ચા કરવા ત્રણ અઠવાડિયા પહેલા જ સત્ર માટે બોલાવવામાં આવ્યા. આ બે ખરડા પૈકી નો પ્રથમ ખરડો - ઓસ્ટ્રેલીયન મકાન અને બાંધકામ કમીશન (ABCC) ને બાંધકામ ઉદ્યોગ માં નિયમનકાર તરીકે પરત લાવવાનો હતો. જયારે બીજો ખરડો - ટ્રેડ યુનિયન શાસન પર કડક નિયમો લાદવાનો હતો. આ ખરડા ને અગાઉ પણ ઘણી વખત અવરોધિત કરવામાં આવ્યો છે.
ગ્રીન્સ નેતા રીચાર્ડ ડી નટાલે A-B-C ટીવી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓને હમેશા લાગતું હતું કે આવી જ રીતે ABCC ખરડા ને લઇ ને સરકાર સામે નમતું જોખવું પડશે. સરકાર ના હાથ માં હવે ડબલ -ડીસોલ્યુંશન ની ચાવી છે.
શ્રી ટર્નબુલે આગાઉ જ જાહેર કરેલ કે જો આ ખરડો નો અસ્વીકાર કરવામાં આવશે તો, તેઓ અસ્વીકાર ના કારણે ચૂંટણી ઘોષિત કરશે. બાંધકામ ઉદ્યોગમાંના ભ્રષ્ટાચારને નાબુદ કરવા એક સતર્કતા નિયામક ની જરૂર છે.
આ ખરડો પાસ કરાવવા માટે ગઠબંધન સરકાર ને આઠ માંથી છ ક્રોસબેંચ સેનેટર નો ટેકો જોઈતો હતો. કેટલાક સેનેટરો એ ખરડા ને ફરી લક્ષ માં લેવા ની તરફેણમાં મત આપ્યો જયારે ગ્રીન્સ, લેબર અને અન્ય ક્રોસબેંચ સેનેટરો એ તેની વિરુદ્ધ માં મત આપ્યો હતો.
ક્વીન્સલેન્ડ ના સેનેટર ગ્લેન લાજરસે સ્કાય ન્યુઝ ને જણાવ્યું કે, તેઓ શરૂઆત થી જ આ ખરડો ન સ્વીકારવાનો તેમનો મત જતાવી ચુક્યા છે. તેઓ આ ખરડા ને રાષ્ટ્રવ્યાપી ઉપયોગ માં લેવાય તેની હિમાયત માં હતા અને સરકાર આ મુદ્દે કોઈ બદલાવ લાવવા ઇચ્છતી ન હતી.
3જી મે ના રોજ બજેટ રજુ કર્યા બાદ વડાપ્રધાન ચૂંટણી ઘોષિત કરે તેવી અપેક્ષા છે.
ABC સાથે વાત કરતા એટર્ની જનરલ જ્યોર્જ બ્રાન્ડીસે ચૂંટણી ના પરિણામો કટોકટીભરી સ્પર્ધા હોવાની વાત ને નકારી કાઢી હતી.
સેનેટ ના વિરોધપક્ષ ના નેતા પેની વોંગ ના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી વડે ઓસ્ટ્રેલિયનો ને સ્પર્શતા મહત્વ માં મુદ્દાઓ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત છે.
અગાઉ ની ચર્ચા દરમિયાન કેન્દ્રીય વિરોધપક્ષે ગવર્નર -જનરલ પર સંસદ ને ફરી બોલાવવા બદલ હુમલો કર્યો હતો.
સેનેટર સ્ટીફન કોનરોયે સેનેટ ને જણાવ્યું હતું કે સરકાર રાજકીય લાભ મેળવવા આવું કરી રહી છે અને તેઓએ સર પીટર કોસગ્રો પર સેનેટ ની ઈચ્છા ની ઉપરવટ જવાનો પણ આરોપ લગાડ્યો હતો.
વિરોધપક્ષ ના નેતા બીલ શોર્ટને સેનેટર કોનરોય ની ટીપ્પણી બિનજરૂરી ગણાવી હતી. આ સાથે તેઓએ ઓસ્ટ્રેલીયાના બેંક અને આર્થિક સેવા ક્ષેત્ર માં રોયલ કમીશન માટે દબાણ કર્યું હતું અને આ માટે ની ચર્ચા માટે સંસદ નો આખો દિવસ ફાળવવાનો આગ્રહ રાખ્યો હતો. આ દરખાસ્ત ને રોકવા સરકારે પોતાની બહુમતી નો ઉપયોગ કર્યો હતો અને લેબર ની માંગણી નો અસ્વીકાર કર્યો હતો.
Share
