આપણા બધા માટે આનંદની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા પોસ્ટ પ્રથમ વખત દિવાળીની લિમિટેડ એડિશન સ્ટેમ્પ બહાર પાડશે. છેલ્લા પાંચેક વર્ષમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અહીં વધી છે , અને મૉટે ભાગે દૂધમાં સાકરની જેમ ભારતીયો ઓસ્ટ્રેલિયન સમાજમાં ભળી ગયા છે. બહુસાંસ્કૃતિકતાને ઉજવતા આ દેશમાં તેથીજ દિવાળી નિમિત્તે નવી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ લિમિટેડ એડિશન સ્ટેમ્પમાં એક તરફ લક્ષ્મીજીનો સુંદર ફોટો ,હાથમાં દીવો છે જયારે બીજા પેજ પર દિવાળીનું મહત્વ,કેવી રીતે ઉજવાય છે તેની ટૂંકી માહિતી છે.
ઓસ્ટ્રેલિયા પોસ્ટ દ્વારા દિવાળીની ટપાલ ટિકિટોનું વેચાણ આગામી દિવસોમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયા પોસ્ટએ દરેક પોસ્ટ શોપને ૧૫ ઓક્ટોબર પહેલા આ ફિલાટેલી સ્ટેમ્પનો ઓર્ડર આપવાનું જણાવ્યું છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયા પોસ્ટની વેબસાઇટ પરથી પણ આ ટિકિટોનું વેચાણ થશે.
Share

