ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે તાપમાન સામાન્ય રહ્યા બાદ આગામી બે દિવસમાં ગરમીનો પારો વધશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે અને દેશના વિવિધ રાજ્યોનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જશે.
મંગળવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ હવે વારો સાઉથ ઇસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો છે. અહીંના રાજ્યોમાં આવનારા બે દિવસોમાં ભીષણ ગરમીની શક્યતા જોવાઇ રહી છે.
એડિલેડમાં બુધવારે ગરમીનું પ્રમાણ 38 ડિગ્રી જેટલું રહ્યું હતું જ્યારે ગુરુવારે 42 ડિગ્રી જેટલી ગરમી પડશે.
મેલ્બર્નમાં પણ ગુરુવારે તાપમાન 37 ડિગ્રી જેટલું રહે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. શુક્રવારે મેલ્બર્નનું તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જાય તેમ છે.

Sydney's Bronte Beach. NSW is expected to swelter through summer, with some parts of the nation predicted to get to almost 50C. Source: AAP
કેનબેરા – સિડનીમાં પણ ગરમી વધશે
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી – કેનબેરામાં શુક્રવાર અને શનિવારે તાપમાન 41 ડિગ્રી તથા પશ્ચિમ સિડનીમાં શનિવારે તાપમાન 44 ડિગ્રી જેટલું રહેશે તેવું અનુમાન છે.
બ્યૂરો ઓફ મેટોરોલોજીના જણાવ્યા પ્રમાણે, આગામી ત્રણ દિવસ સુધી દેશના અમુકા રાજ્યોમાં ભયંકર ગરમી પડી શકે છે. જેના કારણે વિજળી અને વાહનવ્યવહાર પર અસર પડી શકે છે.
આ ઉપરાંત, ગરમીથી બચવા માટે યોગ્ય પગલા લેવા અંગ પણ મેટોરોલોજી વિભાગે જણાવ્યું છે.
હેલ્થડાઇરેક્ટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં અન્ય કુદરતી આપદામાં થતા મૃત્યુ કરતાં ગરમીના કારણે થતા મૃત્યુની સંખ્યા વધુ છે. તેથી જ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
Image
ગરમીથી બચવા માટે આટલું કરો
- વધુ પાણી પીઓ
- શરીર ઠંડુ રાખો
- ઘરમાં ઠંડક રાખો
- પરિવારના અન્ય સભ્યોની પણ સારસંભાળ લો
- બાળકો અને વડીલોને ગરમી ન લાગી જાય તેનું ધ્યાન રાખો
બુશફાયરની ઘટનામાં વધારો થઇ શકે
ગરમી વધવાથી બુશફાયરની શક્યતા પણ વધી જાય છે તેથી જ વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં આગ લગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.