ઓસ્ટ્રેલિયા આજે રસીકરણના 80 ટકા લક્ષ્યાંકને હાંસલ કરશે

5મી નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

PM Scott Morrison

AUS PM Scott Morrison Source: AAP Image/Dan Himbrechts

  • ઓસ્ટ્રેલિયા ૮૦% રસીકરણનો લક્ષ્યાંક શુક્રવાર 5 નવેમ્બરે પ્રાપ્ત કરશે.
  • ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા વચ્ચે ક્વોરન્ટાઇન મુક્ત પ્રવાસ શરુ થશે.
  • નોધર્ન ટેરીટરીના અમુક વિસ્તારોમાં લોકડાઉન

ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષ કે તેથી વધુ વયના રસી મેળવવા લાયક બનેલા ૮૦% લોકો દ્વારા covid પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેવાનો લક્ષ્યાંક શુક્રવાર 5મી નવેમ્બરે હાંસલ કરશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ યોજના મુજબ હવે આખા રાજ્ય કે શહેરમાં તાળાબંધી કરવામાં નહી આવે. પરંતુ ચેપગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણો મુકવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા નિર્ધારીત લક્ષ્યાંક મેળવવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક મુસાફરીની માંગમાં વધારો નોંધાયો છે. છેલ્લા 2 અઠવાડિયામાં ક્વોન્ટાસ એરલાઇન્સે સ્થાનિક મુસાફરી માટે 500,000 બુકિંગ્સ કર્યા છે. 

ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓએ  વિક્ટોરીયામાં પ્રવેશ માટે પરમીટ મેળવી કોવિડ-19નું સંક્રમણ થયું નથી તેની ખાતરી આપવી પડશે. અને રસી નહીં મેળવનારા વિક્ટોરીયાના લોકોને ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશ મળશે નહીં. 

નોધર્ન ટેરીટરીમાં કોવિડ-19નો એક કેસ નોંધાતા, કેથરિનમાં 3 દિવસનું લોકડાઉન તથા ગ્રેટર ડાર્વિનમાં રસી નહીં લેનારા લોકો માટે ગુરુવાર મધ્યરાત્રીથી નિયંત્રણો લાદવામાં આવ્યા છે.રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોને જ નિયંત્રણોમાંથી છૂટ આપવામાં આવી છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 90 ટકા સુધી પહોંચ્યા બાદ સરહદો ખોલવામાં આવશે. પ્રીમિયર માર્ક મેકગોવેને જણાવ્યું છે કે 90 ટકા લક્ષ્યાંક આગામી વર્ષે જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં હાંસલ થવાની શક્યતા છે. અને  રાજ્ય જ્યારે 80 ટકા રસીનો લક્ષ્યાંક મેળવી લેશે ત્યારે રાજ્યની સરહદો ખુલ્લી મુકવા અંગે ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania
Northern Territory 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

3 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now