સંપત્તિની અસમાનતા દર્શાવતા ઓક્સફામના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયન અબજોપતિઓની કુલ સંપત્તિ અંદાજે $US16.1 billion ($A21.5 billion) છે.
આ આંકડાઓ વૈશ્વિક રિપોર્ટ એન ઈકોનોમી ફોર 99 પરસેન્ટ માં રજુ કરવામાં આવ્યા છે. આ અહેવાલ વિશ્વના રાજકીય અને વ્યાપાર જગતના નેતાઓની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં સ્વીત્ઝર્લેન્ડ ખાતે રજુ કરવામાં આવ્યો હતો.
ઓક્સફામ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ ડો. હેલેન સાઝોકના જણાવ્યા મુજબ દેશના શ્રીમંત અને ગરીબો વચ્ચે સંપત્તિની અસમાનતા એ વૈશ્વિક પ્રવાહ છે.
વિશ્વના આઠ શ્રીમંતો દુનિયાના અડધા ગરીબોની સંપત્તિ સમાન સંપત્તિ ધરાવે છે જેમાં સામેલ છે - માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ , ફેસબુકના માર્ક ઝુકરબર્ગ.
ડો. સાઝોકના જણાવ્યા મુજબ વિશ્વના આ આઠ ધનિકોની કુલ સંપત્તિ 426 અબજ અમેરિકી ડોલર જેટલી છે.
આ પ્રકાની શ્રીમંતો અને ગરીબો વચ્ચેની અસમાનતા ભવિષ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.
ડો. સાઝોકના કહેવા મુજબ વિશ્વના આ આઠ ધનિકો ઉદાર રહ્યા છે પણ, આ પ્રકરની સંપત્તિની અસમાનતા અર્થતંત્રને પણ નુકસાનકર્તા સાબિત થઇ શકે છે.
ડો. સાઝોકે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ઓસ્ટ્રેલિયાની મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ દરેક દેશમાં પોતાની આવક,કામદારો, નફો અને ભરેલા કરની વિગતો સાર્વજનિક કરે તે અંગે કડક નિયમો બનાવે.
તેમના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આર્થિક અસમાનતા દૂર કરવી ખુબ જરૂરી છે કેમકે સેન્ટરલિંક ઋણ અને તેને પરત કરવામાં સૌથી જરૂરતમંદ લોકોને અસર થાય છે.
વિશ્વના શ્રીમંત લોકો
* Bill Gates $US75b
* Amancio Ortega $US67b
* Warren Buffett $US60.8b
* Carlos Slim Helu $US50b
* Jeff Bezos $US45.2b
* Mark Zuckerberg $US44.6b
* Larry Ellison $US43.6b
* Michael Bloomberg $US40b
ઓસ્ટ્રેલિયાના શ્રીમંત લોકો
* Gina Rinehart ($US8.8b)
* Harry Trigguboff ($US7.3b)
(Source: Oxfam)
Share

