ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટેની અરજીની ફીમાં 1લી જુલાઇ 2021થી વધારો થઇ રહ્યો છે. ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે આ અંગે જાહેરાત કરી હતી.
નવા ફેરફાર હેઠળ, સિટીઝનશિપની સામાન્ય અરજી માટેની ફીને 285થી વધારીને 490 ડોલર કરવામાં આવી છે. સિટીઝનશિપની વિવિધ અરજીના પ્રકારોમાં લગભગ 72 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, જન્મ આધારિત સિટીઝનશિપ તથા અન્ય પરિસ્થિતી હેઠળ સિટીઝનશિપ માટેની અરજીની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો
સિટીઝનશિપનો પ્રકાર અગાઉની ફી નવી ફી
કોન્ફરલ - સામાન્ય 285 ડોલર 490 ડોલર
કોન્ફરલ - વિશેષ 180 ડોલર 300 ડોલર
જન્મ આધારિત 230 ડોલર 315 ડોલર
માતા-પિતાની અરજી સાથે જ જોડવામાં આવેલા 15 વર્ષથી નાની ઉંમરના બાળકોની અરજી માટે કોઇ ફી લેવામાં આવશે નહીં. જોકે, બાળકની એકલાની સિટીઝનશિપની અરજીની ફી 180 ડોલરથી વધારીને 300 ડોલર કરવામાં આવી છે.

Applications for Australian citizenship will cost more from 1 July 2021. Source: Wendell Teodoro/Getty Images
ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજી માટેની ફીમાં છેલ્લા 5 વર્ષથી કોઇ વધારો કરવામાં આવ્યો નહોતો.
1લી જુલાઇથી લાગૂ થનારો વધારો સિટીઝનશિપની અરજીમાં થયેલા ભરાવા તથા અમુક જટિલ કેસનો વધુ યોગ્ય રીતે નિકાલ કરવામાં મદદરૂપ થશે.
વર્તમાન ગોઠવણ પ્રમાણે, સરકાર હાલમાં સિટીઝનશિપની અરજી માટે મળતી કુલ ફીમાંથી 50 ટકા રકમ જ મેળવે છે. તેમણે ઉમેર્યું હતું કે યુનાઇટેડ કિંગડમ, કેનેડા તથા અમેરિકા જેવા દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં સિટીઝનશિપની ફી ઘણી જ ઓછી છે.
વર્ષ 2019-20ના નાણાકિય વર્ષમાં સૌથી વધારે ભારતીય મૂળના લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી
દેશ સિટીઝનશિપ
ભારત 38209
યુનાઇટેડ કિંગડમ 25011
ચીન 14764
ફિલીપીન્સ 12838
પાકિસ્તાન 8821
વિયેતનામ 6804


