Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથેના દુર્વ્યવહારની તપાસ

કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહથી શરુ કરવામાં આવનાર તપાસમાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રભાવિત કરતી છેતરપિંડીની વર્તણુક મુખ્ય મુદ્દો રહેશે. આ તપાસના કેન્દ્રમાં માઈગ્રન્ટ એજન્ટ્સ અને છાત્ર સંસ્થાનો છે.

Elevated view of university students walking up and down stairs
Source: Caiaimage

27મી જૂન બુધવારના રોજ માઈગ્રેશન પર સંયુક્ત સ્થાયી સમિતિ( Joint Standing Committee on Migration) દ્વારા ઓસ્ટ્રેલિયન માઈગ્રેશન એજન્ટ્સને લગતા વર્તમાન પ્રાવધાન અંગેની તપાસની પ્રથમ સુનાવણી કરવામાં આવશે.

આ તપાસના કેન્દ્રમાં પ્રવર્તતી છેતરપિંડીની વર્તણુક, પ્રોફેશનલ ગેરવર્તણૂક અને રજીસ્ટર માઈગ્રેશન એજન્ટ્સ વડે કરવામા આવેલ અન્ય ઉલ્લંઘનો સાથે માઈગ્રેશન એજન્ટ્સ અને તેમને લાગુ પડતી સજાની વર્તમાન વ્યવસ્થાની સમીક્ષા રહેશે.

તપાસ સમિતિ દ્વારા ઓસ્ટ્રેલિયામાં બિનઅધિકૃત - અનરજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ્સ અને એજ્યુકેશન એજન્ટ્સ વડે પુરી પાડવામાં આવતી ગેરકાનૂની ઇમિગ્રેશન સેવાઓની પેટર્ન અને જથ્થા અંગે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

આ અંગેના પ્રથમ સત્રમાં સાક્ષી તરીકે માત્ર ઓસ્ટ્રેલિયન ગૃહ વિભાગને મંજૂરી આપે તેવી શક્યતાઓ છે.

માર્ચ મહિનામાં ગૃહ વિભાગના સહાયક મંત્રી એલેક્સ હૉકે સંસદ સમક્ષ માંગ  કરી હતી કે  આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર અંગેના નિયમોની સમીક્ષા તાપસ સમિતિ વડે કરવામાં આવે, આ સાથે ઓસ્ટ્રેલિયન માઈગ્રેશન એજન્ટ્સને લગતા વર્તમાન નિયમો અસરકારક છે કે નહિ તે અંગે પણ જણાવે. 

SBS Spanish સાથે વાત કરતા સમિતિના પ્રમુખ જેસન વુડે જણાવ્યું કે તેઓને આશા છે કે તેઓ આ તપાસના અંતે ઘણા સૂચનો સરકારને આપી શકે, જેથી લાયસન્સ વગરના ઇમિગ્રેશન એજન્ટ્સ વિરુદ્ધ લડી શકાય.

તેઓએ જણાવ્યું કે, " અમે જે જાણ્યું છે , તે ચિંતાનો વિષય છે- ખાસ કરીને જેને અન રજીસ્ટર્ડ ઇમિગ્રેશન એજન્ટ્સ કહીએ તેઓ ઓસ્ટ્રેલિયનો અને વિદેશી નાગરિકો - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જે ઓસ્ટ્રેલિયા આવવા પ્રયત્નશીલ છે તેમનો લાભ લઇ રહ્યા છે. "

"અમે ઇચ્છીએ છીએ કે આ તપાસમાં સરકાર માટે ઉપયોગી સૂચનો મેળવી શકીએ, જેથી વધુ કડક નિયમો લાવવાની આશા છે અને તે જ તો આ તાપસ નો ઉદ્દેશ છે."

ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને તાલીમ વિભાગ મુજબ વર્ષ 2017માં આ ક્ષેત્ર દ્વારા ઓસ્ટ્રેલિયન અર્થતંત્રને $32.3 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું યોગદાન મળ્યું હતું. શ્રી વુડે એ વાતનો અસ્વીકાર નહોતો કર્યો કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કૌભાંડોથી બચાવવા અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા વધુ સંસાધનો ઉપલબ્ધ કરાવાશે.

છેલ્લા ચાર વર્ષથી આ સમિતિ વડે જાહેર અને ખાનગી સંસ્થાનો પાસેથી સબમીશન દ્વારા બેકગ્રાઉન્ડ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 34 જેટલી સંસ્થાનોએ( organisations) સબમીશન કર્યા  છે  -જેમાં કોમનવેલ્થ લોકપાલ, ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને તાલીમ વિભાગ અને ઓસ્ટ્રલિયન સ્કિલ્સ ક્વોલિટી ઓથોરિટી સામેલ છે.

સમિતિ વડે છાત્રો, ઇમિગ્રેશન એજન્ટ્સ (targeting students, immigration agents)અને શિક્ષા એજન્ટ્સને લક્ષ્યમાં રાખીને, બે પ્રશ્નાવલિઓના માધ્યમથી અન્ય હિતધારકોના વિચારો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

લેબર સાંસદ અને માઈગ્રેશન પરની કેન્દ્રીય સંયુક્ત સ્થાયી સમિતિના ઉપપ્રમુખ મારિયા વામવાકીનુ એ જણાવ્યું કે તેઓ આ તાપસ દ્વારા જાણવા ઈચ્છે છે કે વર્તમાન વ્યવસ્થામાં એવી કોઈ ખામી છે જેથી સંપૂર્ણ વ્યવસ્થાને નુકસાન થઇ શકે અને તેમાં ખાસ કરીને એજ્યુકેશન એજન્ટ્સની શું ભૂમિકા છે.

સુ શ્રી મારિયા વામવાકીનુ એ જણાવ્યું કે, " અત્યારસુધી અમે રજૂઆતો મેળવી રહ્યા છીએ, માઈગ્રેશનની સંયુક્ત સ્થાયી સમિતિ આ અંગે જાહેર સુનવણી સિડની અને મેલ્બર્ન ખાતે જુલાઈના મધ્યથી શરુ કરશે."

તેઓએ ઊમેર્યું કે, " આ સુનવણી જાહેર જનતા માટે ખુલ્લી છે, જો આપના સમુદાયના લોકો ઈચ્છે તો હું ચાહીશ કે તેઓ આ સુનવણી દરમિયાન હાજર રહે. "

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના લોકપાલ દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલ (published a report) ના બે સપ્તાહ બાદ આ તાપસ શરુ કરવામાં આવી છે.

એજ્યુકેશન એજન્ટ્સની નિર્ણાયક ભૂમિકા

વર્ષ 2000થી  ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રને વિનિયમિત કરવામાં આવ્યું છે, આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ન્યુનત્તમ  ધોરણો રાખવામાં આવ્યા છે. આ ક્ષેત્રે મુખ્ય કાર્યકર્તા  તરીકે શિક્ષણ પ્રદાતા, માઈગ્રેશન એજન્ટ્સ અને એજ્યુકેશન એજન્ટ્સ મહત્વની ભૂમિકા ભજવે છે.

એજ્યુકેશન એજન્ટ્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી માટે મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવનાર વિદેશી વિદ્યાર્થીઓના એનરોલ્મેન્ટમાં 73.6% જેટલા - એટલેકે 624,000 થી વધુ એનરોલમેન્ટ એજ્યુકેશન એજન્ટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને ટ્રેનિંગ વિભાગ દ્વારા આ મુદ્દે કરવામાં આવેલ સબમિશનમાં ( Australian Department of Education and Training in their submission)જણાવ્યું છે કે   ઓસ્ટ્રેલિયન નિયમો હેઠળ તેઓ  કાયદાકીય રીતે જવાબદાર નથી.

2018 રાષ્ટ્રીય કોડ ઓફ પ્રેક્ટિસ ફોર પ્રોવાઇડર્સ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ટુ ઓવરસીઝ સ્ટુડન્ટ અનુસાર, " ઓસ્ટ્રેલિયન રજીસ્ટર્ડ પ્રદાતા એ  નિશ્ચિત  કરવું રહ્યું કે તેમના એજ્યુકેશન એજન્ટ્સ નીતિમત્તાથી, પ્રામાણિક રીતે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં , ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રની  પ્રતિષ્ઠા બનાવી રાખવા કાર્યરત છે કે નહિ."

2018 રાષ્ટ્રીય કોડ ઓફ પ્રેક્ટિસ ફોર પ્રોવાઇડર્સ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ટુ ઓવરસીઝ સ્ટુડન્ટ (National Code of Practice for Providers of Education and Training to Overseas Students) - ઓસ્ટ્રેલિયાના ત્રણ મુખ્ય નિયમનોમાંનું એક છે, જેની દેખરેખ  ટર્ટીઅરી  એજ્યુકેશન ક્વોલિટી અને સ્ટાન્ડર્ડસ એજન્સી (TEQSA) દ્વારા કરવામાં આવે છે. અન્ય બે નિયમનો - એજ્યુકેશન સર્વિસ ફોર ઇન્ટરનેશનલ  સ્ટુડન્ટ્સ એક્ટ અને ધ હાયર એજ્યુકેશન સ્ટાન્ડર્ડસ ફ્રેમવર્ષ (2015) છે.  

જયારે ફરિયાદ સામુહિક ન હોય ત્યારે TEQSA, સમક્ષ ફરિયાદ કરવાના બદલે કોમનવેલ્થ લોકપાલ સમક્ષ કરવી. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ખાસ  ઓમબુટ્સમેન  ફોર ઓવરસીઝ સ્ટુડન્ટ્સ ( Ombudsman for Overseas Students) છે. 

લોકપાલની ઓફીસ વડે જણાવવામાં આવ્યું હતું કે તેઓ પાસે ફક્ત એવા વિદ્યાર્થી એજન્ટ્સ વિરુદ્ધ તપાસ કરવાની સત્તા છે જેઓ પાસે ઓસ્ટ્રેલિયન શાળા તરફથી પ્રતિનિધિત્વ કરવાનો કરાર છે.

એજ્યુકેશન એજન્ટ્સ વિરુદ્ધની ફરિયાદ નવો વિષય નથી. વર્ષ 2011થી લોકપાલ સમક્ષ આવી ઘણી ફરિયાદો આવી છે જેમાં એજ્યુકેશન એજન્ટ્સ દ્વારા કોર્સ કે પ્રદાતા અંગેની ખોટી કે ગેરમાર્ગે દોરતી સલાહ આપવામાં આવી હોય, વિદ્યાર્થીઓને એક ના બદલે બીજા સંસ્થાનમાં એનરોલ કરવા, ટ્યુશન ફી પ્રદાતાને ન પહોંચાડવી, વિદ્યાર્થીને કરારની લેખિત કોપી ન આપવી, રીફન્ડ પોલિસી અંગે જાણ ન કરવી વગેરે.

જયારે ઓસ્ટ્રેલિયન શૈક્ષણિક સંસ્થાનના પ્રતિનિધિ તરીકેનો ઔપચારિક કરાર ન હોય, તેવા એજન્ટ્સના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓએ સ્થાનિક સત્તાધારીઓ પાસે ફરિયાદ કરવી, જો વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયામાં હોય તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયન ગ્રાહક સુરક્ષા એજન્સીનો સમ્પર્ક કરવો.

તમામ કેસમાં સંભવિત છાત્રો તેમના દેશના સ્થાનિક સ્ટુડન્ટ (એજ્યુકેશન ) એજન્ટ્સની યાદી અહીં ( here.) જોઈ શકે છે.  ઓસ્ટ્રેલિયન સરકારની વેબસાઈટ પરની ઓવરસીઝ એજ્યુકેશન એજન્ટ્સની યાદી ઓસ્ટ્રેલિયન નિયમો પ્રમાણે કાનૂની રીતે જવાબદાર નથી, આથી આ યાદીનો ઉપયોગ વિવેકપર્ણ રીતે કરવો.

Follow SBS Gujarati on Facebook


5 min read

Published

Updated

By Harita Mehta, Natalia Godoy



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now