ઓસ્ટ્રેલિયન નેતાઓની ભારતને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શુભેચ્છા

ભારત દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના નેતાઓએ ભારતને શુભકામના પાઠવી હતી. વિરોધ પક્ષના નેતા પીટર ડટ્ટન તથા સાંસદ અને મંત્રી મિશેલ રૌલાન્ડે દેશમાં વસતા ભારતીયમૂળના સભ્યોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

INDIA INDEPENDENCE DAY OPERA HOUSE SAILS

The sails of the Sydney Opera House are lit up to commemorate the 75th anniversary of India’s independence in Sydney, Monday, August 15, 2022. Source: AAP / STEVEN SAPHORE/AAPIMAGE

પીટર ડટ્ટન – વિરોધ પક્ષના નેતા

કેન્દ્રીય વિરોધ પક્ષના નેતા પીટર ડટ્ટને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત આજે સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે હું, ભારતના લોકો અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયમૂળના લોકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવું છું.

તેમણે નિવેદનમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુને યાદ કર્યા હતા.

PETER DUTTON GAZA SUSPENSION MOTION
Australian Opposition Leader Peter Dutton. Source: AAP / LUKAS COCH/AAPIMAGE

ડટ્ટને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયમૂળના લોકોના પરિશ્રમ અને તેમના સામાજીક કાર્યોને બિરદાવીને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી હતી.

મિશેલ રૌલાન્ડ, મિનિસ્ટર ફોર કમ્યુનિકેશન

A woman in a black top looking serious
Communications Minister Michelle Rowland said her department will identify lessons for the industry to learn. Source: AAP / Bianca De Marchi

દેશના કમ્યુનિકેશન મંત્રી મિશેલ રૌલાન્ડે ભારતની આઝાદીની લડતને યાદી કરીને ભારતીય સમુદાયને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે તેમના સંસદીય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સિડનીમાં વસતા ભારતીયમૂળના લોકોના સામાજીક કાર્યોને બિરદાવ્યા હતા.

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


2 min read

Published

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now