શું ભારત ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશનનું નવું ઘર બનશે?

ભારતના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશન ફંડને ભારતના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિવેશ કરવા માટે અપીલ કરી છે

Pink Piggy bank money concept on dark blue background

Source: iStockphoto

ભારતના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ 15મી ભારત - ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય મંત્રણા માટે, ઓસ્ટ્રેલિયનની બે દિવસીય મુલાકાત લીધી હતી.

તેઓની આ મુલાકાત દરમિયાન સિડની ખાતે તેઓએ 25 જેટલા ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશન ફંડ્સના પ્રતિનિધિઓને સંબોધ્યા હતા. તેઓએ ભારત સરકાર દ્વારા વિદેશી નિવેશને આકર્ષવા માટેના પગલાં અને ભારતમાં વ્યવસાય માટે - નિવેશ માટે રહેલ તકો વિષે માહિતી આપી હતી.
આ અંગે જાહેર કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, " ભારતીય  અર્થતંત્રનો ઉચ્ચ  વિકાસ  ખાનગી ક્ષેત્રના યોગદાનના કારણે છે અને આ સાથે તેઓએ ઓસ્ટ્રેલિયન સુપરફંડ્સના પ્રતિનિધિઓને ભારતમાં  નિવેશ  કરવા આમન્ત્રિત કર્યા હતા. "
તેઓએ ઔદ્યોગિક કોરિડોરસ, બંદરો , સ્માર્ટ શહેરો, વિમાનમથકો અને રેલવે જેવા પ્રોજેક્ટ્સમાં રહેલ નિવેશની તકો પર પ્રકાશ પાડ્યો હતો
ઓસ્ટ્રેલિયન સુપરફંડ્સ કેવા પ્રકારના પ્રોજેક્ટ્સમાં નિવેશ કરી શકે, તે અંગે ઉદાહરણ આપતા કેન્દ્રીય મંત્રીએ ઈન્વેસ્ટ - ઇન્ડિયા અને દિલ્હી - મુંબઈ ઔદ્યોગિક કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવા પ્રોજેક્ટ્સ જણાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશન ફંડ્સનું મૂલ્ય ડિસેમ્બર 2017 સુધી 2.6 ટ્રિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર હતું, જે વિશ્વભરમાં સૌથી મોટી સંબંધિત માત્રા છે.
ઓસ્ટ્રેલિયન પેંશન ફંડ કે સુપર ફંડ પાસે ભારતીય બજાર અંગે અન્ય વિદેશી બજારો જેટલું એક્સપોઝર નથી.
વર્ષ 2016માં IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર વીરેન્દ્ર મ્હીસ્કાર  ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને તેમની આ મુલાકાત દરમિયાન the IRB InvIT ફંડ નામક નવા ફંડમાં નિવેશ કરવા તેઓએ ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશન ફંડનાં પ્રતિનિધિઓ સમક્ષ પોતાનો વિચાર રજુ કર્યો હતો.આ ફંડનો ઉપયોગ ભારતના ટોલ રોડ બનાવવા થાય તેવો ઉદેશ હતો
Virendra Mhaiskar | IRB Infrastructure Developers |
Source: screen shot youtube
આ  વર્ષની શરૂઆતમાં  લંડન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો  વચ્ચે નિવેશના મુદ્દાને લઈને ઔપચારિક બેઠક થઇ હતી. બન્ને નેતાઓએ  ઓસ્ટ્રેલિયન સુપરફંડ્સને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં નિવેશ કરવાના  વિચાર અંગે ચર્ચા કરી હતી.
Modi Nad Turnbull
Source: Narendra Modi Twitter

ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિવેશ ક્ષેત્રે તકો ઉજળી છે

મેલ્બર્ન સ્થિત ફાઇનાન્સિયલ પ્લાનર બીરેન જોશી જણાવે છે કે, " ભારતમાં નિવેશ કરવામાં જોખમ નથી કારણકે આ નિવેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે છે. સુપરએનયુએશન ઉદ્યોગ મહત્તમ રિટન આપવા માટે સ્ટ્રક્ચર થયેલ છે. આ માટે તેઓ દુનિયાના જુદા જુદા દેશોમાં નિવેશ કરે છે, ભારત જ એક એવો દેશ છે જે અંગે હજુ વધુ એક્સપોઝર નથી. જયારે ભારતીય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિવેશ કરવા આમન્ત્રણ આપવામાં આવ્યું છે તો આ એક સારી તક છે ભારતીય અર્થ તંત્ર અને ઓસ્ટ્રેલિયન સુપરએનયુએશન ઉધોગ માટે."
ભારતમાં નિવેશ કરવાના ફાયદા અંગે તેઓ જણાવે છે કે, " વર્તમાન સમયમાં મોટાભાગની સુપરએનયુએશન કંપનીઓ અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં નિવેશ કરે છે, અહીં હવે નિવેશની બહુ ખાસ તકો રહી નથી, તેઓ પોતાની મહત્તમ કક્ષા સુધી પહોંચી ગયા છે- જયારે ભારત ઉભરતી અર્થવ્યવસ્થા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નિવેશની ખુબ તકો ધરાવે છે. "

તેઓ ઉમેરે છે કે, " ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિવેશ એ સારો નિવેશ છે જ્યાં રોકાણકારને રોકાણનું રિટર્ન મળે છે, આ ક્ષેત્રે જોખમ પણ ઓછું છે. તેથી મારા મતે જયારે ભારતમાં આ ક્ષેત્રે વધુ તકો છે તો ઓસ્ટ્રેલિયન સુપર ઉદ્યોગોએ ભારતમાં નિવેશ કરવું સારી તક સાબિત થઇ શકે છે. "


Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service