ભારતના પંજાબ રાજ્યના લુધિયાણા શહેરના કરણદીપ સિંઘ ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરની પ્રખ્યાત યુનિવર્સિટીમં ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બેચલર ડીગ્રીનો અભ્યાસ કરવા માંગતા હતા.
તેમણે ધોરણ 12માં 95 ટકા મેળવ્યા હતા અને IELTS માં 7 બેન્ડ્સ સ્કોર પણ મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે તેણે 9 જાન્યુઆરી 2023ના રોજ અરજી કરી હતી.
પરંતુ, તેની ઓસ્ટ્રેલિયન વિસાની અરજી તાજેતરમાં રદ કરવામાં આવી હતી.
પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે સિંઘે જણાવ્યું હતું કે, તેમના ઓસ્ટ્રેલિયન વિસાની અરજી રદ થયા બાદ તેઓ ઘણા નિરાશ થયા છે અને અન્ય વિકલ્પો અંગે વિચારી રહ્યા છે.

Snapshot of a part of an email received by Mr Singh, who's visa was rejected in February 2023.
તેમણે SBS Punjabi સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, અધિકારીઓના મતે હું સાચો વિદ્યાર્થી નથી અને વિસા મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં રહીશ.
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી તથા અન્ય વોકેશનલ કોલેજ દ્વારા ઘણા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માઇગ્રેશન એજન્ટ્સના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ભારતના ઉત્તર ભાગમાં આવેલા રાજ્યોના સેંકડો વિદ્યાર્થીઓના વિસા રદ થયા છે.
તાજા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ડીસેમ્બર 2022માં ભારતથી સ્ટુડન્ટ વિસા માટે 7008 વિસા અરજી કરવામાં આવી હતી. જ્યારે જાન્યુઆરી 2023માં 9669 અરજી થઇ હતી.
પરંતુ, વિસા મંજૂરીના આંકડા અલગ દિશામાં જઇ રહ્યા છે.
ડિસેમ્બર 2022માં વિસા ગ્રાન્ટનો દર 87.5 ટકા હતો. જે જાન્યુઆરી 2023માં ઘટીને 79 ટકા થઇ ગયો હતો.
SBS Punjabi એ આ મામલે સાત યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો અને તેમને ભારતના અમુક રાજ્યોન વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોઇ નિયંત્રણો અમલમાં મૂક્યા છે કે નહીં.

Visa Application Denied Stamp Showing Entry Admission Refused Credit: Public domain
યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ રાજ્યોમાંથી ફક્ત શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષાની હોય તેવી અને અમારા ભારતીય એજન્ટ્સ દ્વારા ભલામણ કરવામાં આવી હોય તેવી જ અરજી સ્વીકારી રહ્યા છીએ.
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, જો આ ક્ષેત્રના વિદ્યાર્થીઓના વિસાની અરજી નામંજૂર કરવામાં આવે તો ભવિષ્યમાં વિસા મેળવવાની સંભાવના પર અસર પડી શકે છે. તેથી જ કામચલાઉ ધોરણે આ રાજ્યોમાંથી સીધી અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને લાંબાગાળે જોખમ ન રહે.
મેલ્બર્નની સધર્ન ક્રોસ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, તેઓ તમામ વિદ્યાર્થીઓનું તેમના અભ્યાસના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરે છે.
અપૂરતા તથા બનાવટી દસ્તાવેજોમાં વધારો
ઓસ્ટ્રેલિયાએ કોવિડ મહામારી બાદ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલી ત્યાર બાદથી વિદેશથી થતી સ્ટુડન્ટ વિસાની અરજીમાં વધારો થયો છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે જણાવ્યું હતું કે, તેઓ ઘણી અપૂરતી તથા બનાવટી દસ્તાવેજો ધરાવતી અરજીઓ મેળવી રહ્યા છે.
દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે ડીપાર્ટમેન્ટ અપૂરતી અથવા બનાવટી દસ્તાવેજો ધરાવતી વિસા અરજીઓને નામંજૂર કરશે.

Indian international students are now the largest group applying for student visas to Australia. Credit: teekid/Getty Images
જે વર્ષ 2005-06માં રેકોર્ડ ઉપલબ્ધ થયા બાદ, જુલાઇથી ફેબ્રુઆરી સુધીમાં કોઇ એક દેશના નાગરિકોને સ્ટુડન્ટ વિસા આપવાની બાબતમાં સૌથી વધુ છે.
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયન વિસા માટે અરજી કરતી વખતે વ્યક્તિગત કેસ ધ્યાનમાં લેવામાં આવે છે આ ઉપરાંત, તમામ બાબતોનું ઓસ્ટ્રેલિયન માઇગ્રેશનના કાયદા અનુસાર મૂલ્યાંકન કરવામાં આવે છે.
મેલ્બર્ન સ્થિત માઇગ્રેશન એજન્ટ નવજ્યોત કૈલીએ જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ દ્વારા નિમ્ન ગુણવત્તા ધરાવતી અરજી તથા બનાવટી દસ્તાવેજો રજૂ થઇ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં, દિલ્હી પ્રોસેસિંગ સેન્ટર દ્વારા પંજાબ તથા હરિયાણાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી મોટાભાગની અરજીઓ રદ કરવામાં આવે છે. તે ગુણવત્તામાં કેટલી શ્રેષ્ઠ છે તે ચકાસવામાં આવતું નથી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.