કોરોનાવાઇરસની મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રવાસને અસર થઇ છે ત્યારે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી જાહેર કરવામાં આવી છે.
શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી યુનાઇટેડ નેશન્સના 193 સભ્ય દેશોમાંથી કેટલા દેશમાં વિસા ફ્રી ઊતરાણ તથા ઊતરાણ વખતે વિસાની સુવિધા આપે છે તેની પર નિર્ભર છે.
કોરોનાવાઇરસના લીધે વિવિધ દેશોને તેમની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ અથવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ મર્યાદિત કરવા પડ્યા છે.
તાજી જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને 129 દેશોમાં પ્રવાસ કરવાની મંજૂરી છે.
કોરોનાવાઇરસ મહામારીના સમયમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને તે સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, જાપાન જેવા દેશોની સાથે સંયુક્ત રીતે યાદીમાં બીજા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારકને હાલમાં 85 દેશોમાં વિસા ફ્રી પ્રવેશ છે જ્યારે 43 દેશોમાં ઊતરાણ સમયે વિસા પ્રાપ્ત થાય છે. 128 દેશોમાં પ્રવાસ કરવાની મંજૂરી હેઠળ ઓસ્ટ્રેલિયા યાદીમાં બીજા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારક યુનાઇટેડ કિંગડમ, સ્વીડન, સિંગાપોર, જાપાન, જર્મની સહિતના દેશોમાં મુસાફરી કરી શકે છે.

Source: Getty
વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી
1. ન્યૂઝીલેન્ડ
2. લક્ષ્સમબર્ગ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વીટ્ઝર્લેન્ડ, આયર્લેન્ડ, સાઉથ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા.
3. સ્વીડન, ફ્રાન્સ, બેલ્જિયમ, ફિનલેન્ડ, ઇટાલી, સ્પેન
4. યુનાઇટેડ કિંગડમ, નેધનલેન્ડ્સ, ડેનમાર્ક, પોર્ટુગલ, લિથુઆનિયા, નોર્વે, આઇલેન્ડ, કેનેડા
5. માલ્ટા, સ્લોવેનિયા, લેટવિયા
6. ઝેક રિપબ્લિક, ઇસ્ટોનિયા, ગ્રીસ, પોલેન્ડ, હંગેરી
7. સ્લોવાકિયા
8. સાયપ્રસ, ક્રોએશિયા, મોનાકો
9. રોમાનિયા, બલ્ગેરિયા
10. સાન મારિનો, એન્ડોરા, ઉરુગ્વે
ઓસ્ટ્રેલિયામાં હાલમાં વિદેશ પ્રવાસને પરવાનગી નથી. જોકે કેટલાક સ્વભાવિક કારણોસર છૂટ આપવામાં આવી રહી છે.

Source: Getty Images
ભારતીય પાસપોર્ટ કેટલો શક્તિશાળી
ભારતીય પાસપોર્ટનો ક્રમ 58મો છે. ભારતનો પાસપોર્ટ ધરાવનારી વ્યક્તિ 18 દેશોમાં વિસા ફ્રી પ્રવાસ કરી શકે છે જ્યારે 34 દેશોમાં ઊતરાણ દરમિયાન વિસા આપવામાં આવે છે.
જ્યારે 146 દેશોમાં પ્રવાસ કરવા માટે અગાઉથી જ વિસા જરૂરી છે.
વિશ્વના ઓછા શક્તિશાળી પાસપોર્ટની યાદી
1. અફઘાનિસ્તાન, ઇરાક
2. સિરીયા
3. સોમાલિયા
4. યેમેન
5. ઇરાન, પેલેસ્ટિનીયન ટેરીટરી
6. પાકિસ્તાન
7. મ્યાનમાર, નોર્થ કોરિયા
8. ઇથોપિયા, લેબેનોન, લિબીયા, નેપાળ, એરિટ્રીયા
9. બાંગ્લાદેશ, સાઉથ સુદાન
10. સુદાન
Share

