SKIP TO MAIN CONTENT

રાણીના જન્મદિવસ નીમીત્તે વિવિધ ક્ષેત્રે ખાસ યોગદાન આપનાર 891 ઓસ્ટ્રેલિયાનો સન્માનિત

સામુદાયિક સેવા, ઓસ્ટ્રેલિયન સૈન્ય અને આપાતકાલીન સેવાઓમાં વિશેષ યોગદાન આપનાર ઓસ્ટ્રેલિયનોને બિરદાવવા ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજવામાં આવ્યા.

Prof Rajiv Khanna, a Brisbane based medical researcher, who has received AC this Queens Birthday
Source: Supplied

3 min read

Published

Updated

By Harita Mehta, Rangi Hirini



Skip to article content

કવીન્સ બર્થડે ઓનર (રાણીના જન્મ દિવસ નિમિત્તે પુરસ્કૃત) થી વિવિધ સેવામાં ખાસ યોગદાન આપનાર ઓસ્ટ્રેલિયનોને વર્ષ 1975થી નવાજવામાં આવે છે.  ઓસ્ટ્રેલિયન મૂલ્યોને સ્થાપિત કરવામાં અને તેના પ્રોત્સાહન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારની સૂચીમાં સામેલ થયેલ  વ્યક્તિ વિશેષને સમુદાયના સભ્યો વડે નોમિનેટ કરવામાં આવે છે. 

વર્ષ 2017ના આ વ્યક્તિવિશેષની સૂચીમાં 891 ઓસ્ટ્રેલિયાનોનો સમાવેશ થાય છે જેમાં કેન્સરની સારવાર અર્થે દવા વિકસાવનાર   ભારતીય વૈજ્ઞાનિક, ઓસ્ટ્રેલિયા ખાતે પ્રાદેશિક વિસ્તારમાં તબીબી શિક્ષણ માટે મદદ કરનાર મુસ્લિમ લેબેનીઝ પ્રોફેસર, ઇટાલિયન શરણાર્થીઓની મદદ કરનાર ઓસ્ટ્રેલિયન -ઇટાલિયનનો સમાવેશ થાય છે. 

 

પ્રોફેસર મહમ્મ્દ ખાદરાને તેમના યુરોલોજી સર્જન તરીકેના યોગદાન માટે ઓસ્ટ્રેલિયન મેડલથી નવાજવામાં આવ્યા. પ્રોફેસર મહમ્મ્દનો જન્મ આફ્રિકાના ઘાનામાં થયો હતો અને તેઓ ખુબ નાની  વયે સિડની સ્થાયી થયા હતા. નાનપણથી જ તેમની ઈચ્છા સર્જન બનવાની હતી.

પ્રોફેસર મહમદે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ગ્રામીણ ક્લિનિક શાળામાં ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી માઈકલ વુદ્રિડ્જ સાથે કામ કર્યું છે. તેઓ જણાવે  છે કે ગ્રામીણ પ્રદેશમાં તાલીમ પામેલા તબીબો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાંજ સેવા આપવાની પસન્દ કરે છે. આ પુરસ્કાર પામી તેઓ ગર્વ અને હર્ષની લાગણી અનુભવે છે.  અને આ દેશને તેઓ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખાવે છે.

 

ભારતીય મૂળના પ્રોફેસર રાજીવ ખન્નાને કેન્સર સારવાર માટે - સેલ્યુલર ઇમ્યુનોથેરેપીસ વિકસાવવા માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજવામાં આવ્યા.  તેઓ કહે છે કે તેઓને આ સન્માનથી ગર્વ ની લાગણી અનુભવે છે. સ્ટેમ સેલ ક્ષેત્રે તેમને નાનપણથી જ રુચિ હતી. આથીજ તેઓ આ ક્ષેત્રે કૈક અલગ કરી શક્યા. તેઓ પોતાની ટીમનો પણ આભાર માને છે જેમનો સાથ -સહકાર તેમને મળ્યો.

 

ઈટાલીથી ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થયેલ ગિયુઝપે પીનો મિગ્લોરીનોને ઇટાલિયન સમુદાય માટે ખાસ યોગદાન આપવા બદલ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા થી નવાજવામાં આવ્યા છે.  તેઓએ દ્વિભાષી શાળા અને સાંસ્કૃતિક રીતે મદદરૂપ નીવડે તેવા વૃદ્ધશ્રમો - કાર્યક્રમો શરુ કરવામાં સમુદાયની મદદ કરી હતી. તેઓ પાંચ વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.  તેઓ જણાવે છે કે જયારે તેઓ ઓસ્ટ્રેલિયામાં મોટા થતા હતા ત્યારે તેઓને પોતાની ઇટાલિયન ઓળખ પ્રત્યે શરમ અનુભવાતી હતી, તેઓને બંને સભ્યતાઓ- સંસ્કૃતિઓ  વચ્ચે  તાલમેલ કરવામાં તકલીફ પડતી હતી. પણ સમય સાથે તેઓએ બંને સંસ્કૃતિઓ અપનાવી અને આજે તેઓ આ મુકામ પર પહોંચ્યા છે.

 

ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ અને ચાન્સેલર, મહામહિમ સર પીટર કોર્સગ્રોવે આ પુરસ્કાર મેળવનારને અભિનંદન પાઠવ્યા છે. તેઓએ સંદેશમાં કહ્યું છે કે આ પ્રકારના વિશેષ લોકોના યોગદાનના કારણે ઓસ્ટ્રેલિયન સમુદાય હંમેશા નાબીસદાર રહ્યો છે, આ લોકોનું યોગદાન દેશની વૃદ્ધિ -વિકાસમાં મદદ કરે છે.

અન્ય પુરસ્કૃત વ્યક્તિઓમાં એબોરિજિનલ અભિનેતા ડેબ્રાહ મેઈલમેન, ઓસ્કાર વિજેતા કેટ બ્લેઇનચેટઃ, મુસ્લિમ એડવોકેટ ડો. જમાલ રીફી અને એસ બી એસ ના સી ઈ ઓ અને મેનેજીંગ ડાયરેક્ટર માઈકલ ઇબીડ સામેલ છે.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now